________________ 125 अन्योऽन्य सांभिकांक्ष-मभिजातमतिस्निग्धमधुरञ्च / स्वश्लाघापरनिंदा वर्जितमप्रकोणप्रसरयुतञ्च // 205|| प्रकटाक्षरपदवाक्यं, सत्त्वप्रधानञ्चकारकादियुतम् / स्थापितविशेषमुदार-मनेकजातिविचित्रञ्च 206 // परमर्मविभ्रमादि-विलंबव्युच्छेदखेदरहितञ्च / अद्भुतधर्मार्थयुतं, श्लाघनीयञ्चचित्रकरम् // 207 // , ભાવાર્થ––વળી તે તીર્થકર ભગવાનનું વચન સમ્યક પ્રકારે વિશેષ અર્થવાળું હોય છે. (8) તેમજ પૂર્વાપર વાક્યાર્થીની સાપેક્ષા એ વિરૂદ્ધતા રહિત હોય છે (9) શ્રોતા એને કોઈ પ્રકારને સંશય ન થાય તેવું સંદેહ રહિત હોય છે (10) તેમજ તત્વનિષ્ઠ–યથાર્થ વિવક્ષિત વસ્તુ સ્વરૂપને અનુસરનાર હોય છે (11) શિષ્ટ-અભિમત સિદ્ધાંતમાં કહેલા અર્થયુકત હોય છે, અથવા શિષ્ટતાનું સૂચક હોય છે (12) પ્રસ્તાવ-દેશકાલ તે ઉચિત હોય છે (13) અન્ય પ્રતિવાદી લેકેએ કુતર્કથી કરેલા દોષ ગ્રસ્ત પ્રશ્નોને યોગ્ય ઉત્તર આપવામાં પ્રભુનું વચન પ્રબલ હોવાથી તેમનું વચન અન્ય દૂષણ રહિત હોય છે (14) શ્રી વીતરાગનું વચન સર્વ જીના હૃદયમાં પ્રીતિ-આનંદ આપનાર થાય છે (15) પરસ્પર એક બીજા સાથે પદ અને વાકયોની સાપેક્ષતાયુક્ત હોય છે (16) અભિજાત–વકતાના અથવા પ્રતિપાદન કરવા લાયક અર્થની ભૂમિકાને અનુસરનારું પ્રભુ વચન હેાય છે (17) પ્રભુનું વચન અતિશય સ્નિગ્ધ અને મધુર હોય છે. ધૃત અને સાકર વિગેરેના સંગની