________________ ( 12 ) (7) સંવર ભાવના (8) નિર્જરા ભાવના (9) લોક ભાવના (10) બધિ ભાવના (11) ધર્મ ભાવના (12) “યતિધર્મ ક્ષમા (1) માર્દવ (2) આર્જવ (3) મુક્તિ (લોભથી મુક્ત થવું) (4) તપ (5) સંયમ (6) સત્ય (7) શાચ (8) આર્કિચન્ય (9) બ્રહ્મચર્ય (10) આ દશ ધર્મ મહાને પુણ્યશાલી આત્માને પ્રાપ્ત થાય છે. હે આત્મન ! તું સદા દશ ધર્મો મેળવવા યત્ન કર. હે આત્મન ભાવ મરણ ક્ષણે ક્ષણે થાય છે અકામ મરણ આ જીવે ઘણીવાર કયો માટે એને અટકાવવા પ્રયત્ન કર. સકામ મરણ કર, જેથી ફરી જન્મ મરણ ન થાય. અણસણને પારણામ રાખવો. આત્મા નિર્જ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે અનેક મહાત્માઓએ આત્મસાક્ષીએ ગુરૂ સામે આલોચના કરી આત્મશુદ્ધિ કરી છે. પંચવિધ સ્વાધ્યાય કરે. નિંદા, વિકથા, પ્રમાદ આદિ પંચ મિથ્યાત્વ દૂર કરવા પ્રવૃત્તિ કર. નયની અપેક્ષાએ નવતત્ત્વ, ચાર નિક્ષેપ, પ્રમાણ, દ્રવ્ય અને સપ્તભંગી એ સર્વ જાણવાં. યોગ્ય વસ્તુને જાણુશ તો હારૂં સ્વરૂપ સ્વયમેવ હને સમજાશે. ત્યારૂં તું શુદ્ધ દર્શન પામ્યું નથી ત્યાં સુધી સુદેવ સુગુરૂ અને સુધર્મની સાચી સેવા ભક્તિ અને આરાધના થઈ નહીં,શકે સમ્યકત્વ વિનાની ક્રિયા એકડા વિનાના ર્મિડાની માફક નિષ્ફલ નીવડે છે. સમક્તિથીજ સદ્દગુણની પ્રાપ્તિ થાય છે અને સદ્દગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણું પ્રાપ્ત થાય છે. સમદષ્ટિ આત્માજ મૈત્રી, પ્રમેહ, કરણ તથા માધ્યચ્ચે એ ચાર ભાવનાઓને વસ્તુત: ભાવી શકે છે. ચાર મહાન ભાવ નાનું સ્વરૂપ શાસ્ત્રકાર એકજ લેકમાં દર્શાવે છે. તે " परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी करुणा / परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा " // 1 //