Page #1
--------------------------------------------------------------------------
________________ સસ્તુ સાહિત્ય” એટલે ચામાં જ સાહિત્ય રસતું સાહિત્ય - સંત તુકારામ [ ચરિત્ર ] : દિ છે તેમની ? | ||;' |III'lT III - ભિક્ષુ અખંડાનંદની પ્રસરી અનું સાહિત્યવકાર્યાલય ઠે ભદ પાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ 2 Scanned by CamScanner
Page #2
--------------------------------------------------------------------------
________________ T - 3883 "સતુ સાહિત્ય' એટલે કામ હશે પાહિત્ય સંત તુકારામ - [ સંક્ષિપ્ત ચરિત્ર ] ભિક્ષુ અખંડાનંદતી પ્રસાદી ; શdજ્ઞાહિત્ય વર્ધકકાલવ ઠેબ પાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઇ-૨ 18 6 સવા રૂપિયે. Scanned by CamScanner
Page #3
--------------------------------------------------------------------------
________________ સંવત 22 કે કે ઈ. સ. 1966 મી સમય પણ પગારકાને માઠી પુસ્તાના આધારે શ્રી જયંત પરમાર તૈયાર કરેલી સંક્ષિપ્ત આપત્તિ Serring Jinshasan 031320 gyanmandir@kobatirth.org (c) [ સર્વ હકક પ્રકાશક સંસ્થાને સ્વાધીન છે. ] 1500-12 66 મુદ્રક અને પ્રકાશક: ત્રિભુવનદાસ ક. ઠક્કર, સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખડ : : અમદાવાદ Scanned by CamScanner
Page #4
--------------------------------------------------------------------------
________________ નિવેદન ગુજરાતમાં જે સ્થાન નરસિંહ મહેતાનું છે તે સ્થાન બલકે તેથી જ વિશેષ મહારાષ્ટ્રમાં સંત તુકારામનું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગાનારને જે આંતરિક આનંદ મળે છે તેવો જ બલકે તેથી યે વિશેષ આનંદ સંત તુકારામના અભંના ગાનારને મળે છે. સાક્ષાત્કાર પામેલા સંત તુકારામનું આ સંક્ષિપ્ત ચરિત્ર મુક્ષુઓને પ્રેરણાદાયી થઈ પડશે. સંત તુકારામ” નામે મૂળ મરાઠી પુસ્તક ઉપરથી શ્રી લક્ષ્મણ નારાયણ ગટેએ હિંદી ભાષાંતર કરેલું અને તે ગીતા પ્રેસ ગોરખપુરથી પ્રસિદ્ધ થયેલું. તેનું ગુજરાતી ભાષાંતર સંવત ૧૯૯૩માં આ સંસ્થા તરફથી પ્રગટ થયેલું. તે ઘણા સમયથી અપ્રાપ્ય છે. એ ગ્રથ ખૂબ વિસ્તૃત હોવાથી મૂળ મરાઠી ગ્રંથ ઉપરથી જ ટૂંકાવીને કરાવેલા ભાષાંતરની આ સંક્ષિપ્ત આવૃત્તિ નવેસરથી તૈયાર કરાવીને પ્રસિદ્ધ કરવામાં આવે છે. સંત તુકારામનાં પુસ્તકે “તુકારામ ગાથા.” “તુકા મહણે અને “સાક્ષાત્કારને પંથે તુકારામ” પણ સંસ્થાએ અગાઉ પ્રકટ કર્યા છે, તે પિકી છેલ્લું પુસ્તક હાલ મળે છે. વલ્લભવિદ્યાનગર, ] “સસ્તું સાહિત્ય પ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. 19-12-'16 થી એચ. એમ. પટેલ (પ્રમુખ) Scanned by CamScanner
Page #5
--------------------------------------------------------------------------
________________ અનુક્રમ 1 પૂર્વજીવન 2 વારકરી સંપ્રદાય ... 3 ધર્મગ્રંથોનો અભ્યાસ 4 ગુરુકૃપા અને કાવ્યફુરણ 5 મનની શુદ્ધિને ઉપાય 6 સગુણ ભક્તિ ... 7 વિકૃત સ્વરૂપ ... 8 સગુણ સાક્ષાત્કાર 9 ઘવૃષ્ટિ 10 સંત-પત્ની જિજાઈ 11 સદેહે વૈકુંઠ પ્રયાણ 12 શિષ્ય સમુદાય .. Scanned by CamScanner
Page #6
--------------------------------------------------------------------------
________________ સં ત તુ કા રામ Scanned by CamScanner
Page #7
--------------------------------------------------------------------------
________________ 1: પૂર્વજીવન મહારાષ્ટ્રમાં તીર્થોના રાજા જેવું પંઢરપુર ગણાતું એ તેરમી સદીમાં જ્ઞાનેશ્વરે આળંદીનું માહાસ્ય વધાર્યું. એકનાથને લીધે સોળમી સદીમાં પૈઠણ જાણીતું થયું અને સત્તરમી સદીમાં સંત તુકારામે દેહને વિશ્વવિખ્યાત ક્યું". દેહુ પૂના જિલ્લામાં ઇંદ્રાયણી નદીને કિનારે આવેલું નાનકડું ગામ છે. દેહ ગામની સામે છેડે જ છે. નાનામોટા થોડાક ડુંગરા આવેલા છે. સંત તુકારામના જન્મ સમયના મહારાષ્ટ્ર વિષે તુકારામનાં જ શિષ્યા બહિણબાઈ આમ કહે છેઃ “જ્ઞાનદેવે જેનો પાયો નાખ્યો, નામદેવે જેને તરફ ફેલાવ્યો, એકનાથે જેના પર ધજા ફરકાવી એ ભાગવતધર્મના મંદિરને કળશ સંત તુકારામ બન્યા.” ભાગ્યશાળી પિતા બે હેબા અને પુણ્યશાળી માતા કનકાઈને ત્રણ પુત્રો થયાઃ સાવજી, તુકેબા અને કાન્હાબા. બહેબા પૂરા વેપારી, ખેતીવાડી અને ધીરધારમાં પારંગત હતા. બીજા પુત્ર તુકેબા(તુકારામ)ના જન્મ વખતે કનકાઈને વૈરાગ્યનું દેહદ થવા લાગેલું. એકાંતમાં બેસવું, કોઈની સાથે બહુ બોલવું નહિ, દુન્યવી પ્રપંચે તરફ ધ્યાન આપવું નહિ વગેરે પ્રકારની ઉદાસીનતા આવી ગઈ. કનકાઈને પેટે મહાન વિષણુભક્ત અવતરવાનો હતો એટલે જ હોય કે Scanned by CamScanner
Page #8
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ કોણ જાણે પણ એ સંત નામદેવનાં ભજનો સાંભળતી, કીર્તનમાં જતી અને વિઠ્ઠલ ભગવાનના મંદિરમાં વિઠાબારખુમાઈની (કૃષ્ણ-રુકિમણની) મૂર્તિ સામે કલાકો સુધી ધ્યાન ધરી બેસી રહેવાનું એને મન થતું. એ કનકાઈએ સંવત ૧૬૬૫માં તુકેબાને જન્મ આપ્યો. તે પછી કાન્હાબાનો જન્મ થયો. સાવજ, કોબા અને કાન્હાબા જેવા ત્રણ પુત્રોની બાળલીલા જોઈને બોલહેબા અને કનકાઈના આનંદનો પાર નહોતો. તુકેબાની જિંદગીનાં શરૂનાં તેર વર્ષ માતપિતાની સુખશીતળ છાયામાં ખૂબ આનંદથી પસાર થયાં. બહારના છોકરાઓ સાથે રમવાને તેમને ખૂબ શેખ હતું એમ લાગે છે. શ્રીકૃષ્ણની અને તેમના સાથીઓની બાળલીલા ખૂબ ઉત્સાહથી અને કુશળતાથી તેમણે વર્ણવી છે. ગેડીદડા, ગિલ્લીદંડા, લંગડી, આટાપાટા, ખે–, મારદડી, આમલી-પીપળી વગેરે વિષે લખેલા અભંગોમાં તેઓ ખૂબ ખીલ્યા છે. આ બધા પરથી લાગે છે કે બાળપણમાં એ કઈ એકલદોકલ છોકરા જેવા નહિ, પણ ખૂબ હોંશથી રમતમાં ભાગ લેનાર ઉત્સાહી ખેલાડી હોવા જોઈએ. પણ એથી કંઈ એવું ન માની બેસે કે તુકેબાનું બાળપણ ખેલવા-કૂદવામાં જ વીત્યું હતું. ખેલાડીપણાને રંગ તેમની ભાષામાં દેખાય છે એટલું જ કહેવાનું છે. પાંડુરંગ ભગવાનના ભજન તરફ તો એ મૂળથી જ ઢળેલા હતા. એ સમયના રિવાજ મુજબ બહેબાએ એમના ત્રણે પુત્રોનાં લગ્ન સમયસર કરી નાખ્યાં. આ લગ્ન બાળપણમાં જ થયાં. તુકેબાના પહેલા લગ્ન વખતે તેમનું વય Scanned by CamScanner
Page #9
--------------------------------------------------------------------------
________________ પૂર્વજીવન ચૌદ વર્ષનું હશે. તેમની પત્નીનું નામ રખુમાઈ હતું, પણ એક જ વરસમાં, રખુમાઈ દમથી પીડાય છે એવી જાણ થતાં તુકેબાનાં મા-બાપે, પૂનાના આપ્પાજી ગુળવે નામના એક ધનવાન શાહુકારની પુત્રી સાથે તુકેબાને બીજી વાર પરણાવ્યા. તકેબાની આ બીજી પત્નીનું નામ જિજાઈ હતું. આમ ઘેર વહુએ આવવાથી કનકાઈના સંસાર-સુખને પાર રહ્યો નહિ હોય! પહેલી પત્ની હોવા છતાં બીજી પત્ની કરવાને ગુને તુકેબાને દેખાતો નથી એ આથી સ્પષ્ટ થાય છે. બધી રીતે સુખમાં મહાલતાં માતપિતાએ એક દિવસ મોટા દીકરા સાવજને બેલાવીને કહ્યું: “તમને આ બધું સોંપીને અમે મુક્ત થવા માગીએ છીએ. પણ સાવજીએ નમ્રતાપૂર્વક છતાં ચેખું જણાવી દીધું કે, “મારે આ જંજાળમાં પડવું નથી. જાત્રા કરીને માનવદેહને સાર્થક કરવાને મેં નિર્ણય કર્યો છે.” બોલ્હાબાએ તેને ખૂબ સમજાવી જે પણ કશો અર્થ સર્યો નહિ. આમ મોટા પુત્ર તરફથી નિરાશા સાંપડી એટલે પિતાએ બીજા પુત્ર તુકાબા ઉપર સંસારને બધે જ નાખ્યો. તુકેબાએ તેર-ચૌદ વર્ષની કિશોર વયે ગળે પડેલી આ સંસાર-ધૂંસરી સ્વીકારી લીધી. હિસાબ-કિતાબ, ખેતી અને જાગીર તરફ ધ્યાન આપવાનું, દુકાનની વ્યવસ્થા બરોબર જેવી વગેરે બધાં કામો ધીમે ધીમે શીખી લઈને કુશળતાપૂર્વક ચલાવ્યાં. આમ શુક જાતિમાં જન્મ્યા છતાં ધંધે વેપારી એવા પિતાને આ પુત્ર ખૂબ હોશિયાર, કુશળ, મહેનતુ અને પ્રામાણિક છે એવું બધા કહેવા લાગ્યા. Scanned by CamScanner
Page #10
--------------------------------------------------------------------------
________________ 10. સંત તુકારામ ચેપડા તપાસીને બધી મૂડી પહેલી જાણી લીધી. પિતાએ ઉપદેશ આપ્યો કે, “જાતે લેવડદેવડ કરવી અને નફાનુકસાનનું ધ્યાન રાખવાથી જ છેવટે આપણું હિત થાય છે.” પોતે એનું બરોબર પાલન કરશે એવી તકોબાએ ખાતરી પણ આપી દીધી ! તુકોબા આવું બોલી તો ગયા, પણ તેમના અંતરાત્માને તો “સંસારમાં જે કંઈ લાભ છે તે શ્રીહરિ છે અને અશાશ્વત એવા ધનસંચય નુકસાન છે. આ લાભ-નુકસાન ધ્યાનમાં રાખીને શ્રીહરિપદરૂપી પરમ લાભ પ્રાપ્ત કરી લે” એવો ઉપદેશ કઈક અદશ્ય શક્તિએ આપી દીધો. આમ ચાર વર્ષ સંસાર સારી રીતે ચલાવીને તુકોબાએ લોકો પાસે વાહવાહ કહેવડાવી. આ ગાળામાં માબાપનું સુબ-ખાસ કરીને માતાનું સુખ-ખૂબ સારી રીતે સુકોબાને સાંપડયું છે એવું તેમના અભંગો ઉપરથી લાગે છે. ભગવાનને માતા અને પિતા બન્ને આપણે કહીએ છીએ; છતાં તેમણે ભગવાનને માટેભાગે માતૃભાવે જ ભજ્યા છે. માતપિતાના એકસરખા જ ઉપકાર હોય છે; છતાં ઋતિમાં માતાનો ઉલલેખ પહેલો છે. “માતા” એ શબ્દમાં જે માધુર્ય છે, જે જાદુ છે, જે પ્રેમભંડોળ છે તે બીજા કોઈ શબ્દમાં નથી. આમ સુખમાં કેટલાંક વર્ષો વીત્યાં, પણ ભગવાનની ઇચ્છા તુકાબાને સંસારરૂપી બંધનમાંથી મુક્ત કરીને લોકોને ઉદ્ધાર કરવાના કામમાં પરોવવાની હતી, એટલે તેમની ઉપર એક પછી એક એવાં કારમાં સંકટો નાખ્યાં અને સંસાર માટે રચાતા નેહબંધની પાળ તોડી નાખી. તુકોબા સત્તર વરસના થયા ત્યાં તે પિતાનું અવસાન થયું, અને Scanned by CamScanner
Page #11
