________________ ર૧૪ નેમિનના તીર્થમાં શ્રીકૃષ્ણ વાસુદેવને દ્રૌપદીને લેવા માટે ધાતકી ખંડની અપરકંકા નગરીમાં ગમન કરવું પડયું પ એમ પાંચ આશ્ચર્યો અને શ્રી મહાવીરના તીર્થમાં અથવાકાલમાં બીજાં પાંચ આશ્ચર્યો થયાં તે આ પ્રમાણે મહાવીર સ્વામીના ગર્ભનું હરણ, અમરેન્દ્રને ઉત્પાત, પર્વદા અભાવિતા, (બોધ ન પામી) ચંદ્ર સૂર્યનું મૂલ વિમાને આવવું, અને તીર્થકર શ્રીવીરપ્રભુને કેવલ જ્ઞાન સમયમાં ઉપસર્ગ થવા રૂપ, આ પાંચ આશ્ચર્ય થયાં તે, આ દશ આશ્રર્યો અનંતી ઉત્સર્પિણી અનંતી અવસર્પિણી રૂપ કાલના આંતરે થાય છે. પ૩૪૪ - હવે એક સમયમાં એક આઠ સિદ્ધ થયા તે આશ્ચર્ય બતાવવા માટે એક સમયમાં કેવી અવગાહના વાળા અને કેટલા સિદ્ધ થાય તે જણાવે છે. मूलं-गुरुलहुमज्झिमतणुणो, पुरिसा दो चउसयं च अहिये / सिझंति एगसमए, सुआउनेओ विसेसत्यो // 345 // छाया-गुरुलघुमध्यमतर्नुकाःपुरुषौठौ चतुःशतं चाऽष्टाधिकम् / / . सिध्यन्त्येकसमये, श्रुताज्ज्ञेयो विशेषार्थः // 345 // ભાવાર્થ–મોટા નાના અને મધ્યમ શરીરની અવગાહના વાળા કમથી બે, ચાર, અને એકસો આઠ સિદ્ધિ પદને એક સમયમાં પામે છે. તેમાં હેટા શરીરવાળા એટલે પાંચસો ધનુષના દેહ પ્રમાણ વાળા એક સમયમાં બે સિદ્ધિ પદ પ્રાપ્ત કરે અને નાને શરીરવાળા એટલે બે હાથ શરીર પ્રમાણવાળા. કુર્માપુત્રાદિ એક સમયમાં ચાર ક્ષે જાય, અને મધ્યમ શરીરની અવગાહનાને ધારણ કરનારા એટલે