________________ પૂર્વજીવન આ બાજુ કોબા ઘેરથી ચાલ્યા ગયાની ખબર પડતાં જ જિઈ બેચેન બની ગયાં. જિઈનો સ્વભાવ ઉતાવળિયે હતો, છતાં તેઓ ભારે પતિવ્રતા હતાં, તુંકાબા સિવાય તેમને કશું સૂઝતું નહિ. કાહેબાને તેમની શોધબાળ માટે જિજઈએ મોકલ્યા. અંતે ભામનાથ ઉપર તુકોબી મળી આવ્યા. ખૂબ આગ્રહ કરીને તુકાબાને ઘેર લઈ આવ્યા. તેમને જોઈને જિજાઈની ખુશીનો પાર ન રહ્યો. વડીલો તરફથી વારસામાં મળેલા બધા દસ્તાવેજો તુકોબા ઇંદ્રાયણીના વહેણમાં મૂકી દેવા લાગ્યા. એટલે કાન્હાબા નમ્રતાથી બોલ્યા: “તમે તે હવે સાધુ થયા, પણ મારે સ્ત્રી–બાળકોનો નિભાવ કરવાનો છે. આ બધું ફેંકી દેશે તો મારા માટે શું રહેશે?” આ સાંભળીને તુકેબાએ કહ્યું: “ખરી વાત છે. આમાંના અડધા દસ્તા જે લઈને તું જુદો થા અને તારે સંસાર ચલાવ. અમારો બધો ભાર હવે વિઠોબા ઉપર છે. મેં હવે આ મારો રસ્તો નકકી કર્યો છે. પાંડુરંગ મારી સંભાળ રાખશે. તારા ઉપર હવે અમારો બેજે પડવા નહિ દઉં. તું તારે ભાગ લઈને જુદા થા. અમારી ચિંતા કરીશ નહિ.” અને અડધા દસ્તાવેજો તેમણે કાન્હાબાને હવાલે કર્યો અને પોતાના ભાગના તરત ઇંદ્રાયણીને અર્પણ કરી દીધા. તુકલાએ પોતાની બધી વૃત્તિઓ હવે પાંડુરંગ તરફ વાળી દીધી. આ વૃત્તિને પાછી ખેંચી લેનારી કે જકડી રાખતી એકેય ખોટી આશા તેમનામાં રહી નહીં. નાના બેજાથી જડ થયું શરીર, 'સંસારમાં તરફડ્યો ખૂબ,* કરજને આ અનુભવ તે મેળવી ચૂક્યા હતા. હવે Scanned by CamScanner