--------------------------------------------------------------------------
________________ મોટા ભાઈ સાવજની પત્ની પણ મોતના મોંમાં ઝડપાઈ ગઈ. આથી તેમને ખૂબ દુખ થયું અને શોકમાં ગરકાવ થઈ ગયા. બીજે વરસે સાવજ પણ જાત્રા કરવા ચાલ્યા ગયો. શરૂથી જ સાવજ સંસાર પ્રત્યે ઉદાસ હતો. તેમાં પત્નીને પાશ છૂટતાં એ વધારે વિરક્ત બની બેઠે. એ વખતે સાવજીની ઉંમર પણ બહું મોટી નહોતી. પૂરાં વીસ વર્ષ પણ નહિ થયાં હોય; તોપણ બીજું લગ્ન કરીને ફરીથી એ જ જાળમાં ફસાવાની એની તૈયારી નહિ હોવાથી હવે શેષ જીવન હરિભજનમાં ગાળવું છે એમ વિચારીને તેણે દેહુ ગામ છોડ્યું. સાત પુરી (નગરી), બાર જ્યોતિલિંગ, પુષ્કર વગેરે તીર્થોની જાત્રા કરતાં કરતાં એ કાશીએ પહોંચ અને ત્યાં સત્સંગમાં અને આત્મચિંતનમાં તેણે બાકીનું જીવન વિતાવ્યું. આ તરફ કેબાને મોટા ભાઈને વિયોગનું ભારે દુઃખ સાલ્યું. પિતાનું અવસાન અને મોટા ભાઈનું ચાલ્યા જવું તેમને અસહ્ય થઈ પડ્યાં. સંસારમાં એમનું ધ્યાન ખૂબ ઓછું થઈ ગયું. તેમની આ ઉદાસીનતાનો ફાયદો લેણદારેએ લીધો અને પૈસા માટે તકાદે કર્યો. જેમને પૈસા ધીરેલા એ બધાંએ દેવાળાં કાચાં એટલે એ પૈસા તે જતા રહ્યા. આમ બાપીકી મિલકત હતી-નહતી થઈ ગઈ. બે પત્ની, એક બાળક, નાનો ભાઈ બહેન વગેરે કુટુંબને પિષવા પિસા તે મેળવવા જ પડે. એટલે ચૌટામાં તુબાએ પરચૂરણ ચીની એક દુકાન ખોલી. મેં વિઠ્ઠલ–વિઠ્ઠલ” બોલ્યા કરવું, જૂઠું બોલવું નહિ, દગાબાજીને વેપાર કરે નહિ, બધા પર દયા રાખીને છૂટે હાથે માલ આપો અને ધંધાની ચિંતા ન કરવી. એ Scanned by CamScanner
Page #12
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ રીતે ચાર વરસ નીકળી ગયાં. પણ આવી નીતિને કારણે દુકાનમાંથી ચાર પૈસા મળવાને બદલે એ ખોટને બંધ થઈ પડ્યો. ટાઢ, તડકે, ઊંઘ કે આળસને ગણકાર્યા વિના રાત-દિવસ દુકાનમાં વિતાવે છતાંય પૈસે ન મળે. ઊલટાનું દેવું વધવા લાગ્યું. લેણદારે ઘરમાં પેસીને ચીજ-વસ્તુઓ પણ લઈ ગયા. દેવાળું કાઢવાનો વખત આવ્યું. સગાંસંબંધીઓ એકાદ વાર બચાવી શકે કે એકાદ વાર સસરા પણ મદદ કરે, પણ ક્યાંય મેળ ન બેઠે. પહેલી પત્ની ગરીબ હતી, પણ બીજી પત્ની જિજાઈ ખૂબ તેજ સ્વભાવની હતી. ઘરમાં તેણે ધોલ-ધપાટ અને કર્મશતા શરૂ કરી દીધી. સંસારને આ તડકે સુકાબા ઉપર સવાર થઈ બેઠે. ઘરમાં પત્નીનો કકળાટ અને બહાર લેણદારોના તકાદાને લીધે તેમની સ્વસ્થતા હરાઈ ગઈ. મન કકળી ઊઠ્યું. જે કરે એ બધું જ ઊંધું થવા લાગ્યું. એક વખત રાતે બળદ ઉપર અનાજ લાદીને આવતી વખતે એક આખી ગુણ રસ્તામાં પડી ગઈ. ઘરમાંનાં ચાર ઢોરમાંથી ત્રણ કેઈ રોગથી અકસ્માત મરી ગયાં. જે પ્રસંગ ટાળવા માટે એ મથતા એ જ આવી પડ્યો. તેમનું દેવાળું નીકળ્યું. પછી તે ગામ આખું તેમની પાછળ પડયું. “તું વિઠોબાનું નામ ઉચ્ચારે છે તેનું જ આ ફળ” એમ કહીને બધાં તેમને ચીડવવા લાગ્યાં. કોઈ તેમના સામું જોતું પણ નહિ. ઉછીનું કે ઉધાર કેાઈ તેમને આપતું જ નહિ. ત્યાર પછી એકવાર તુકારામે ખૂબ હિંમત ભેગી કરીને મરચાં વેચાતાં લીધાં અને કેળાઓ ભરીને એક દિવસ કંકણ તરફ ગયા. ત્યાં પણ તેમના ભેળપણને લીધે લુચ્ચાઓએ લૂંટી લીધા અને પૈસા ખ્યા. ભગવાનની Scanned by CamScanner
Page #13
--------------------------------------------------------------------------
________________ પૂર્વજીવન દયાથી થોડા પૈસા વસૂલ થયા. એ લઈને પાછા ફરતાં રસ્તામાં એક ધુતારાએ પિત્તળનું ઢોળ ચડાવેલું કડું સેનાનું કહીને તુકારામને વેચ્યું અને રૂપિયા લઈ ગયે. તુકારામ ગામમાં આવ્યા તે પછી એ કર્યું સેનાનું નહિ પણ પિત્તળનું છે એવી ખબર પડી, એટલે લોકોએ તેમને ફજેત કર્યા; અને પત્નીએ તે તેમને બરાબર ઉઘડે લીધા. આ રીતે પૈસાને બદલે લેકનિંદા મળી. આમ બનવા છતાં વધુ એક વાર જિજાઈએ પિતાને નામે બસો રૂપિયા લાવીને તુકેબાને આપ્યા. તકેબા એનું મીઠું ખરીદીને દૂર દેશાવર લઈ ગયા અને બસના અઢીસે કર્યો. પણ પાછા વળતી વખતે રસ્તામાં ગરીબીને લીધે નંખાઈ ગયેલો એક બ્રાહ્મણ મળે અને તે મદદ માટે ખૂબ કાકલૂદીઓ કરવા લાગ્યો. એટલે તુકારામને મનમાં દયા આવવાથી તેમણે બધા રૂપિયા તેને આપી દીધા. ઘેર આવતાંની સાથે જ જિજાઈએ તેમની બરાબર ખબર લઈ નાખી. એવામાં આખા પૂના જિલ્લામાં ભયંકર દુકાળ પડ્યો. માણસે અને બાળકો ધાન વિના હેરાન થવા લાગ્યાં. વરસાદ પડ્યો નહિ, પીવાનું પાણી પણ દુર્લભ બની ગયું, ઘાસ વિના ઢોર ટપોટપ મરવા લાગ્યાં. તુકારામની પહેલી પત્ની બીજા લોકોની જેમ ભૂખે મરી ગઈ. તેઓ ફજેત તે થયા હતા અને ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. તેમને કેઈ બારણે ઊભા રહેવા નહોતા દેતા. બજારમાં રૂપિયે શેર અનાજ વેચાયું. અનાજ વિના મોટી અને લાડકી પત્ની મરી ગઈ એ વાતથી તેમને ભારે દુખ થયું. પત્નીની પાછળ પાછળ તેમને પહેલો અને લાડકો Scanned by CamScanner
Page #14
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ પુત્ર સંતબા પણ મરી ગયે. માતા પણ મરી પરવાર્યા, આમ દુઃખની અવધિ ન રહી. પિતાના અવસાન પછીનાં ચાર-પાંચ વરસમાં તે તુકારામન સંસાર છિન્નભિન્ન થઈ ગયે. ઠેર-ઢાંખર, પત્ની, પુત્ર, આબરૂ–એ બધાંને સાથે ગુમાવવાથી તુકારામ પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો. એમનું અંતઃકરણ કકળી ઊઠયું. દેહ ગામમાં રહેવા પગ ના પાડતો હતે. આમ તેમને સંસાર છિન્નભિન્ન થઈ ગયો. સંસારમાં સુખ-દુઃખ સૌ કોઈને આવે છે. તુકાબાએ આ દુનિયામાં માંડ ચાર સારાં વર્ષો ગાળ્યાં ત્યાં જ મિલકતને નાશ, અપમાન, દુકાળ અને આપ્તજનેનાં મૃત્યુ વગેરે એક પછી એક દુઃખોનો ખડકલો થઈ ગયે. સંસારનું ભયંકર સ્વરૂપ આથી તેમને દેખાયું. મા, બાપ, ભાભી, પત્ની અને પુત્ર બધાં ખપી ગયાં અને કપરા કાળમાં બધાં દુઃખ એકી સાથે પોતાના પર આવી પડ્યાં, તેથી તેમના મનને પહેલે અને માટે ધક્કો લાગ્યો. ચોમેર ઉદાસીનતા વ્યાપી ગઈ. આવે વખતે જે જિજાઈ શાંત સ્વભાવનાં હેત તે તેમણે પતિનું દિલ પ્રેમથી બહેલાવ્યું હોત, પોતાના આંતરનાદ પ્રમાણે વતીને સંસારવૃક્ષ ઉપરથી ઊડી જનારા પંખીની જેમ ઊડી જતા તેમના મનને જિજાઈને મીઠા બોલે કદાચ સંસારમાં જકડી લીધું હોત, પણ આ આપણે તરંગ શા કામનો ? ભગવાને નક્કી કર્યા પ્રમાણે દુનિયાનો કેમ ચાલે છે. સામાન્ય માણસે દુઃખના બેજથી ચગદાઈ મરે છે, પણ એ જ દુઃખ સદ્દભાગી મનુષ્યના ઉદ્ધારનું કારણ બને છે. તુકેબાને પણ આ સદભાગીની કેટીમાં મૂકી શકાય. આવા કપરા કાળમાં પણ તેમણે અપાર ધીરજ દાખવી. Scanned by CamScanner
Page #15
--------------------------------------------------------------------------
________________ પૂર્વજીવન દુઃખના પ્રસંગો જ આપણા હિતનાં બારણાં ખેલે છે. આપણે શાણપણ કેળવી શકીએ તે માટે ભગવાન સારા ટા પ્રસંગે વડે આપણું કટી કરે છે અને ડહાપણના પાઠ શીખવે છે. પણ એ શીખવાને બદલે આપણે મૂઢ અને ઠેઠ નિશાળિયાની જેમ વારંવાર ભગવાનના હાથની લાકડીને માર ખાઈએ છીએ. કોઈક પુણ્યશાળી જ આવા પ્રસંગોમાંથી ભગવાનની ઈચ્છા જાણીને વધુ ને વધુ ડાહ્યા બને છે. સર્વજ્ઞ ભગવાન જે કરે છે તે આપણા હિત માટે જ કરે છે એ અડગ વિશ્વાસ પુણ્યશાળી લોકોને હોય છે. " જે કાંઈ થશે તે મારા હિત માટે.” જેવું સુખદાયક સૂત્ર, તત્તવાક્ય તે ઉચ્ચારે છે અને તેને આધારે જ મહાન આપત્તિ વખતે પણ એ અડગ રહી શકે છે. સામાન્ય માણસોમાં અને મહાત્માઓમાં આ જ મોટો ફરક છે. દુઃખેના ડુંગરા જેમ જેમ વધુ ખડકાય છે, તેમ તેમ તેમની નિષ્ઠા વધુ મજબૂત થાય છે. તુકેબા ઉપર આટલાં બધાં દુઃખ આવી પડ્યાં અને દુકાળમાં હજારો માણસને ટપોટપ મરતાં તેમણે જોયાં ત્યારે મૃત્યુલેકની રીત સમજાઈ અને તેમના મનમાં વૈરાગ્ય પદા થયો. આ ભવસાગરમાંથી પાંડુરંગ સિવાય કઈ તારનાર નથી એ તેમને નિશ્ચય થયા. માતા-પિતા અને પત્ની-પુત્ર મરી ગયાં ત્યારે પણ આ ધીર પુરુષ, •ષિ ! તારું-મારું રાજ, નહિ બીજા કે"નું કાજ.” Scanned by CamScanner
Page #16
