________________ ( 203). મુનિ આદિ મહાપુરૂષોએ ઘોર ઉપસર્ગો સહન કરી આત્મસિદ્ધિ મેળવી છે તે પણ સમભાવને જ મહિમા છે. દમદંત રાજર્ષિ સમતા સામાયિકમાં રહેલા હતા તે સમયે પાંડવોએ ભાવપૂર્વક વંદનપૂજન કર્યું અને કેરેએ પથરાઓથી ઢાંકી દીધા તે પણ તે સમભાવમાં રહ્યા છે તે પરમ સુખના ભાગી થયા. હે આત્મન ! તું આવા અનેક મહાપુરૂષનાં જીવનઆદર્શો વિચારી અલ્પાંશે પણ આવા પ્રકારનું ઉત્તમ જીવન જીવવા પ્રયત્ન કર. સંસારનો મોહ મૂકી સ્વભાવમાં રહી આત્મસ્વરૂપની તું વિચારણા કર. શ્રી મહાવીરપ્રભુએ સાડાબાર (૧ર) વર્ષ અને એક પક્ષ-પખવાડીયા સુધી મન રહી અનેક અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરી પરમ પૂર્ણ જ્ઞાન-કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય આત્માઓને જે આત્મશુદ્ધિને ઉપદેશ કર્યો હતો તે ઉપદેશ સુધર્માસ્વામીએ આચારાંગ આદિ સિદ્ધાન્ત રૂપે ઉપદેશ કર્યો, અનેક નિગ્રંથ મહાપુરૂષોએ તેમજ આચાર્યમહારાજાઓએ તદનુસાર ઉપદેશગ્રંથ દ્વારા ઉપદેશ આપે તે પરમ હિતકારી છે અને સ્વસ્વરૂપની ઝાંખી કરાવનાર-સાક્ષાત્કાર કરાવનાર છે, માટે હે આત્મન્ ! તું પરમ આદર પૂર્વક પરમ શ્રદ્ધા પૂર્વક શ્રવણ કર, મનન કર, નિશ્ચય કર, તે પ્રમાણે પ્રવૃત્તિ કર તો તું અવશ્ય કલ્યાણને ભક્તા થઈશ. शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः / दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः // 1 // વિ. સં. 1988 ] . પરમ ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીને તા. 4-3-33 / "વિજાપુર. | લઘુતમ શિષ્ય મુનિ જયસાગર.