________________ શિષ્ય સમુદાય 101 તેપણ તેમનું મેં ઢંકાય જ નહિ. અંતે અધી રાતે તુકારામે માટીની એક મૂઠી નાખી ત્યારે એ કાયા ઢંકાઈ. ભંડારાની તળેટીમાં સુદંબર ગામમાં સંતાજીની સમાધિ છે. 4. ગબર શેઠ-સુબ્રેકર : આ વણિક સુદુંબર ગામમાં રહીને ધંધો કરતા હોવા છતાં તુકારામની સેવામાં રહેતા. તુકારામ પછી તેમનું અવસાન થયેલું. મરતી વખતે રામેશ્વર ભટ્ટ અને કાનાબાને મુખેથી તુકારામના અભંગો સાંભળતાં તુકારામના ધ્યાનમાં એવા મગ્ન થઈ ગયા હતા કે, છેવટે તુકારામે પ્રગટ થઈને તેમના કપાળે તિલક કર્યું અને ગળામાં હાર પહેરાવ્યો. 5. માલાજી ગાડે ચેવલવાડીકર : તુકારામની ભક્ત પુત્રી ભાગીરથીને આ પતિ હતા. તુકારામે માલાજીને ગીતા આપી હતી. તુકારામના પ્રયાણ સ્થળે ભાગીરથીની મૂર્તિ આજે પણ છે. 6: કાન્હાબા: તુકારામને આ નાનો ભાઈ પહેલાં જુદે થયું હતું, પણ પછી તુકારામની છાપ તેના મન ઉપર પડી અને શિષ્ય થયે. તુકારામના પ્રયાણ વખતે કાન્હાબાએ રચેલા કરુણ રસપૂર્ણ અભંગો ખૂબ પ્રસિદ્ધ છે. 7. મહાર પંત ચિખલીકર: તુકારામની ભજનમંડળીમાં આ પણ એક નિષ્ઠાવાન શિષ્ય હતા. 8. કેડો પંત લોહેકરે પુણેકર : તુકારામના શિષ્ય એક દિવસ કાશીની જાત્રા કરવા જવાની ઈચ્છા દર્શાવી. તુકારામના અનેક ભક્તો કાશીમાં હોય એમ સમજીને તેમને ભલામણ કરવા વિનંતી કરી. તુકારામે પોતાના આસન Scanned by CamScanner