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ ગાઈને ભજન–સુખને સંતોષ માન્યો. દેવાળું નીકળ્યું, દુકાળે કાળો કેર વર્તાવ્યો, પત્ની કર્કશા મળી, અપમાન થયું, પૈસે અને ઢોર-ઢાંખર ગયાં એટલે લેકલાજ છેડીને તેઓ ભગવાનને શરણે ગયા અને કહ્યું કે આ બધું “સારું થયું, કારણ કે “સંસાર વમન (ઊલટી) થઈને નીકળી ગયે અને તારું જ ચિતન રહી ગયું.” શરીર નાશવંત છે, મોતને ભેટવાનું જ છે, સંસાર હમેશાં દુઃખરૂપ છે. સુખમાં બધાં સાથે કરે છે એ અનુભવ થતાં તુકેબા પ્રપંચો છોડીને અવિનાશી સુખ માટે મથ્યા. વિરાગ્ય સહેલું નથી, ભગવાનની કૃપા વિના એ કેઈને મળતો નથી. જેના પર કૃપા કરવાની હોય છે તેને વિરાગ્યનું દાન ભગવાન પહેલું આપે છે. આ પરમ અને શુદ્ધ વિરાગ્ય તુકબાને મળ્યા અને પરમાર્થ માટે તે વાપરવાની તેમણે શરૂઆત કરી. વિરાગ્ય સાથે તદાકાર થવા માટે તેમણે એકાંત સેવ્યું. ભામનાથના ડુંગર ઉપર તે પહેલી વાર ગયા અને ત્યાં પંદર દિવસ રહ્યા. ભગવાનના ધ્યાન અને નામના જાપમાં એ બધો સમય તેમણે વિતાવ્યું. પંદરમે દિને મને થયે સાક્ષાત્કાર, વિઠેબા ભેટી પડ્યા અને નિરાકાર.” -આ અભંગમાં તુકેબા કહે છેઃ “આ ભામગિરિ ઉપર બેસીને મેં ભગવાનનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. સાપ, વીંછી જેવાએ શરીરને ચટકા ભર્યા તેની વેદના થવા લાગી, પણ શરીર વિહીનતાને થોડો અનુભવ થયો એટલે પંદરમે દિવસે વિઠોબાને સાક્ષાત્કાર મને થયો.” Scanned by CamScanner
Page #17
--------------------------------------------------------------------------
________________ પૂર્વજીવન આ બાજુ કોબા ઘેરથી ચાલ્યા ગયાની ખબર પડતાં જ જિઈ બેચેન બની ગયાં. જિઈનો સ્વભાવ ઉતાવળિયે હતો, છતાં તેઓ ભારે પતિવ્રતા હતાં, તુંકાબા સિવાય તેમને કશું સૂઝતું નહિ. કાહેબાને તેમની શોધબાળ માટે જિજઈએ મોકલ્યા. અંતે ભામનાથ ઉપર તુકોબી મળી આવ્યા. ખૂબ આગ્રહ કરીને તુકાબાને ઘેર લઈ આવ્યા. તેમને જોઈને જિજાઈની ખુશીનો પાર ન રહ્યો. વડીલો તરફથી વારસામાં મળેલા બધા દસ્તાવેજો તુકોબા ઇંદ્રાયણીના વહેણમાં મૂકી દેવા લાગ્યા. એટલે કાન્હાબા નમ્રતાથી બોલ્યા: “તમે તે હવે સાધુ થયા, પણ મારે સ્ત્રી–બાળકોનો નિભાવ કરવાનો છે. આ બધું ફેંકી દેશે તો મારા માટે શું રહેશે?” આ સાંભળીને તુકેબાએ કહ્યું: “ખરી વાત છે. આમાંના અડધા દસ્તા જે લઈને તું જુદો થા અને તારે સંસાર ચલાવ. અમારો બધો ભાર હવે વિઠોબા ઉપર છે. મેં હવે આ મારો રસ્તો નકકી કર્યો છે. પાંડુરંગ મારી સંભાળ રાખશે. તારા ઉપર હવે અમારો બેજે પડવા નહિ દઉં. તું તારે ભાગ લઈને જુદા થા. અમારી ચિંતા કરીશ નહિ.” અને અડધા દસ્તાવેજો તેમણે કાન્હાબાને હવાલે કર્યો અને પોતાના ભાગના તરત ઇંદ્રાયણીને અર્પણ કરી દીધા. તુકલાએ પોતાની બધી વૃત્તિઓ હવે પાંડુરંગ તરફ વાળી દીધી. આ વૃત્તિને પાછી ખેંચી લેનારી કે જકડી રાખતી એકેય ખોટી આશા તેમનામાં રહી નહીં. નાના બેજાથી જડ થયું શરીર, 'સંસારમાં તરફડ્યો ખૂબ,* કરજને આ અનુભવ તે મેળવી ચૂક્યા હતા. હવે Scanned by CamScanner
Page #18
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ લેણદેણની કડાકૂડમાંથી કાયમનું છૂટીને નિશ્ચિતપણે હરિ ભજનમાં મગ્ન રહેવા માટે દસ્તાવેજો પણ નદીમાં નાખી દીધા. આ પછી તેમણે કદી ધનને સ્પર્શ સુદ્ધાં કર્યો નથી. ગરીબીએ બેહાલ બનાવ્યા, જરૂર પડયે ભિક્ષા ઉપર નિભાવ કર્યો, પણ જીવનભર ધનનો સ્પર્શ કરવાને નિશ્ચય કરેલો એટલે સુવર્ણ પાશમાંથી એ હમેશ માટે મુક્ત થયા. ઘણા લાંબા સમય સુધી તુફબાનો નિત્યક્રમ આવે હત : સવારમાં પ્રાતઃક્રિયાથી પરવારીને વિઠેબાના મંદિરમાં જઈ પૂજા કરવી અને ઇંદ્રાયણમાં થઈને સામે કિનારે ભામનાથ, ભંડારા કે ગોરાડા એ ત્રણમાંથી કોઈ પણ ડુંગર ઉપર જઈને જ્ઞાનેશ્વરી ગીતા કે એકનાથી ભાગવતના વાચનમાં કે ભગવાનના નામના જાપમાં આખો દિવસ એકાંતમાં ગાળવો. રાત પડે એટલે ગામમાં આવીને મંદિરમાં કીર્તન-શ્રવણમાં અને પછીના કીર્તન કરવામાં અડધી રાત ગાળીને પાછલી રાતે થેડી ઊંઘ લેવી. આવી વિરક્તાવસ્થામાં રહેતાં રહેતાં તેમણે ભૂખતરસને જીતી લીધાં. ઊંઘ અને આળસ બન્ને ચાલ્યા ગયાં. આહારવિહાર જરૂર મુજબ થતા એટલે ઇંદ્રિયજિત થયા. આ બધું ધીમે ધીમે સાધ્ય બન્યું. સારા ગ્રંથોનું સેવન, નામ મરણ, કીર્તન, ધ્યાન અને અભ્યાસ આ જ અરસામાં થયો. | આમ સંસારનો અનુભવ લઈ અને તેની અસારતા જાણી લઈ તકોબાએ પરમાર્થને આ માર્ગ પકડ્યો. Scanned by CamScanner
Page #19
--------------------------------------------------------------------------
________________ 2 : વારિકરી સંપ્રદાય પ્રપંચાથી થાકેલું તુકેબાનું મન સહજ રીતે જ પરમાર્થ તરફ વળ્યું. વૈરાગ્યથી શુદ્ધ થયેલા દિલમાં જ જ્ઞાનનાં બી રોપાય છે, એટલે વૈરાગ્ય સ્વીકાર્યા પછી તુકેબાએ કઈ સાધના દ્વારા ભગવાનની કૃપા મેળવી એ આપણે જોઈએ. તુકેબાનું કુળ (વારકરી) જાત્રાળુઓનું. એટલે જાત્રાળુ એની રીતભાત ઘરમાં તેમને જન્મથી જ શીખવા મળતી. આષાઢી અને કાર્તિકી એકાદશીની પંઢરપુરની જાત્રાએ ઘરમાં ચાલુ હતી. વૈરાગ્ય પ્રાપ્ત થયા પહેલાં કેટલીય વખત એ પઢંરપુર જઈ આવ્યા હતા. જ્ઞાનેશ્વરી ગીતા અને એકનાથી ભાગવત, નામદેવ અને એકનાથના અભંગો તેમણે બાળપણથી જ ઘરમાં અને બહાર સાંભળ્યા હતા. એકનાથ મહારાજ આનંદીથી ગયા ત્યારથી આળંદીની જાત્રા વધી અને વારકરી સંપ્રદાયને પ્રચાર પૂના જિલ્લામાં વધવા લાગ્યું. આદીમાં, પૂનામાં, દેહમાં અને આસપાસનાં ગામોમાં એકાદશીને ઉપવાસ, ભજનો, કીર્તન વગેરેનું વાતાવરણ ખૂબ હતું. આવી પરિસ્થિતિ માં તુકેબાના મન ઉપર સહજ રીતે જ ઘરના વારકરી પંથની પકડ જામી. એ પંથન જ કમ તેમણે સ્વીકાર્યો અને આખરે પિતાના તપોબળથી એ પંથના જ્યોતિર્ધર થયા. કામ-ક્રોધ-લોભરૂપ સંસારમાંથી જીવ હટે એટલે માણસ મોક્ષમાગ સજનને સંગ પહેલો કરે છે. સતત Scanned by CamScanner
Page #20
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ સત્સંગ, સારાં શાસ્ત્રોનો અભ્યાસ, ગુરુની કૃપા અને આત્મારામ સાથે મિલન–આ ક્રમમી જીવ સંસારની ગરબડમાંથી મુક્ત થાય છે. વારકરી સંપ્રદાય ખૂબ જુનો છે–સંત જ્ઞાનેશ્વરની પણ પહેલાંને. મહારાષ્ટ્રનો એ ભાગવતધર્મ ગણાય. એના સિદ્ધાન્ત ટૂંકમાં આ પ્રમાણે છે: (1) વિષષ્ણુ ભગવાનના બધા અવતાર માનવા છતાં મુખ શ્રીવિઠ્ઠલ(ગોપાળકૃષ્ણ)ની ઉપાસના. (2) ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત અને સંપ્રદાયપ્રવર્તક સંતેનું સાહિત્ય વાંચવું-સાંભળવું. (3) અભેદભક્તિ, અદ્વૈતભક્તિ કે મુક્તિ માટેની ભક્તિનું ધ્યેય. (4) અખંડ નામસ્મરણ એ મુખ્ય સાધન. (5) “રામકૃષ્ણહરિ” મુખ્ય મંત્ર હોવા છતાં શ્રીહરિનાં અનંત નામેનું સ્મરણ. (6) ગરુડ, હનુમાન અને પુંડરીક જેવા ભક્તોને માનવા. (7) શંકરને આદ્યગુરુ માનવા. (8) નારદ, પ્રહલાદ, ધ્રુવ, અર્જુન અને તેમણે સ્વીકારેલા બધા સંતોને માનવા. (9) સંતેએ ઉચ્ચારેલા નામમંત્રોનું સમરણ કરવું. (10) સંતે, ગાય, બ્રાહ્મણ અને અતિથિને પૂજ્ય ગણવાં. (11) એકાદશી અને સોમવારનું મહાવ્રત કરવું. Scanned by CamScanner
Page #21
--------------------------------------------------------------------------
________________ પારકરી સંપ્રદાય (12) ચંદ્રભાગા, પંઢરપુર, વ્યંબકેશ્વર, આળદી, પઠણ, સાસવડ, ગંગા-ગોદા-યમુના અને કાશી-દ્વારકાજગન્નાથ વગેરે મહાતીર્થ ગણવાં. (13) પરસ્ત્રી, પરધન, પરનિંદા, મઘમાંસ અને હિંસા વગેરે છોડી દેવાં. (14) વર્ણ ધર્મ, જાતિધર્મ, કુળધર્મ અને આશ્રમધર્મનું પાલન કરવું. (15) સર્વ પ્રત્યે દયા. સમતા રાખવીને બધાંને ઉપયોગી થઈ પડવાનું પરોપકારવ્રત સ્વીકારવું. વારકરી સંપ્રદાયના આ મુખ્ય સિદ્ધાન્તો છે. તુકોબાની પહેલાં આ જ સિદ્ધાતો જાત્રાળુઓમાં પ્રચલિત હતા. તકોબાએ પણ પિતાના ચારિત્ર્યથી તેમ જ ઉપદેશોથી આ જ સિદ્ધાન્તોનો પ્રચાર કર્યો. મહેનત કરીને શરીર થાકે ત્યાં સુધી પોપકાર કરવાની તકેબાની તત્પરતા હતી. ખેતરનું રખોપું કઈ સેપે તો તે કરતા. બોજ ઉપાડવાનું કોઈ કહે તે મોટે ભારે જ પણ એ ઉઠાવી જતા. કોઈ ઘેડાને ખરેડો કરવાનું કહે તો કરી દેતા. આવો મફતને નોકરી મળે તે કોણ છેડે? બધા તુકાબાને બેલાવવા લાગ્યા. એ બધાંને નારાયણનાં સ્વરૂપ માનીને તકોબા તેમની સેવા કરતા. આ સેવાભક્તિને મમ દેહુ ગામના લોકોને કે જિજાઈને નહેતે સમજાય. તુકાબા નકામાં કામોમાં વખત બગાડે છે, એમ માનીને તેને આમ નકામો રખડવા ન દે. એવું પણ ઘણાએ વિચાર્યું હશે, પણ જિજાઈને તે, તુકાબાને પિતાના ઘર સિવાય બીજાનું ગમે તેવું કામ Scanned by CamScanner
Page #22
--------------------------------------------------------------------------
