________________ મનની શુદ્ધિને ઉપાય એકવાર સ્વીકાર્યા પછી વાણુ નામને પળવાર માટે પણ વિસરતી નથી. મનમાં નામ-રૂપનું ધ્યાન અને માંએ હરિનું નામ-એ નામસ્મરણ કહેવાય. અંતર્યામીમાં ધ્યાન કેન્દ્રિત કરતા જવું અને ધ્યાનમાં મનને રંગી નાખવું એ અખંડ નામની નિશાની છે. કુળાચાર, સંપ્રદાયપરંપરા, પુરાણસાધુસંતના ગ્રંથો અને ગુરુના ઉપદેશથી પણ નામ મરણ ચડે છે એમ તુકારામ કહે છે. સાંભળીએ તો ઘણું, પણ આચરણમાં મૂકવું જોઈએ ને! તુકારામે નામસ્મરણને અભ્યાસ કર્યો અને એ ધન્ય થઈ ગયા. ભગવાન પાંડુરંગનું સ્વરૂપ ઈને કે એમનું ધ્યાન ધરીને તુકારામના મનમાં પ્રેમસુખની લહરીઓ ઊઠતી અને તેમાં એ લીન થઈ જતા. વિઠ્ઠલ ભગવાનના રૂપમાં આટલી બધી તન્મયતા કેળવી, પાંડુરંગને હૃદયમાં ઠસાવવાનો અભ્યાસ દઢ કરવા માટે અખંડ નામસ્મરણ વગેરેનાં ચિંતન કરતાં બીજું સાધન કેઈએ કયાંય કદી કહ્યું છે? નામનું સ્મરણ ખૂબ સુલભ છે. જીભને નામના ગળપણને એકવાર ચટકો લાગ્યો હોય પછી જીવ જતાં સુધી તે એને છોડશે નહિ. સાકર અને ગળપણ જેવી જ એકરૂપતા નામ અને નામ લેનાર વચ્ચે હોય છે. તુકારામે નામસ્મરણનું ખૂબ સુખ ભોગવ્યું અથવા તે અખંડ નામસ્મરણનું સુખ ભોગવવા માટે અને લોકોને એ શીખવવા માટે તેમનો અવતાર હતા. બેસતાં, ઊઠતાં, જમતાં અને સૂતાં તેમનું નામસ્મરણ-ચિંતન ચાલતું અને ચિંતન વખતે તેઓ એકાકારતા અનુભવતા. નામને આનંદ કે મળ્યો, સંસારનાં બંધન કેવી Scanned by CamScanner