________________
ધારણ કરી પ્રવૃત્તિશીલ રહેવાનો તેમનો ઇતિહાસ ઘણા ઓછા લોકોના ખ્યાલમાં હશે. .
એક વિદ્વાન, વીરપુરૂષ અને નિર્મોહી વ્યક્તિત્વનું તેમનું જીવન નગરના યુવાનોને સદાય પ્રેરણારૂપ બને તેવું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ તેઓ નિકટવર્તી સહયોગી હતા. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં લખાયેલાં વેદ, તર્ક, ન્યાય, અને મિમાંસાના તેમના ગ્રંથ દેશભરમાં આદરપાત્ર બનેલા છે. ભારત સરકાર દ્વારા દેશના સન્માનિત સામાન્ય વિદ્વાનોમાં તેમનું માન અદ્વિતીય હતું.
ભક્તિ અને કીર્તનની સંસ્કૃતિના ક્ષેત્રે - શર્મા મહારાજના નામે ઓળખાતા એક ઝળહળતા વ્યક્તિત્વ પણ નગરના ઉત્કર્ષમાં ઘણા રંગો પૂરેલા છે. તેમના પુરૂષાર્થના ફળ રૂપે બિન્દુસરોવર રાજમાર્ગ પર આવેલ ગોપાલકૃષ્ણ સનાતન સંસ્કૃત વિદ્યાલય આજે પણ શહેરના નગરજનોને બાહ્મમુહૂર્તમાં વેદગાનના સ્વર સંભળાવે છે. વિદ્યાર્થીઓને નિશુલ્ક રહેવા-જમવાની સગવડ ધરાવતું આ મહાવિદ્યાલય શહેગ્ની શોભારૂપ છે.
શર્મા મહારાજની વિવિધલક્ષી પ્રતિભાએ શહેરની જનતામાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની સારસ્વત સંસ્કૃતિ નિર્માણ કરવામાં અજોડ યોગદાન કરેલું છે.
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રભુતા જમાવવા અન્ય એક વ્યક્તિત્વ ધનુ મહારાજના નામે સુપ્રસિદ્ધ છે.
જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય દ્વારા જીવના કલ્યાણની સાથે-સાથે દેહના પણ કલ્યાણનો આયુર્વેદિક રંગ મિલાવી ધનુમહારાજે રોગ અને ભવરોગ બંને મટાડવાનું બીડું ઝડપેલું છે. સમસ્ત સિદ્ધપુર પરગણામાં આ સંતે જ્ઞાનનું મોજું ફેલાવવા જે પુરુષાર્થ આદરેલો તેના પરિણામે કપિલમુનિના આશ્રમ પાસેનું તેમનું નિવાસસ્થાન ભક્તિ સંÍતના સુરોથી ધમધમતું રહેતું.
અનેક અભણ મહિલાઓ પણ આ પુરુષના સત્સંગમાં આવી યોગવસિષ્ઠ જેવા ગૂઢ રહસ્યોના વિષયોની ચર્ચા કરતાં આ લેખકે અનુભવેલું છે.
શહેરની બ્રાહ્મણીયા પોળે કેવળ મહારાજ નામે પ્રસિદ્ધ એક પ્રખર કિર્તનકાર અને વિદ્વાન સંતનું નિવાસસ્થાન પણ ભક્તિ સંગીતની પ્રવૃત્તિઓથી ધમધમતું રહેતું. કેવળ મહારાજના આ પુરુષાર્થે એક વિશાળ શિષ્યવૃંદ નિર્માણ થયેલ હતું. અંગપ્રત્યંગો અને મન સાથે ભક્તિ સંગીતની તલ્લીનતામાં તદરૂપ બને. કેવળ મહારાજને જોવા એ પણ જીવનનો એક લ્હાવો ગણાતો.
વૈદિક કર્મકાન્ડ અને પૌરાણિક ઇતિહાસ કથનના ક્ષેત્રે પણ આ નગરે ગુજરાતભરમાં નામના ફેલાવતા વિદ્વાન નરરત્નોની ભેટ આપેલી છે. આ ક્ષેત્રમાં છેલ્લામાં છેલ્લા હયાત એવા વિદ્વાન શિરોમણી અને કર્મકાન્ડના પ્રખર આચાર્ય પંડિત