________________ 22 સંત તુકારામ પણ કરતા જોઈ ખૂબ નાનમ લાગી. એનો પક્ષ લઈ કઈ બોલતું પણ ખરું: ‘ગામના લોકોનાં કામ તુકોબા કરે છે, તે ઘરનાં માણસનાં કામ કરવામાં તેમનું શું જાય છે?” આના જવાબમાં એમ કહી શકાય કે ઘરનાં માણસોનાં કામ તો આપણે બધાં હમેશાં કરીએ જ છીએ; પણ તે આપણું પ્રેમ અને મમતાનો જ એક પ્રકાર હોવાથી આખરે તે આપસેવા જ ગણાય. પરોપકાર એટલે તો આપણે જરા પણ સંબંધ ન હોય એવા પારકા ઉપર ઉપકાર કરે તે અને ઉપકાર એટલે બદલાની, વખાણની કે આશીર્વાદની પણ અપેક્ષા રાખ્યા વિના ભગવાન તરફના ભાવને લીધે કાયા, વાચા અને મનથી સુખડની જેમ ઘસાવું તે. આ પાપકારમાં કે લેકસેવામાં અનેક લાભ હોય છે. નિષ્કામ કર્મ કરવાની ટેવ પડે છે. આત્મભાવના વિકસિત થઈને આ સાડાત્રણ હાથમાં જ દેહ સમાયેલો છે એવા સંકુચિત ભાવમાં વ્યાપકતા આવે છે; શરીરનું મહત્ત્વ ઘટે છે અને સર્વવ્યાપી ભગવાન ખુશ થાય છે. ઘરનાં લોકોને બદલે પારકાંની સેવા કરવાથી આ લાભ વધુ મળે છે. તેથી બની શક્યો તેટલો પરોપકાર કેબાએ શરીરને થકવીને પણ કર્યો. પોતાના સાધન માર્ગનું એક અંગ તેને ગણે. કઈ વટેમાર્ગ રસ્તે અચાનક મળી જાય કે તકોબા તેનો બેજ પિતે ઉપાડી લે અને પેલાને છેડી વાર વિસામે લેવા દે. કેઈ વરસાદમાં ભીંજાઈ ગયું હોય તે તેને કોરું કપડું આપે અને બધી સગવડ કરી આપે. . જાત્રાળુના પગ સૂજી ગયા હોય તે ગરમ પાણું કરીને Scanned by CamScanner
Page #23
--------------------------------------------------------------------------
________________ વારકરી સંપ્રદાય 23 જાતે શેક કરી આપે. ગાય-બળદ નકામાં અને ઘરડાં થઈ જાય એટલે તેમને નિર્દય માલિકે ઘરમાંથી કાઢી મૂકે છે, એવાં ઢોરને ચારોપાણી આપે. કીડીના દર ઉપર ખાંડ ભભરાવે. હિંસાનો વિચાર સરખેય ન કરે. ચાલતી વખતે પગ નીચે કઈ જીવ ચગદાઈ ન જાય એ માટે સંભાળીને ધીમેથી ડગલાં મૂકીને ચાલે. કીર્તનમાં ખૂબ ઉકળાટ હોય ત્યારે શ્રોતાઓને જાતે વીંઝણો ઢળે. નદીએથી પાણી ભરી લાવતાં કેાઈ થાકી ગયું હોય તે તેની ગાગર ઊંચકીને ઘેર પહોંચાડી દે. કઈ જાત્રાળુ માંદુ પડે તે તેને મંદિરમાં લઈ જઈને એની સારવારની વ્યવસ્થા કરે. માણસ અને પશુ-પંખીમાં ભેદભાવ રાખ્યા વિના બધા જીવોને સરખા માનીને બધાનાં શરીર ભગવાનનાં જ માને અને મન વચન તથા કાયાથી અને પાસે હોય તો ધનથી બધાને ઉપયોગી થાય. અકોબાને આવો જીવનકમ શરૂ થઈ ગયો. આને લીધે તુકોબા બધાને ખૂબ પ્રિય થઈ પડ્યા. એક દિવસ એક ઘરડાં ડોશીના કહેવાથી તકોબાએ તેમને તેલ લાવી આપ્યું. એ તેલ દર વખત કરતાં વધારે દિવસ ચાલ્યું. આ વાત ગામમાં ફેલાતાં તેલ લાવવા માટેનાં વાસણોના ઘેરઘેરથી તુકોબા સામે ઢગલા થવા માંડ્યા. એ બધાંયને તેમણે તેલ લાવી પણ દીધું! - એક બળદની જેમ ભારે બેજની ધુંસરી તકેબા ખેંચી રહ્યા છે એથી જિજાઈ ખૂબ ગુસ્સે થયાં. એક દિવસ એક ખેડૂતે તુકેબાને પોતાને ખેતરે શેરડીને રસ પીવા બોલાવ્યા. આ નિમંત્રણ જિજાઈએ સાંભળેલું એટલે જતી વખતે તુકેબાને યાદ દેવડાવ્યું કે “એ ખેડૂતે વળતી Scanned by CamScanner
Page #24
--------------------------------------------------------------------------
________________ 24. સંત તુકારામ વખતે તમને શેરડીના સાંઠાને જે ભાર આપે તે મારાં છોકરાંઓ માટે વેર લેતા આવજો.” તુકાના ખેતરે ગયા ત્યાં ખેડૂતે તેમને પેટ ભરીને રસ પિવડાવ્યા પછી શેરડીના સાંઠાને મેટોભારે ઘેર લઈ જવા બાંધી આપ્યો. શેરડી ઊંચકીને ગામમાં આવતા તુકોબાને જોઈને ગામનાં બધાં છોકરાં તેમની પાસે શેરડી માગવા લાગ્યાં. બધાં છોકરાંને શેરડી વહેચી દીધા પછી ત્રણ જ સાંઠા બાકી રહ્યા તે લઈને તે ઘેર આવ્યા. જિજાઈને થયું કે એમણે ગામનાં છોકરાંને શેરડી વહેચી દીધી લાગે છે. તુકોબાએ સાચી વાત કહીઃ “બધાં બાળકો આપણું જ છે. તારાં ત્રણ બાળકો માટે ભગવાને ત્રણ સાંઠા બાકી રહેવા દીધા. બાકીની શેરડી જેની હતી તેને વહેંચી દીધી.” તુકેબા આવા ઉદારદિલ હતા. પિતાનું અને પારકું તેમનામાંથી જતું રહ્યું હતું. તેમની આખી જિંદગી તેમના જીવનની દરેક પળ ભગવાનના ભજનમાં અને પરોપકારમાં વીતી. તેમના પ્રયાણ પછી તેમની અભંગવાણી આજે પણ જડ છાના ઉદ્ધારનું કામ કરી રહી છે. આ અભંગવાણું તેમના પરોપકારી જીવનનું ચિરંજીવ સમારક ગણી શકાય. Scanned by CamScanner
Page #25
--------------------------------------------------------------------------
________________ 1 - 3581 3: ધર્મગ્રંથોને અભ્યાસ * તુકારામ જેવાને ગ્રંથોના અભ્યાસની શી જરૂર હતી ? એ ક્યાં કેઈ નિશાળમાં ભણવા ગયા હતા? ભગવાનની કૃપા થઈ અને આપોઆપ અમંગવાણી તેમના મુખમાંથી સરી પડી હતી. કેટલાક વાચકે ઉપરનું મથાળું વાંચીને દલીલ કરે પણ ખરા. આ દલીલ સાચી પણ ગણાય. પણ સ્વયંકુરણ થઈ તે પહેલાં તુકારામે કંઈ અભ્યાસ કર્યો હતો કે નહિ? સ્વયંસ્કરણે તેમને જ શા માટે થઈ? દેહુમાં અને બીજે પણ એ વખતે અનેક ભક્તો હતો. વાવ્યા વિના ઊગતું નથી અને સહન કર્યા વિના કંઈ મળતું નથી. એ કમનો મુખ્ય સિદ્ધાંત છે. ભગવાન મેળવવા માટે તુકારામે જે સાધના કરી તેમાં ધર્મગ્રંથોનો અભ્યાસ પણ હતા. તેમની નિશાળ એટલે પંઢરીનાથનો ભાગવત સંપ્રદાય અને તેમના શિક્ષક એટલે તેમની પૂર્વે થઈ ગયેલા સંતેનું મંડળ. તુકારામ વારકરી સંપ્રદાયની શાળામાં તૈયાર થયા અને આ સંપ્રદાયના મુખ્ય ગ્રંથોને તેમણે ભક્તિપૂર્વક અભ્યાસ કર્યો. ભાગવત ધર્મના મુખ્ય બે ગ્રંથ છે. ગીતા અને ભાગવત. વેદશાસ્ત્રનું રહસ્ય ગીતામાં અને ગીતા-ગાયક શ્રીકૃષ્ણનું સુમધુર ચરિત્ર ભાગવતમાં કહેવાયું છે. શ્રીકૃષ્ણના જ્ઞાનના અધિકારી ભક્તો બે H એક અર્જુન અને બીજા ઉવ. શ્રીકળે અર્જુનને ગીતામાં અને ઉદ્ધવને ભાગવતના અગિયારમા સ્કધમાં ભાગવત ધર્મનું હસ્ય સમજાવ્યું Scanned by CamScanner
Page #26
--------------------------------------------------------------------------
________________ 26 સંત તુકારામ હોવાથી તેનું જ જ્ઞાનેશ્વર અને એકનાથે સરળ અને સર્વ લોકોને સમજાય એવું ભાષાંતર કર્યું. ગીતા પ્રવૃત્તિમાને સમજાવે છે અને ભાગવત નિવૃત્તિમાર્ગને-એવું કેટલાક વિદ્વાનો માને છે; પણ બન્ને ગ્રંથો પ્રવૃત્તિ-નિવૃત્તિના પડદા હટાવનારા છે. જ્ઞાન અને ભક્તિનો સુમેળ બન્ને ગ્રંથમાં થયેલ છે. ગીતાના મૂળ કોનો તુકારામ રોજ પાઠ કરતા, એટલે ગીતાની છાયા તેમના અભંગો ઉપર ઠેર ઠેર દેખાય છે. પરમાર્થના માર્ગ વિષે જે કોઈ તેમને પૂછવા જતું તેમને તે ગીતાનો પાઠ કરવાનું કહેતા. તેમના જમાઈ અને શિષ્ય માલજી ગાડે ચેલવાડીકરને તેમણે ગીતાનો પાઠ કરવાનું કહ્યું હતું. બહિણબાઈને તેમણે સ્વમમાં “રામકૃષ્ણહરિ એ મંત્રનો જાપ અને ગીતા-પાઠ કરવાનું કહ્યું હતું. | ગીતાની જેમ મૂળ ભાગવત પણ તુકારામે બરોબર વાંચ્યું હતું. તુકારામની કવિતામાં પ્રણ બીજા બધા સંતની જેમ ભક્તોનો ઉલ્લેખ આવે છે. આ બધા ભક્તો ભાગવતમાં આવેલા છે તે જ છે. તુકારામે અનેકવાર ભાગવત સાંભળ્યું છે, વાંચ્યું છે અને તેનું કીર્તન કર્યું છે. ભાગવતના અનેક શ્લોકો તેમને મુખપાઠ થઈ ગયા હતા. તેમાંના કેટલાય સિદ્ધાંતો એમના દિલમાં ઊતર્યા હતા, તેમાંની કેટલીય ભક્તકથાઓ તેમની ભક્તિોતથી ઝળહળી ઊઠી. ભાગવતનો તેમણે ખૂબ અભ્યાસ કર્યો હતો એ તેમના અનેક અભંગમાંથી જોઈ શકાય છે. ભાગવત સિવાયના બીજા પુરાણે પણ તુકારા Scanned by CamScanner
Page #27
--------------------------------------------------------------------------
________________ 27 ધર્મગ્રંથોનો અભ્યાસ ખૂબ હોંશથી વાંચેલાં અને તેમાં આવતી ભક્તકથાઓની તેમના મન ઉપર ભારે અસર થઈ એ ઉલ્લેખ અનેક વાર તે કરી ચૂક્યા છે. પુરાણો ઉપરાંત દર્શન પણ તેમણે જોયાં હતાં. પણ ભગવાન નારાયણ સિવાય બીજું કોઈ સમર્થ નથી એ જ સાર તેમણે એમાંથી લીધો. પુરાણે વિષેને પ્રેમ ઘણે ઠેકાણે તુકારામે વ્યક્ત કર્યો છે. પુરાણના ભક્તોની કથાઓ વાંચીને એ તલ્લીન થઈ જતા. એના જેવી ઉત્કટ ભક્તિ પોતે ક્યારે કરી શકશે એ માટે તલપતા. આમ ગીતા, ભાગવત વગેરે પુરા તુકારામના અભ્યાસનાં કેટલાં મહાન અંગો છે, તે આપણે તેમના અભંગો ઉપરથી જોઈ શકીએ છીએ. ભાગવતધર્મીઓને વિષ્ણુસહસ્ત્રનામ પહેલેથી જ વહાલું છે અને તેના નિત્યપાઠની પરંપરા પણ ખૂબ જૂની છે. તુકારામ પણ વિખણુસહસ-નામને પાઠ કરતા. તેમણે એક લાખ પાઠ કર્યા હતા એવું વારકરી મંડળીઓમાં મેં સાંભળ્યું છે. સાત-આઠ ઠેકાણે તેમના અભંગોમાં પણ વિષ્ણુસહસ્ત્રનામનો ઉલ્લેખ આવેલ છે. તુકારામના અભંગોમાં કયાંક ક્યાંક જાણીતા સંસ્કૃત શ્લોકોનાં પ્રતીકો અને ભાષાંતરો આવે છે. તે પરથી પણ તેમનું બહુશ્રતપણું અને પાઠ કરવાની શક્તિનું અનુમાન કરી શકાય છે. એટલે કે ગીતા, ભાગવત, કેટલાંક પુરાણ અને મહિમ્ન સ્તોત્ર વગેરે તુકારામે પહેલેથી જ સારી રીતે જોયેલાં હોવાં જોઈએ. તુકારામને વાંચતાં-લખતાં નહોતું આવડતું એવું માનનારાઓને આ વાંચીને નવાઈ લાગશે, પણ Scanned by CamScanner
Page #28
