________________ 126 જેમ બહુ સુખકારી હોય છે (18) શ્રી વીતરાગનું વચન પિતાની “લાવા-સ્તુતિ અને પરની નિંદા રહિત હોય છે. T1 પ્રભુનું વચન સુસંબદ્ધ અને સત્ પ્રસારવાળું હોય છે અર્થાત ભગવાનના વચનમાં યોગ્ય સંબંધ હોય છે અને ઘણે વિસ્તાર હેતે નથી (શબ્દાડંબર રહિત) (20) પ્રભુના વચનમાં વર્ણ, પદ અને વાની સ્પષ્ટતા હોય છે (ર૧) પ્રભુનું વચન મુખ્ય સત્વગુણવાળું હોય છે (22) પ્રભુનું વચન ષકારક, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલ, વચન અને લિંગાદિથી ચુકત હોય છે (23) પ્રભુનું વચન અન્યની અપેક્ષાએ વિશેષ અર્થને સ્થાપન કરે છે, તેમજ વિશેષણ સહિત વિશેષ ભાવને જણાવે છે (24) શ્રી વીતરાગનુ વચન ઉદાર-અભિધેય અર્થની ઉદારતા અતુચ્છતા જણાવે છે (25) ભગવાનની વાણું અનેક પ્રકારની ભિન્ન ભિન્ન વસ્તુઓને પ્રકાશ કરનારી હોવાથી તેમજ નાના પ્રકારના વિભિન્ન અને આશ્રય હોવાથી વિચિત્ર પ્રકારની છે. (26) પ્રભુની વાણી કોઈના મર્મને ઉઘાડનારી હોતી નથી અર્થાત્ અન્ય જીવને આઘાત થાય તેવી ગુહ્ય વાર્તા ભગવાનની વાણીમાં આવતી નથી. સમત્વભાવ પ્રગટ કરનારી છે. (27) પ્રભુની વાણી વક્તા પુરૂષના મનને તથા શ્રોતાઓના મનને ભ્રાંતિ ઉપજાવતી નથી તેમજ વિક્ષેપાદિ માનસિક દેને પ્રગટ કરતી નથી અર્થાત્ સ્થિરતા આપનારી છે. (28) પ્રભુની વાણી માં પદ, વાક્ય અને વર્ણાદિની સ્થાપના વિલંબ રહિતયથાવસ્થિતિ ઉચ્ચારણ હોય છે. (29) શ્રી વીતરાગ પ્રભુનું વચન ચુચ્છેદ રહિત વચન રચનાથી પરિપૂર્ણ પ્રમાણ યુકત હેવાને લીધે વિવક્ષિત અર્થની સિદ્ધિ કરે છે. (30)