________________ વીર્ય, ઉપયોગ અને તપની વૃદ્ધિ કરવાથી સામાન્યથી વદ્ધમાન નામ જાણવું. વળી વિશેષથી ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થ રાજાના ઘરમાં ધન, ધાન્ય, સુવર્ણ અને કુલ વિગેરેની વૃદ્ધિ થવા લાગી. અને કેટલાક દેશોમાં જય વિજય મેળવ્યું તેથી વીસમા તીર્થંકરનું નામ શ્રી વર્ધમાન સ્વામી જાણવું (ર૪) 119 છે - હવે “વીર” એ નામની અપેક્ષાએ સામાન્ય વિશેષ અર્થ કહે છે. मूलम्-अहवा भावारिजया, वीरो दुठसुरवामणीकरणा 24 / सामन्नविसेसेहिं, कमेण नामत्थदारदुगं // 120 // छाया-अथवा भावारिजया-द्वीरोदुष्टसुरवामनीकरणात् / सामान्यविशेषाभ्यां, क्रमेण नामार्थद्वारद्विकम् // 120 // ભાવાર્થ—અથવા ભાવારિ–કોધ, માન, માયા, લોભ, કામ, રાગ અને દ્વેષ વિગેરે અંતરંગ શત્રુઓને વિજય કરવાથી વીર નામ સામાન્ય પણે જાણવું અને બાલ્યાવસ્થામાં આમલકી ક્રીડા કરતાં દુષ્ટ દેવતાએ પ્રભુને ભય પમાડવા માટે તેમને ઉપાડીને સાતતાડ સમાન ભયંકર રૂપ કર્યું ત્યારબાદ પ્રભુએ તે દેવની દુષ્ટતા જોઈ તેને એક મુષ્ટિ મારીને તેનું વામન સ્વરૂપ કર્યું. પછી તે દેવે પ્રભુની આગળ ક્ષમા માગી, એ પ્રમાણે પ્રભુનું પરાક્રમ જોઈ ઇંદ્ર ભગવાનનું નામ મહાવીર (વીર) પાડયું તેથી તેમનું નામ વીર એ પ્રમાણે બીજું પ્રસિદ્ધ થયું. સામાન્ય અર્થની અપેક્ષાએ (40) દ્વાર અને વિશેષ અર્થની અપેક્ષાએ (૪૧)મું દ્વાર કહ્યું.