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ ભંડારાના ડુંગર ઉપર તેમણે જ્ઞાનેશ્વરી ગીતા અને એકનાથ ભાગવત વગેરે ગ્રંથોનું કેટલીય વાર પારાયણ કર્યું હતું. અને બાળલીલાના અભંગ પણ પોતે લખ્યા હતા. આમ તે સારી રીતે વાંચી–લખી જાણતા હતા. એમાં તો શંકા જ નથી. તેમને સંસ્કૃત આવડતું કે નહિ અથવા કેટલું આવડતું એ પ્રશ્ન રહે છે. પણ ગીતા અને ભાગવતના લોકો સાથે સરખાવી શકાય એવું તેમના અભંગોમાંથી ઘણું મળી આવે છે. એથી આ પ્રશ્ન ઉકલી જ જાય છે. સંસ્કૃત ભાષાનું સારું એવું જ્ઞાન તેમને હોવું જોઈએ જેથી સહજ કુરતા અભંગમાં મૂળ સંસ્કૃત શ્લોકનો ભાવાર્થ અને કેટલાક દાખલામાં તો સંસ્કૃત શ્લોકોનાં ભાષાંતર પણ આપણને જોવા મળે છે. કઈ કહે છે કે વિરાગ્ય થયા પછી તુકારામ થોડા મહિના માટે પૈઠણમાં જઈને રહ્યા અને ત્યાં કોઈ વિદ્વાન શાસ્ત્રીને મુખેથી તેમણે સાથે ભાગવત સાંભળ્યું. તે પછી ભંડારા ઉપર આવીને પોતાની બુદ્ધિથી ભાગવતનો અર્થ બેધ મેળવવા ખૂબ પારાયણ કરી. ભાગવત સંપ્રદાયની ભાગવત-સંહિતાનાં સપ્તાહ ઘણાંએ જોયાં હશે અથવા ભાગવત ઉપર ચાતુર્માસમાં પુરાણે પણ સાંભળ્યા હશે આ રિવાજ ખૂબ જાણીતું છે. વારંવાર સાંભળવાથી કેટલાય કે ઘણાને મુખપાઠ થઈ જાય છે તેમ તુકારામને પણ થઈ ગયા હોય. આ બધાનું બહુજનસમાજ ઉપર સારું પરિ" આવ્યું. તુકારામની આ ભગવતિનો રોમેર ફેંકે વો" Scanned by CamScanner
Page #29
--------------------------------------------------------------------------
________________ ધમમ પોનો અભ્યાસ સંસકૃતની જેમ પોતાની માતૃભાષા મરાઠીનું પણ સુંદર અધ્યયન તેમણે કરેલું જણાય છે. જ્ઞાનેશ્વરી ગીતા અને એકનાથી ભાગવતના એ માં અભ્યાસી હતા, ભાગવત ધર્મપરંપરાના પ્રાચીન અને અર્વાચીન સાધુ સંતની જે કથાઓ તુકારામે વાંચી અને કીતનપુરાણમાંથી સંતના મુખેથી સાંભળી તેની તેમના મન ઉપર ઉડી છાપ પડી હતી. તેમના સિદ્ધાંતો દઢ બન્યા, વિચારો સ્થિર થયા, ભગવાન પ્રત્યેનો પ્રેમ ખૂબ વધે અને તેમની રહેણીનું સ્વરૂપ નક્કી થયું. સંતોનું પીઠબળ તેમને મળ્યું. સંતની કથા કામધેનુની ગરજ સારે છે, ઉકટ ઈશ્વર--પ્રેમ દાખવે છે, સમાગ બતાવે છે, નિશ્ચયબળ આપે છે અને સિદ્ધાત સમજાવે છે. તુકારામે આ બધી સંત-કથાઓમાંથી જરૂરી અર્થે સ્વીકારીને પોતાની મેળે અભંગોમાં ગૂંચ્યા. શીલવાન, તત્ત્વદશી અને ધર્મનીતિપરાયણ એવા સંત સજજનોનાં ચરિત્રોમાંથી આત્મકલ્યાણની વાતો તુકારામે લીધી છે. વહેતી જ્ઞાનગંગાનું પાણી પીને તરસ છિપાવવાનો બધાંને હમેશ અધિકાર છે. આ વાત તુકારામ પોતે શુદ્ધ હોવા છતાં ધર્મ ગ્રંથોનું અધ્યયન કરીને તેમણે સાબિત કરી છે. જેમ કે જ્ઞાનગંગાનું પાણી પીવાની આવડત બધામાં હોય તેવું નથી. તુકારામના અભ્યાસ વિષે જૂના લોકોની કલ્પના જેમ ભૂલભરેલી છે તેમ હાલના વિદ્વાને તેમને જ્ઞાનશ્વર-એકનાથ કરતાં ઉતરતી કેટિના ગણવાનું કહે છે તે પણ એટલું જ ભૂલભર્યું છે. કેઈ પણ લેખક એના પુરો Scanned by CamScanner
Page #30
--------------------------------------------------------------------------
________________ ઉઠ સંત તુકારામ ગામીઓની મહત્તા બરોબર સ્વીકારીને તેમાં બને તેટલે ઉમેરે કરે છે. આમાં કોઈ જાતની નાનમ નથી. બાપ દાદાએ ભેગી કરેલી મિલકત પોતાના કબજામાં રાખી ભેગવવી અને આપબળથી એમાં વધારો કરે છે સુપુત્રની ફરજ છે. જ્ઞાનેશ્વરે વ્યાસ ભગવાનની ગીતા પર પોતાની પ્રતિભાને એપ ચઢાવ્યા, એકનાથે જ્ઞાનેશ્વરી ગીતા અને ભાગવત પચાવીને તેને આધારે પિતાની વાણી રંગી, તુકારામને જ્ઞાનેશ્વર અને એકનાથે બનાવેલાં રત્નની ખાણની માલિકી મળી અને તેમાંથી પોતાના અભંગના હીરાને પહેલ પાડીને એના તેજથી દુનિયામાં પ્રકાશ પ્રસરાવ્યા. આદિ કાળથી આમ થતું જ આવ્યું છે. આ ભાગવત સંપ્રદાયના મહારાષ્ટ્રના મુખ્ય પ્રસારક તરીકે જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ છે. જે કોઈ પરમ કૃષ્ણભક્ત હોય તેને આ સંપ્રદાય માટે માન છે, એની નાત-જાત કઈ પૂછતું નથી. જ્ઞાનેશ્વર બ્રાહ્મણ તરીકે પૂજાતા નથી, પણ પરમ કૃષ્ણભક્ત હોવાથી જ પૂજાય છે. ભાગવત સંપ્રદાયમાં નાતજાતનાં બંડ નથી કે વર્ણ દ્વપ કે વર્ણસંકરતા પણ નથી. એમાં સોની, ચમાર, કસાઈ કુંભાર, પિંજારા, રવી, માળી, વણિક વગેરે બધી જ જાતના ભક્તો માનપાત્ર બને છે. એમાં હરિના ભક્તોની નાતજાત, ધંધો કે એમનું પૂર્વજીવન જેવાતાં નથી. આમ ગીતા, ભાગવત, કેટલાંક પુરાણો, ભતૃહરિના શતક અને મહિસ્રસ્તુત્ર વગેરે સંસ્કૃત ગ્રંથોના તેમ જ જ્ઞાનેશ્વરી, નાથભાગવત, નામદેવ, કબીર વગેરે સંતના Scanned by CamScanner
Page #31
--------------------------------------------------------------------------
________________ ધર્મનો અભ્યાસ 3 પ્રાકૃત ગ્રંથોના અભ્યાસની તુકારામના આચારવિચાર અને ભાષા ઉપર ખૂબ અસર થઈ હતી. જે જે ગ્રંથેની તેમણે વિશ્વાસ અને આદરપૂર્વક પારાયણો કરી, જેમાંના વિચાર સાથે રાતદિવસ તલ્લીન રહ્યા, જેમાં વર્ણવાયેલા ભક્તિ જ્ઞાન વૈરાગ્યની કથા સાથે તેમનું તાદાત્મ્ય સધાયું, એ જ વિચારસરણી અને પદ્ધતિનું તેમનું સર્જન થાય તેમાં નવાઈ પામવા જેવું નથી. આ તે થવાનું હતું તે જ થયું. પરમાર્થની સૂઝ આવવાથી કુળપરંપરાથી મળેલા અને સહજ પ્રાપ્ય એવા પંઢરીનો પારકરી સંપ્રદાય તુકારામે અંતઃકરણપૂર્વક સ્વીકાર્યો અને એ જ સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કરીને અને એના જ ચીંધેલા માર્ગે જઈને તુકારામ ભગવત્ કૃપાને પૂરી મેળવી શક્યા. અને અંતે ભક્તિના ઉત્કર્ષ થી, સદુધર્મના આચરણથી તથા નિર્મળ જીવનથી એ જ માળામાં પરોવાઈ રહ્યા. Scanned by CamScanner
Page #32
--------------------------------------------------------------------------
________________ 4: ગુરુકૃપા અને કાવ્યફુરણું ખૂબ ઉત્સાહપૂર્વક તુકારામની સાધના ચાલુ હતી. “ભગવાનની મહેર મારા પર ઊતરશે? શું તેઓ મારી લાજ રાખશે?” જેને તેને આ જ પૂછળ્યા કરવાનું તેમને મન થતું. “મારો ઉદ્ધાર થશે કે નહિ?” એવું કઈ સંતમહાત્માને પૂછવા અને તેમની પાસેથી આશ્વાસન મેળવવા એ ખૂબ અધીર બની ગયા હતા. મારી બુદ્ધિ ક્યારે સ્થિર થશે, હરિનો મર્મ હું ક્યારે સમજીશ, આ દેહ પડ્યા પહેલાં મને ભગવાન શી રીતે ભેટશે, એના પગ હું ક્યારે પકડી શકીશ, એને માટે ગદ્ગદિત થઈને હું મારા દેહનું ભાન ક્યારે વીસરીશ, એ તેના ચારેય હાથથી મને ક્યારે પંપાળશે, મારી આંખો તેમનું સ્વરૂપ જોઈને ક્યારે કરશે એવી તીવ્ર ઝંખના તુકારામને ક્યારનીય થઈ હતી. ભગવાનનાં જેમણે પ્રત્યક્ષ દર્શન કર્યા છે એવા સપુરુષ મને ભેટશે કે નહિ એવું પોતાની જાતને જ તે પૂછતા. જેને માટે બધા પ્રપંચે ફગાવી દીધા, દસ્તાવેજો ઇંદ્રાયણના વહેણમાં સમપીને પૈસો ગોમાંસ સમાન માનવાના સેગંદ લીધા, ઘરસંસારનો લોભ તજી દીધો, સગાંવહાલાં આગળ ખરાબ બની બેઠે, એકાંતમાં રહીને ગ્રંથનું અધ્યયન અને રામકૃષ્ણહરિનું ભજન ચલાવ્યું એ વિશ્વવ્યાપક પાંડુરંગ કયાંક ક્યારેય પણ મળશે એ કહેનાર, એમને પ્રત્યક્ષ જોયેલા મહાત્માને હું ક્યારે મારી સગી આંખે જોઈશ, એની જબરી ચિંતા તુકારામને રાતદિવસ કરી રહી. અને સાથે સાથે પરમાત્મા કલ્પવૃક્ષ છે, ચિંતામણિ છે, ઈચ્છેલું આપનારા છે, એવું બધા ભકતોએ અનુભવેલું આ વખતે તુકારામે પણ અનુભવ્યું. Scanned by CamScanner
Page #33
--------------------------------------------------------------------------
________________ 33 ગુરુકૃપા અને કાવ્યસ્કુરણ તેમને મહાત્મા ભેટ્યા. સ્વમમાં ભેચ્યા અને તેમણે તુકારામના માથે હાથ મૂક્ય, મનગમત મંત્ર “રામકૃષ્ણ” જ દીધો. તુકારામના પ્રિય ઉપાય પાંડુરંગ ઉપર જ નિષ્ઠા રાખવાનું તેમણે કહ્યું. આથી પિતે ચાલી રહ્યા છે એ સાચે માર્ગ છે એવો તેમનામાં વિશ્વાસ આવ્યો. અધિકૃત મહાત્માએ રાહ ચીધ્યે એથી સંતોષ થયે. પિતે રસ્તે ભૂલ્યા નથી એની ખાતરી થઈ. | સદગુરુની કૃપા વિના કેઈનેય પરમાર્થ ક્યારેય સિદ્ધ થર્યો નથી. જેમને એમ લાગતું હોય છે કે, આપણે ખૂબ પુસ્તકો વાંચ્યાં, ઘણું જ્ઞાન મેળવ્યું, યોગાભ્યાસ કર્યો, પોતાની બુદ્ધિથી જ્ઞાનનું રહસ્ય સમજ્યા, હવે બીજા ગુરુની આપણે શી જરૂર છે, ગુરુ વધુ શું કહેવાના હતા, આવા લોકો છેવટે અહંકારના જાળમાં ફસાઈ જાય છે. ગુરુકૃપા વિના આત્મજ્ઞાનમાં દઢ નિષ્ઠા ઉદ્ભવતી નથી, જ્ઞાનનો સાક્ષાત્કાર થતો નથી. ખૂબ સૂક્ષ્મ અને નિર્મળ બુદ્ધિથી જ્ઞાનસંપાદન કર્યું હોય તોય જેમ દીવાના પટમાં મેશ હોય તેમ જ્ઞાનના પેટમાં પેદા થતો અહંકાર દૂર કરવા માટે સદ્દગુરુના ચરણ પકડવા જોઈએ. રામ અને કૃષ્ણ જેવાને પણ ગુરુચરણનો આશ્રય લેવો પડેલો તો બીજાની શી વિસાત! તુકારામનો પરમાર્થ બાહ્ય નહોતું એટલે દેખાદેખીથી ગુરુ કરી લેવાની ઉતાવળ તેમણે કરી નહિ. ઘણું ખોજ કરી પણ કોઈ મળ્યું નહિ. સંતે દુર્લભ હોવા છતાં મળે છે, નથી મળતા એવું કયારેય નથી બન્યું. સત્સંગ દુર્લભ છે, અગમ્ય છે; છતાં અમેઘ પણ છે. ભગવાનની કૃપા વિના આ લાભ મળતો નથી. ભાગ્યશાળી જીવને ઊંચે લાવવા જે સંતને ભેટો થાય છે. મુમુક્ષુને ગુરુ શોધવા Scanned by CamScanner
Page #34
