________________ સંત તુકારામ થયા વિના રાષ્ટ્રને અસ્પૃદય અને ધર્મોદય થતો નથી, આવું બેવડું સામર્થ્ય જ્યારે રાષ્ટ્રને મળે છે, ત્યારે જ રાષ્ટ્રધર્મને વિજય થાય છે. તુકારામે ધર્મોદયનું કાર્ય સ્વીકારી લીધું અને તે સારી રીતે પાર પડયું. છેવટનાં ચાર-પાંચ વર્ષમાં સ્વરાજ્ય માટે લડનારા ક્ષત્રિયવીરોને તુકારામે પોતાની આંખે જોયા. શિવાજીને ધર્મ જેટલો જ ધર્મ પ્રચારક સાધુસંતે માટે પ્રેમ હતો. સાધુસંતોની કૃપા અને આશીર્વાદની ઓથ મળ્યા વિના તું રાજકારણમાં સફળ નહિ થાય એ માતા જીજાબાઈનો અને દાદા કેડદેવનો તેમને આદેશ હતો. રામાયણ-મહાભારતના વીરો અને ભક્તોની કથાઓ સાંભળવી શિવાજીને બહુ ગમતી. સાધુસંતોને મળવાનું, આદરપૂર્વક બોલાવી તેમના સમાગમને લાભ લેવો એ શિવાજીની ધર્મશીલ પ્રકૃતિ બની રહી હતી. શિવાજીને સમર્થ રામદાસનો સંપર્ક થવાથી તેમની પાસેથી ઉપદેશ મેળવ્યો એ વાત તો જાણીતી છે. આવા સંતસમાગમ–પ્રેમી શિવાજી તુકારામને મળ્યા વિના રહે જ નહિ. તુકારામ જ્યારે લોહગામમાં હતા ત્યારે સૌ પ્રથમ શિવાજીએ તેમના કર્મચારીઓ સાથે છત્ર, ઘોડા અને જવાહિર મોકલીને તુકારામને પૃના બેલાવ્યા, પણ તુકારામ તો હતા વિરાગી. હવે થાય શું? તુકારામે એ બધું સ્વીકાર્યા વિના જ પાછું મે કહ્યું અને શિવાજીને નવ અભંવાળા એક પત્ર લખીને મોકલ્યો. તેમાં આ ભાવાર્થનું લખ્યું હતું - હે નારાયણ! હવે મને આમાં શું કામ સંડે છે? આમાં તો પરમાર્થની પાયમાલી થવાની છે. મનથી જેને મેં ત્યાજ્ય ગયું છે એની તને ખબર નથી? તે પછી Scanned by CamScanner