________________ ને સર્વથા જીત્યા છે તેથી બીજા તીર્થકરનું નામ અછત છે, “સર્વ તીર્થકરો રાગાદિથી જીતાયા નથી તે સર્વ તીર્થકરો અછત કેમ ન કહેવાય?” ભગવાન ગર્ભમાં આવ્યા પછી અક્ષક્રીડા (પાશકકીડા)માં તેમના પિતાજીતશત્રુ રાજા પ્રભુની માતા-વિજયાદેવીને જીતી શક્યા નથી તેથી બીજા જીતેંદ્રનું જ નામ અછતનાથ જાણવું. (2) 108 मूलम्--सुहअइसयसंभवओ, तइओ भुवि पउरसस्स संभवओ 3 / अभिनंदिज्जइ तुरिओ, हरीहि हरिणा સવા બે I 01 / छाया--शुभाऽतिशयसंभव-स्तृतीयोभुविप्रचुरसस्यसंभवतः / अभिनन्यते तुरीयो-हरिभिहरिणा सदा गर्भे // 109 // ભાવાર્થ-શુભ અતિશયવાળા હોવાથી ત્રીજા તીર્થકરનું નામ શ્રી સંભવનાથ, દરેક તિર્થંકરે શુભ અતિશયયુક્ત હોય છે, તે ત્રીજા જીનવરનું જ નામ શાથી કહેવાય ? સમાધાનમાં એટલું જ કે ત્રીજા જીનેન્દ્ર માતાના ગર્ભવાસમાં આવ્યા ત્યારથી પૃથ્વી ઉપર ઘણા ધન-ધાન્યને સંભવ થયો માટે ત્રીજાનું નામ જન્મથી સંભવનાથ છે. (3) તેમજ સર્વ ઈદ્ર વડે વિનય પૂવર્ડ સ્તુતિ કરાયા તેથી ચોથા તીર્થકરનું નામ શ્રીઅભિનંદન, શંકા એ છે કે-દરેક તીર્થકરને સર્વ ઇદ્રો નમસ્કારપૂર્વક સ્તરે છે, તે અભિનંદન, એ નામ વિશેષ કહેવાય નહીં, સમાધાનમાં ભગવાન ગર્ભમાં આવ્યા છતાં હંમેશાં ઈંદ્ર તેમની સ્તુતિ કરે છે, માટે ચોથા તીર્થકરનું વિશેષ નામ અભિનંદન જાણવું-() 109 છે