--------------------------------------------------------------------------
________________ 34. સંત તુકારામ જવું પડતું નથી. જેમ ઉત્તમ શિષ્ય સાચા ગુરુને એ. છે, તેમ સાચા ગુરુ પણ પોતે શિષ્યને શોધતા-ઝંખતા હોય છે. કયું પાત્ર છે એ ગુરુ તરત જાણી લે છે. ફળ પાકવા આવે કે તરત જ પંખી આવીને તેને ચાંચ મારે છે, એવી જ રીતે અધિકારી મુમુક્ષુ જીવને જોઈને કૃપાળ સદગુરુ દેડતા આવીને તેને કૃતાર્થ કરે છે. બધા સંતે સદગુરુરૂપ જ છે તો પણ બધી સ્ત્રીઓ માતા સમાન હોવા છતાં સ્તનપાન કરાવનારી તો એક જ હોય એવી ભગવાનની યોજના હોય છે, તેમ બધા સંતો ગુરુ હોવા છતાં સ્વાનુભવનું અમૃત પાનાર તે પોતાના સદગુરુ જ હોય અને તે મુમુક્ષુ પાસે તરત પહોંચી જાય છે, જ્યાં હોય ત્યાંથી દોડી આવે છે. ગુરુ અગાઉથી નક્કી થયેલા જ હોય છે. ગુરુશિષ્યનો સંબંધ ખૂબ પહેલાંનો હોય છે અને નિયત સમયે નિયત શિષ્યને તેઓ કૃતાર્થ કરે છે. તુકારામના સદગુરુ બાબાજી ચિતન્ય આવી જ ભગદીચ્છા અનુસાર યથાકાળે અને યાચિત રીતે સ્વમમાં આવીને તુકારામને સંખ્યા. ભગવાન પાંડુરંગે જ બાબાજી ચૈતન્યરૂપે તુકારામ ઉપર દયા કરી. તુકારામના ગુરુ કેટલાંય વરસ પહેલાં સમાધિસ્થ થયા હતા; છતાં ધ્યાનમાં, ચિંતનમાં, જાગતાં ને સ્વપ્રમાં પણ પાંડુરંગ રટનાર તુકારામને પાંડુરંગદર્શનની ઝંખના હોવાથી તેમને તે દર્શન સાંપડયું. - મહાત્માઓ બીજાને સ્વમમાં શી રીતે બોધ આપે છે, એ સામાન્ય માણસને ન સમજાય તેવી વાત છે; છતાં આ વાત તુકારામ પિતે જ કહે છે એટલે એમાં અવિશ્વાસ લાવવાનું કોઈ કારણ નથી. આવી બાબતમાં વિશ્વાસ રાખ્યા સિવાય પ્રતીતિ થતી નથી, અને પ્રતીતિ થયા વિના વિશ્વાસ આવતું નથી એટલે ભાવિક માસ પહેલા Scanned by CamScanner
Page #35
--------------------------------------------------------------------------
________________ ગુરુકૃપા અને કાવ્યસ્કુરણ 35 વિશ્વાસ મૂકે છે અને તેના સભાગે અથવા ભગવાનની કપાના જોરે પ્રતીતિનો દિવસ ક્યારેક તો ઊગવાને સંભવ હોય છે. સ્વપ્રમાં તો શું પણ ગર્ભમાંય ઉપદેશ આપ્યાની કથા પુરાણમાં છે. એ ખોટી માનવાને કોઈ કારણ નથી. બાબાજી ચેતન્ય સ્થૂળ શરીર છોડયું હોવા છતાં સૂક્ષ્મદહે આવીને ભંડારા પર પિતાના ઉદ્ધાર માટે અહોનિશ ઝઝનારા તુકારામની શુદ્ધ દાનત અને અધિકાર જાણીને તેમના પર કૃપા કરી અને તુકારામે ચાલુ રાખેલી ઉપાસનાને જ ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપ્યું. આવું પ્રોત્સાહન ઉચ્ચ કોટિના જીવો પાસેથી નીચલી કોટિના મુમુક્ષુ જીવોને મળે છે. ખરેખર તે ગુરુ અને શિષ્યમાં તે ઉપલી અને નીચલી કોટિના ભેદ હોતા જ નથી, કોઈ પથિક જે રસ્તે ચાલી રહ્યા હોય તે જ રસ્તે ચાલતા રહીને મુકામે પહોંચે અને પાછળ રહી ગયેલાને ઉત્સાહ આપવા પાછા આવે ત્યાં જ કોઈ માર્ગદર્શક રસ્તામાં મળી જાય છે. આ જ ગુરુ.એ મળે પછી મોક્ષમાર્ગના પથિકને હિંમત આવે છે અને પોતે ઘોર જંગલમાં નહિ પણ સીધે રસ્તે ચાલે છે એ વિશ્વાસ બેસે છે. આવા મેક્ષમાગે અનેક ગુરુએ ભેટે છે. સંત મહાત્મા આવા માર્ગદર્શકનું જ કામ કરે છે. છેવટે જે ગુરુ ભેટે છે તે શિષ્યની બધી ઇચ્છા પૂરી કરે છે અને પિતાનું અનુભવસુખ એના ખોળામાં મૂકીને એને કૃતાર્થ કરે છે. આ જ સદ્દગુરુ ગણાય છે. સદ્ગુરુનું કામ ઘણું નાનું લાગે છે, પણ તે ખૂબ ઉપકારક હોય છે. જીવાત્માને તે પરમાત્મા સાથે મેળવી દે છે. , તુકારામના ગુરુ બાબાજી ચેતન્ય હતા એ બાબત કેઈ શક નથી. બીજાની જેમ તુકારામના અભંગમાં અવારનવાર Scanned by CamScanner
Page #36
--------------------------------------------------------------------------
________________ 36 સંત તુકારામ ગુરુનું નામ આવતું નથી એ વાત સાચી છે, પણ આ ઉપરથી તુકારામે ગુરુનો ઉપદેશ લીધો નથી પણ પાંડુરંગે જ તેમને સ્વમમાં ઉપદેશ દઈને પોતાનું નામ બાબાજી ચિતન્ય રાખ્યું એવું કેટલાક માને છે, પણ એ બરાબરે લાગતું નથી. ગુરુની આજ્ઞા અને તુકારામની પોતાની સૂઝ એકરૂપ થઈ, ધ્યાનનિષ્ઠા દહતર થઈ, નામાંકનસાધન સ્થિર થયાં. તુકારામને સ્વપ્રમાં ઉપદેશ મળવાથી બીજા સંતની જેમ ગુરુસહવાસ પ્રત્યક્ષ થયે નહિ. એટલે સ્વપ્રમાં ગુએ માગેલું પાશેર ઘી આપવાનું પણ તેમને ભાન ન રહ્યું, તેમ સેવા કરવાનો અવસર મળ્યા નહિ. આ જ કારણે તુકારામના અભંગોમાં ગુરુવર્ણન આવ્યું નહિ, પણ બેચાર ઠેકાણે ફક્ત તેમના નામે લેખ જ થયે છે. પાંડુરંગનું ધ્યાન, સગુણ સાક્ષાત્કાર અને નિર્ગુણ છે. એવા કામે ગુરુ ચીંધેલા માર્ગે તુકારામ જઈ રહ્યા હોવાથી પાંડુરંગમાં જ તુકારામને ગુરુભાવ ભળી ગયે. વળી પાંડુરંગની સેવા કરવાની ગુરુની જ આજ્ઞા હતી, એટલે પાંડુરંગભક્તિમાં જ ગુરુભક્તિ સમાઈ ગઈ. બાબાજી ચેતન્ય તુકારામને સ્વમમાં ઉપદેશ આપ્યો હતો એમ કહેવાય છે, પણ એ વિષે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. મહા સુદી દશમ ને ગુરુવારે સંવત 1689 માં તુકારામને ગુરુનો ઉપદેશ મળેલો મનાય છે, એટલે આ તિથિને વારફરી મંડળ પવિત્ર માને છે અને તે દિવસે બધે કીર્તન-ભજનો થાય છે. તુકારામના ગુરુ કાણુ હતા, એ ક્યાં રહેતા હતા. તેમણે સમાધિ કયારે લીધી એની પરંપરા પાછળથી કેવી રીતે ચાલી આવી એ વિષે વારકરી મંડળમાં કેઈ નિશ્ચિત માહિતી કે એવો કોઈ ગ્રંથ પણ નથી. તુકારામને સ્વમમાં થોડીવાર માટે જ Scanned by CamScanner
Page #37
--------------------------------------------------------------------------
________________ ગુરુકૃપા અને કાવ્યકુરણ ગુરુદર્શન અને ઉપદેશ થયા. ગુરુએ રાઘવચૈતન્ય, કેશવ ચિતન્ય એ નિશાની કહી અને પિતાનું નામ બાબાજી કહ્યું, તુકારામને ગમતો રામકૃષ્ણ હરિ મંત્ર તેમને આપ્યા અને અંતર્ધાન થઈ ગયા. આટલી જ વાત પ્રચલિત છે. “સ્વપ્રમાં ગુરુને ઉપદેશ મળ્યા પછી મને કાવ્યકુરણ થયું” એમ તુકારામે આત્મકથાના અભંગમાં કહ્યું છે. આ ઉપરથી તે પહેલાં તેમણે કવિતા લખી નહોતી એ ચિખું સમજાય છે. આ કાવ્યરણ તેમનામાં નામદેવની પ્રેરણાથી થયું. તુકારામ આ વિષેના એક અભંગમાં કહે છે? પાંડુરંગ સાથે નામદેવ સ્વમમાં આવ્યા. સ્વપ્રમાંથી તેમણે મને જગાડ્યો અને કહ્યું : “કવિતા લખ, વાણી નકામી વેડફી ન નાખ. હવેથી લોકો સામે નકામું ભાષણ કરવામાં વાણીને વ્યય કરવાને બદલે તેને કવિતા રચવામાં વાપરજે. અભંગો રચતો જા. પાંડુરંગે તારું અભિમાન લઈ લીધું છે. એ તારી પાછળ ઊભા છે. તારી વાણીમાં પ્રેમ, પ્રસાદ અને સ્કૂતિ ભગવાનને દેખાયાં છે.” તુકારામને આમ સ્વમમાં પણ ભગવાન ભેટ્યા એ માટે તેઓ નામદેવનો ઉપકાર માનતાં કૃતજ્ઞતાપૂર્વક કહે છે કે, “સ્વમમાંથી જાગ્યા પછી મેં મારી જાતને જોઈતો આ સ્વમ અનેક મિશ્રા સ્વપ્રો જેવું નહિ, પણ ભગવાન અને ભક્તના મિલનનું હતું અને ભગવાનની કૃપાનો આનંદ મારા હદયમાં વિચરી રહ્યો છે. એની કૃપા મારા ઉપર ખાસ થઈ છે એની મને જાણ થાય છે.” એટલે કે પાંડુરંગની કૃપાથી કવિત્વસ્કૃર્તિ થવાથી જ તુકારામ પોતાના અભંગ કીર્તનોમાં ગાવા લાગેલા. આવા ભગવત્પ્રસાદની વાણું એ જ પ્રાસાદિક વાણું ગણાય. Scanned by CamScanner
Page #38
--------------------------------------------------------------------------
________________ 5: મનની શુદ્ધિનો ઉપાય તુકારામ આમ નક્કી કરેલા સાધનમાર્ગ પર ચાલતા હતા. પંઢરપુરની જાત્રા, એકાદશી વ્રત, કથા-કીર્તન શ્રવણ, ધર્મગ્રંથને અભ્યાસ વગેરે બધું બરાબર ચાલતું હતું. ગુરુપ્રસાદ મળ્યો હતો. કર્તન વખતે અને અન્ય સ્થળે પણ એમના મુખવાટે એક પછી એક અભંગ નીકળતા હતા. શ્રોતાઓ શાબાશી આપતા હતા. મેર કિર્તિ પણ ફેલાઈ ગઈ હતી. કેટલાય તેમને સંત તરીકે માનતા થઈ ગયા હતા. કોઈ તેમના વતૃત્વની, કેઈ કવિત્વશક્તિની તે વળી કઈ તેમની સાધુતાની તારીફ કરતું હતું. ત્રીસી વટાવ્યા પહેલાં આટલી બધી લોકપ્રિયતા મેળવવાનું સદ્ભાગ્ય થડાને જ હોય છે. તુકારામે મન સાથે કેવી બાંધછોડ કરી, ભગવાનની મદદ વડે અને કૃપાવડે મનને ઠેકાણે લાવવા માટે શું શું મહેનત કરી, આશા, મમતા, તૃષ્ણ, પ્રતિષ્ઠા, ગર્વ, લોભ વગેરે વૃત્તિઓને સાવધાનીથી કેવી રીતે જીતી અને એ રીતે મનની શુદ્ધિને માર્ગ ધર્મ અને પ્રયત્નપૂર્વક શી રીતે ખુલ્લો કર્યો એ હવે આપણે જોઈએ. તુકારામે પિતાનું દિલ ખૂબ મોકળાશથી ખેલ્યું છે. તુકારામે પોતાના મનને કેટલું બધું મનાવ્યું છે? મનને જીત્યા વિનાનો પરમાર્થ નકામે છે. દુનિયા જીતી શકાશે પણ મનને જીતવું ખૂબ અઘરું છે. માણસ એની મર્યાદિત Scanned by CamScanner
Page #39
--------------------------------------------------------------------------
________________ મનની શુદ્ધિને ઉપાય 39 બુદ્ધિથી આ ચંચળ મનને શી રીતે સાચવી શકે? કેટલી સાવધાની રાખે? પળવારમાં તે પચાસ ઠેકાણે દડી જનારું મન ભગવાનની કૃપા થાય તો જ સીધું રહે. ધન, સ્ત્રી અને પ્રતિષ્ઠા એ પરમાર્થમાર્ગ વચ્ચે આવતા ત્રણ મોટા ખાડા છે. આમેય એ માર્ગના મુસાફ થોડા. એ બેડામાંથી કેટલાક પહેલા ખાડામાં ફસાઈ જાય છે. એમાંથી બચીને આગળ વધે ત્યાં બીજા ખાડામાં પડે છે. આ બન્નેમાંથી નીકળીને કઈ કદાચ આગળ વધે એટલે ત્રી પ્રતિષ્ઠાનો ખાડો તૈયાર જ હોય. આ ત્રણે ખાડા વટાવી જાય એ જ ભગવાનની કૃપા મેળવવા લાયક હરવાનો સંભવ છે, પણ આવા વીરલા ભાગ્યે જ હોય છે. તુકારામનું મન સંયમ શીખેલું એટલે પહેલા બે ખાડા ! વટાવી ગયું, પણ ત્રીજે પ્રતિષ્ઠાનો ખાડો વટાવતાં થેડી વાર લાગી એવું દેખાય છે. તુકારામ પરમ વૈષ્ણવવીર હતા એટલે પહેલેથી જ ચેતેલા. તેથી બધી લીલાઓમાંથી પાર નીકળી ગયા. ધનનો પહેલો લોભ તેમણે વૈરાગ્યની પ્રથમ દિશામાં જ છોડ્યો. ધનને પથ્થરને બદલે “ગોમાંસ સમાન” માનવાવાનો નિશ્ચય કર્યો. બીજે મોહ સ્ત્રીને કહેવાય પણ એ બાબતમાંય પહેલેથી એ નિર્લેપ રહ્યા. પોતાની પત્ની પણ જેને યાદ નહોતી રહેતી એ પરસ્ત્રીને તે વિચાર પણ શાના કરે? રાતે વિઠ્ઠલમંદિરમાં કીર્તન પૂરું થયા પછી તુકારામ ઘેર જઈને કલાક બે કલાક ઊંઘતા. કેટલીક વાર તો મંદિરમાં જ ઊંઘી જતા. પરોઢિયે ઊઠીને પ્રાતઃક્રિયા કરી તેમાંથી પરવારીને વિઠ્ઠલ ભગવાનની પૂજા કરતા અને Scanned by CamScanner
Page #40
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ સૂર્યોદય થતામાં તે ઇદ્રાયણી પાર કરીને ડુંગરોમાં જતા રહેતા. તે વહેલી પડે રાત. અને ગામમાં પાછા ફરીને તો સીધા કીર્તનમાં જઈ ઊભા રહે. આખો દિવસ ભંડાર ઉપર રહી ગ્રંથોનું અધ્યયન અને નામસ્મરણ કર્યા કરે. આમ દિવસે પણ પોતાની પત્નીને મળવાનું થાય નહીં તો પછી બીજી સ્ત્રીઓ સાથે ટોળટપાં કરવાની ફુરસદ એમને મળે જ શાની ? ચાર-ચાર મહિનાથી તુકારામ મળ્યા નથી એવું નદીએ અને ઘેરઘેર જઈને કહેનારી જિજાઈ દેખાય! આ પ્રખર વૈરાગ્ય જે પુરુષનો હોય એને સ્ત્રીએનો મોહ કેમ હોય? એક દિવસ તુકારામ ભંડારા ઉપર હરિચિંતનમાં નિમગ્ન થઈ ગયા હતા હતા ત્યાં એક સ્ત્રી તેમની પાસે ગઈ. કોઈએ તેને તુકારામની કસોટી માટે મેકલી હશે કે કોઈ કામુક સ્ત્રી એકાંત સમજીને તુકારામને ભોળવવા ગઈ હશે, ગમે તે હોય, તુકારામે તેને મા કહીને સંબોધી અને પરસ્ત્રી તો વિપદાને માટે રુકિમણી માતા જેવી ગણાય એ પિતાને ઘણુ સમય પહેલેથી કરેલા નિર્ણય તેને જણાવ્યું. તે સ્ત્રી નિર્વિકાર થઈને ત્યાંથી પાછી ફરી. કહેવાનું એ કે પરમાર્થને વિસરાવનાર કનક અને કાન્તા તુકારામના મનમાં કદી પેસી જ ન શક્યાં. એટલે એ બાબત મનને મારવાનું કારણ તેમને કદી મળ્યું નથી. એ સગુણી અને વિરક્ત થઈ ગયા. પરધન અને પરસ્ત્રીની ઈચ્છા પામર માણસના મનમાં હોય છે. આ વૃત્તિને જેઓ વિવેક અને વૈરાગ્યપૂર્વક મનને રોકી રાખે છે એમની બહાદુરી ઓછી નથી, પણ જેના હૃદયમાં આવી હીનવૃત્તિ Scanned by CamScanner
Page #41
--------------------------------------------------------------------------
________________ મનની શુદ્ધિને ઉપાય ઊગતી જ નથી એને જ સાચા સદાચારી કહેવાય. પાપ કરવાની કલ્પનાને સ્પર્શ પણ જે પુણ્યપુરુષના મનને થતા નથી, એ જ સાચો પવિત્ર ગણાય. તુકારામ આવા પવિત્ર હતા. જેમની અપાર પવિત્રતાને લીધે દેહુ ગામને તીર્થ પદ મળ્યું અને ઇંદ્રાયણીને પણ પવિત્ર નદીનું માન મળ્યું, જેનાં દર્શનથી હજારો લોકોને ઉદ્ધાર થઈ ગયો, જેના નામસ્મરણથી પાપીઓ પણ પસ્તાઈને પુણ્યશાળી થયા એ તુકારામ ખરેખર પુણ્યરાશિનો એક પુંજ હતા. માણસ માત્રને માન મેળવવાની ઇચ્છા હોય છે. તુકારામે સત્યાસત્ય માટે મનને સાક્ષી બનાવ્યું અને પરમાર્થ માર્ગ આડે આવતા લોકોને છોડી, એકાંતવાસ સ્વીકાર્યો અને નિંદા કે વખાણ તરફ બેધ્યાન બન્યા. પારમાર્થિક જીવનવાળા મનુષ્યો સંસારીઓની જાળમાં કદી ફસાતા નથી. લોકોને બે મોઢાં હોય છે એવું તુકારામે અભંગમાં કહ્યું છે, એટલે જે પોતાનું હિત ચાહતું હોય તેણે લેકસમુદાયથી દૂર રહેવું. હરિભક્તિનો સ્વચ્છ માર્ગ સ્વીકારે. બહારના લોકો જ શા માટે, ઘરનાં પણ ધન હોય તો જ માન રાખે છે એ અનુભવ કેને નથી? આમ અશાશ્વત તરફની નફરત અને શાશ્વત પરમાત્માનું સુખ મેળવવા માટેની તુકારામે તૈયારી કરી અને લોકોને એ વહેંચી દેવા માટે ભગવાનને શરણે ગયા. એકાંતમાં ભગવાનનું નામ સારી રીતે લેવાય છે અને લોકોની ડખલ પણ ત્યાં નથી હોતી એટલે એકાંતમાં જ એ ખૂપી ગયા. કીર્તન પૂરત જ તુકારામે ગામ સાથે સંબંધ રાખે Scanned by CamScanner
Page #42
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ હતો. પણ એ પણ તેમને નહોતે ગમતો. તુકારામને એવી લગની લાગેલી એટલે તેમને થતું કે બધા જ લોકોએ કીર્તનમાં આવવું જોઈએ. જેથી ભગવાનનું નામ લઈને તેમનો ઉદ્ધાર થઈ જાય. પણ કેટલાય આળસુ લોકે ઘેર રહીને ઊંઘી જતા ત્યારે કેટલાક મન દઈને સાંભળતા જ નહિ ! તો કેટલાક તર્કવિતર્ક કરીને શ્રેષબુદ્ધિથી ચર્ચા કરતા કે શંકા પૂછવા તુકારામ પાસે જતા અને તેમને સતાવતા. આ લેક-સંસર્ગ તુકારામને ગમતો નહિ. તેમના એક અભંગમાં આવે છે કે તેની આજ્ઞા પ્રમાણે હું ભગવાનના ગુણ ગાઉં છું. હું શાસ્ત્રજ્ઞ કે વેદને જાણકાર નથી, સામાન્ય શૂદ્ર છું. આ લોકો આવીને મને હેરાન કરે છે, મારી બુદ્ધિને ચકાસે છે. ભગવાન જેમ નિરાકાર છે તે જ નિર્ગુણ છે એમ કહેવાય છે તે તેનું ભજન કરું કે નહિ?” કહેવાતા કેટલાય વિદ્વાનો અથવા ભગવાનની નિંદા કરનારા અને ભજનનો વિરોધ કરનારા પાખંડીઓ તુકારામ પાછળ જ જાણે પડ્યા હતા. તેમને હેરાન કરવાનું એ લોકોએ જાણે બીડું જ ઝડપ્યું હતું. મોટે ભાગે દરેક સાધકને આવા લોકો તરફથી હેરાનગતિ થાય છે. સાધકનો વરાગ્ય દઢ કરવા અને ભક્તિ પ્રેમ વધારવા માટે જ આ પાખંડીઓનો ઉપયોગ થતો હોય છે. સાધકને પિતાની અંદરનો દોષ શોધી કાઢવા માટે પણ આ લોકોને ઉપકાર ઓછો નથી હોતો. પડોશી નિંદક હોવો જોઈએ તે આ માટે નિંદા કરનાર, છળકપટ કરનાર, ઝઘડનાર; કુતર્કો કરનાર અને સંશયી જીવેનું ભલે જે થવાનું હોય Scanned by CamScanner
Page #43
--------------------------------------------------------------------------
________________ મનની શુદ્ધિને ઉપાય 43 તે થાય પણ સાધકની શુદ્ધિમાં એ રીતે તેઓ ઉપકારક થતા હોય છે. આ લોકો એક રીતે સાધકોના ગુરુને સ્થાને છે. આવા લોકોની સેબતમાં તુકારામની સ્વસ્થતાધીરતા પણ ક્યારેક ક્યારેક ડગી જતી અને ક્રોધને આવેગ આવી જતો. એકવાર આવા જ પ્રસંગે એ ભગવાન ઉપર પણ ચિડાઈ ગયા હતા. એવા લોકો ઉપર કોઈ પ્રસંગે એક દિવસ તુકારામ ખૂબ ચિડાઈ ગયા. પણ પાછળથી એ માટે પશ્ચાત્તાપ થયો અને ક્રોધ ટાળવા માટે એ નામ જપવા લાગી ગયા. ભક્તોથી જ્યારે કોઈ દોષ થઈ જાય છે ત્યારે તેના પ્રાયશ્ચિતરૂપે તેઓ વધુ ને વધુ નામસ્મરણ કરે છે. તુકારામ માટે આ દુર્જનોની સોબત ત્રાસદાયક થઈ પડી. ભક્તો અને ભાવિકોની જ સોબત તેમને માટે ભાગે હતી. આપણને ગમતા અને ન ગમતા એમ બન્ને પ્રકારના લોક તો હોય છે, પણ આપણને તેમના ગુણદોષ વિષે મનમાં વિચાર આવે છે, દ્વિતભાવ પણ જાગ્રત રહેતો હોય છે, પોતાના–પારકાનો ભેદ પણ આપણાથી છેડી શકાતો નથી. ઘરની અને બહારની આ બધી કડાકૂટ ટાળવા માટે તુકારામે એકાંતવાસ સ્વીકાર્યો. એકાંતવાસનો લાભ અને આનંદ પણ અપાર છે. એકલું એકાંત એ તો અડધી સમાધિ છે. જનસમુદાયથી કંટાળવાથી કે તંગ આવી જવાથી તુકારામને એકાંત વધુ ગમવા લાગ્યું. ભગવાનની સાચી લગની લાગે તે માટે બીજા લોકોની લગની છોડી દેવી જોઈએ. એકનિષ્ઠ ભાવ એકાંતમાં જ રાખી શકાય છે, ભગવાનને પ્રેમ વધવા માંડે Scanned by CamScanner
Page #44
--------------------------------------------------------------------------
________________ 44 સંત તુકારામ છે. બહુ બોલનારાને પોતાનું હિત તો નથી જ સમજાત પણ તેમને હરિપ્રેમી માણસ દુમન જેવો લાગે છે. આમ એકાંતસુખની મીઠાશ શબ્દોથી કહી શકાય નહિ. જાતે જ એનો સ્વાદ ચાખવો રહ્યો. એકાંત ગમે. એ જ્ઞાનપ્રાપ્તિનું મોટું લક્ષણ ગણાય. તુકારામમાં આ બધાં જ્ઞાનનાં ચિહનો દેખાય છે. તેમણે લોકોથી કંટાળી જઈને ગામનો તો મોટે ભાગે ત્યાગ જ કર્યો. ગોરાડા, ભામનાથ અથવા ભંડારા એ ત્રણમાંથી કોઈ પણ એક ડુંગર ઉપર તે આખો દિવસ ધામા નાખતા. ભંડારા ઉપર આથમણી દિશાએ એક ગુફાની પાસે પાણીનો ઝરો છે ત્યાં તે રહેવા લાગ્યા. ડુંગરની ટોચ ઉપરથી ચારે તરફના નાના-મોટા ડુંગરા, લીલાંછમ રમણીય ખેતરે, ઇંદ્રાયણ નદીનું વહેણુ વગેરે કુદરતની નાની મોટી અનુપમ શેભા દેખાય છે. એવા ડુંગર ઉપર તુકારામને આવાસ થવાથી એ તપોવન જેવો લાગવા માંડ્યો. તેમને વિઠ્ઠલના નામકીર્તનનો ઘોષ આખાય ડુંગરમાં પડઘા પાડવા લાગે. ત્યાંનાં ઝાડપાન અને પશુ-પંખીઓને તુકારામની પુણ્યમૂર્તિને પરિચય થયું અને તુકારામ પણ તેમને સાન્નિધ્યમાં પ્રસન્નતા અનુભવવા લાગ્યા. વિહૂલસ્વરૂપથી રંગાયેલા આ ભંડાર પર્વત ઉપરના ઋષિની મૂર્તિને જેનારી આખો ધન્ય થઈ ગઈ હશે; બીજું તો કેણ પણ ત્યાંનાં ઝાડ અને વેલાઓ, વન્ય પ્રાણીઓ, એ પુણ્યધામમાં યથેચ્છ વિહાર કરનારાં પંખીઓનાં ટોળાં અને ત્યાંના પથરા પણ ધન્ય થયા. તુકારામને એકાંતવાસ ખૂબ ગમે અને તેની તેમણે ઉપગ પણ કર્યો. નિર્મળી જેમ અસ્વચ્છ પાણીને Scanned by CamScanner
Page #45
--------------------------------------------------------------------------
________________ મનની શુદ્ધિને ઉપાય સ્વચ્છ કરે છે તેમ મનની મલિન વૃત્તિઓ એકાંતવાસથી શુદ્ધ બની અને તેમનું અંતઃકરણ પ્રસન્ન થઈ ગયું. ભગવાનના પ્રેમની લહરીઓ સાથે રમતાં રમતાં આત્મભાન ભૂલાતાં અખંડ આનંદનો અનુભવ મળે એ માટે પણ સાધુસંતો પહાડે, ગુફાઓ અથવા નદીકિનારે નિવાસ કરે છે. ગામમાં રહીને વેદાંતના ગમે તેટલા ગ્રંથ વાંચીએ, લખીએ, વ્યાખ્યાનો આપીએ કે સાંભળીએ અથવા એ અંગે ચર્ચા-વિચારણા કરીએ તેથી વાચાળતા સિવાય બીજું કશું આપણે મેળવી શકતા નથી, અને અનુભવ તો મળતો જ નથી હોતો. લોકોથી ખદબદતા ગામમાં ગુણદોષ આપણે શીખીએ છીએ, શબ્દોની સાઠમારી શીખીએ છીએ, પણ મૌનની શક્તિ અનુભવી શકતા નથી. એકાંત સિવાય જ્ઞાન પચતું નથી કે મળતું નથી, અનુભવનું દિવ્ય સુખ પ્રાપ્ત થતું નથી. દરેક પુરુષે પિતાના જીવનનાં થોડાંક વરસે તો એકાંતમાં ગાળ્યાં હોય છે. એકાંત સિવાય પરમાર્થ સધાતો નથી, વૃત્તિઓ શુદ્ધ થતી નથી. તુકારામે મોટા ભાગનો અભ્યાસ એકાંતમાં કર્યો. દેહુ ગામ સાથે થોડેઘણે સંબંધ એ રાખતા એટલાથી પણ તેમને લોકોનો ત્રાસ થતો અને મન દુભાતું હતું. આથી તેમાંથી છૂટવા તેઓ એકાંતમાં રહ્યા. અહંકાર બધામાં સહજ હોય છે. આત્મસ્વરૂપને ઢાંકીને એ રહે છે. જેમજેમ અહંકારને એક એક પડદે હઠાવાય તેમ તેમ ભગવાન આપણી સામે દેખાય છે, બધા પડદા હટી જતાં તેમને મળી શકાય છે. વિદ્વાનોમાં પણ વિદ્વત્તાને ભારે અહંકાર હોય છે અને તે દૂર કરે વધારે મુશ્કેલ હોય છે. Scanned by CamScanner
Page #46
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ તુકારામ માટે પણ લોકોમાં પૂજ્યભાવ વધે, તેમનો સત્કાર થવા લાગ્યા, તેમનાં કીર્તનોની છાપ લોકો પર પડવા લાગી ત્યારે તેમને પણ થોડીક મુશ્કેલી પડી. પણ એ જાગ્રત પુરુષે ભગવાનને ધા નાખીને અહંકારવૃત્તિને ઓગાળી દીધી. ભગવાનને પ્રેમ જેમ જેમ વધતો જાય છે. એ જ કર્તા છે, હું નહિ; જે છે તે બધું ભગવાનનું છે, મારું કાંઈ નથી, એવો ભાવ જેમ જેમ બળવાન બનતે જાય છે તેમ તેમ અહંકારનું બળ ધીમું પડતું જાય છે. તુકારામે ભક્તિના જોરે વૃત્તિઓ જીતી લીધી. અહંકાર, લોકપ્રિયતા, પ્રતિષ્ઠા, બહુમાન અને મોટાપણાની બુદ્ધિનાં વાદળાં ભક્તિરૂપી સૂર્યને ઉદય થતાંની સાથે જ વીખેરાઈ ગયાં. તુકારામ સંતોને વિનવે છે કે, કૃપા કરીને તમે મારાં વખાણ કરશે નહિ. વખાણરૂપી અભિમાનનું ઝેર મારો નાશ કરશે અને ભગવાનને અભિમાન ગમતું નહિ હોવાથી હું અભિમાની થઈશ તો મારે વિઠોબા મને છોડી દેશે અને તેથી તમે પણ મને છોડી દેશે. સત્સંગ વિષે વિચાર કરતાં જણાય છે કે તુકારામને કીર્તન વખતે સત્સંગ સાંપડ્યો. ભગવાનનાં ગુણગાન ગાતાં અને સાંભળતાં સાંપડ્યો. વાદ કરનારા, નિંદા કરનારા, છળકપટ કરનારા અને પાખંડીઓની સોબતથી થાકેલા તુકારામને સજજનોની સેબતથી શાંતિ મળી.” દુનિયામાં પ્રેમાળ, ભાવિક અને સ્વસ્થ લોકે પણ હોય છે. જે ભાવિકે કીર્તન વખતે તુકારામ પાસે ખેંચાઈ આવ્યા તેમની મીઠી સેબતથી તુકારામના આનંદની અવધિ ન રહી Scanned by CamScanner
Page #47
--------------------------------------------------------------------------
________________ મનની શુદ્ધિને ઉપાય તુકારામના અભંગોમાં આવતા “સંત” શબ્દને અર્થ બબર સમજી લેવું જોઈએ. તુકારામના જમાનામાં સંતનો આટલો મોટો સમૂહ હતો? કે પછી તુકારામે ભેળા ભાવે જ બધાંને “સંત”નું સંબોધન કર્યું છે? આ બન્નેમાંથી એકેય કલ્પના સાચી નથી. સાચા સંત તો વિરલ જ હોય છે. બધા વારકરી કંઈ તુકારામ નહોતા. કઈ પણ સંપ્રદાયમાં સામાન્ય જનસમૂહ આવો જ હોય છે, પણ પ્રવર્તકને પોતાનો સંપ્રદાય ફેલાવવાનો હોવાથી બધામાંથી ઉત્સાહી એવા થોડાક કાર્યકરો હોય તેમને માન આપીને વધુ કાર્યક્ષમ બનાવવા જોઈએ. નામદેવ-એકનાથથી માંડીને ગળામાં હાર પહેરીને પંઢરપુરની નિયમિત જાત્રા કરનાર, કથાકીર્તન અને ભજનમાં લીન થઈને પ્રેમથી વિઠ્ઠલની ઉપાસના કરનાર વારકરી, હરિદાસ અને ભજનમંડળીઓના મોવડી “સંત” જેવી ગૌરવભરી પદવી પામતા. તુકારામે આ શબ્દ અનેક અભંગોમાં ઠેરઠેર આ અર્થમાં વાપર્યો છે. તુકારામે પોતાના સાથીઓને આમ પ્રિય અને પૂજ્ય સમજીને તેમની સેબતમાં રહીને પરમેશ્વરપ્રેમ વધાર્યો. એમાં કેટલાક તો સાવ સામાન્ય અને કેટલાક પીઢ ગુણીજને પણ હશે. તેમના સંકીર્તન અને સંભાષણનો લાભ તુકારામને પણ મળ્યો હશે. આવા સદગુણીઓનો સહવાસ તેમને ઘેર, ભંડારા ઉપર, કીર્તનોમાં અને મંદિરમાં અવારનવાર સાંપડ્યો. સંત નહોતા તેમને પણ સંત માની લઈને અને તેમના ગુણ લઈને પિતાના પ્રેમમાં વધારે કરવાનો અભ્યાસ તેમણે મનથી કર્યો. સંતના હૃદયમાં પ્રેમ હોય છે, દુઃખ જરા પણ દેખાતું નથી, તેમનું સાચું Scanned by CamScanner
Page #48
--------------------------------------------------------------------------
________________ 48 સંત તુકારામ ધન વિહૂલ હોય છે, પ્રેમના સુખની એ લેવડદેવડ કરે છે, અમૃતરસનું પાન એ જ તેમનું ભજન હોય છે. આવા દયાળુ સંતો હમેશાં આપણને જાગ્રત રાખે છે, તેમને ઉપકાર કેટલો માને એવું સંત તુકારામે વારંવાર કહેલું છે. હરિકથારૂપી માતાના અમૃત-ક્ષીરનો આસ્વાદ આવા સંતની સેબતમાં તુકારામે લીધે. પ્રેમળ હરિભક્તાન દાસના પણ દાસ તુકારામ છે, એવું તેઓ વારંવાર કહે છે. આમ સત્સંગનો લાભ ખરેખરા સંત બનીને તુકારામે લીધો. તુકારામે સાવધ રહીને મેળવેલાં સુખમાં નામસ્મરણને અભ્યાસ પણ એટલું જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજા બધાં સુખ એને લીધે જ મળ્યાં છે એમ કહી શકાય. એકલા એકાંતથી ચિંતા દૂર થાય ખરી, પણ પ્રત્યક્ષ સુખનો જે ઝરે સાંપડ્યો એ તો નામસંકીર્તનના અભ્યાસથી મળે ગણાય. કર્તન અને ભજન વખતે સમાનધમી સાધુસંતોની અને ભાવિકોની સેબતમાં તો નામસ્મરણનો લાભ અત્યાર સુધી લેતા જ હતા, પણ એકાંતમાં રહેવાથી બધો સમય નામરટણ માટે મળવા લાગે. કથામાં સજનની સોબત અને કીર્તનકારેની મદદથી મળતો નાદબ્રહ્મને આનંદ ભગવ્યા વિના મનની શુદ્ધિ થતી નથી. આ પહર કીર્તનમાં તન્મય થયા પછી બાકીના સમયમાં મનને ક્યાંય પણ એકાગ્ર કર્યા વિના ભક્તથી છૂટી શકાતું નથી. વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ તુકારામ કરતા જ હતા પણ અખંડ નામ મરણની ધૂન શરૂ કરી એ તેમનું સાધન સર્વસ્વ ગણાય. મહામહેનતે નામ મરણ વાણી સ્વીકારે છે, પણ Scanned by CamScanner
Page #49
--------------------------------------------------------------------------
________________ મનની શુદ્ધિને ઉપાય એકવાર સ્વીકાર્યા પછી વાણુ નામને પળવાર માટે પણ વિસરતી નથી. મનમાં નામ-રૂપનું ધ્યાન અને માંએ હરિનું નામ-એ નામસ્મરણ કહેવાય. અંતર્યામીમાં ધ્યાન કેન્દ્રિત કરતા જવું અને ધ્યાનમાં મનને રંગી નાખવું એ અખંડ નામની નિશાની છે. કુળાચાર, સંપ્રદાયપરંપરા, પુરાણસાધુસંતના ગ્રંથો અને ગુરુના ઉપદેશથી પણ નામ મરણ ચડે છે એમ તુકારામ કહે છે. સાંભળીએ તો ઘણું, પણ આચરણમાં મૂકવું જોઈએ ને! તુકારામે નામસ્મરણને અભ્યાસ કર્યો અને એ ધન્ય થઈ ગયા. ભગવાન પાંડુરંગનું સ્વરૂપ ઈને કે એમનું ધ્યાન ધરીને તુકારામના મનમાં પ્રેમસુખની લહરીઓ ઊઠતી અને તેમાં એ લીન થઈ જતા. વિઠ્ઠલ ભગવાનના રૂપમાં આટલી બધી તન્મયતા કેળવી, પાંડુરંગને હૃદયમાં ઠસાવવાનો અભ્યાસ દઢ કરવા માટે અખંડ નામસ્મરણ વગેરેનાં ચિંતન કરતાં બીજું સાધન કેઈએ કયાંય કદી કહ્યું છે? નામનું સ્મરણ ખૂબ સુલભ છે. જીભને નામના ગળપણને એકવાર ચટકો લાગ્યો હોય પછી જીવ જતાં સુધી તે એને છોડશે નહિ. સાકર અને ગળપણ જેવી જ એકરૂપતા નામ અને નામ લેનાર વચ્ચે હોય છે. તુકારામે નામસ્મરણનું ખૂબ સુખ ભોગવ્યું અથવા તે અખંડ નામસ્મરણનું સુખ ભોગવવા માટે અને લોકોને એ શીખવવા માટે તેમનો અવતાર હતા. બેસતાં, ઊઠતાં, જમતાં અને સૂતાં તેમનું નામસ્મરણ-ચિંતન ચાલતું અને ચિંતન વખતે તેઓ એકાકારતા અનુભવતા. નામને આનંદ કે મળ્યો, સંસારનાં બંધન કેવી Scanned by CamScanner
Page #50
--------------------------------------------------------------------------
________________ 50 સંત તુકારામ . રીતે તૂટ્યાં, હરિપ્રેમની લગનીથી જીભમાં કેવી મીઠાશ વ્યાપી, ઇંદ્રિયેનું આકમણું કેવી રીતે અટક્યું, સામે ચાલીને સુખ કેવી રીતે આવ્યું એ વિષે તુકારામે અલંગમાં વર્ણન કર્યું છે. ભગવાનનું સ્વરૂપ જોતાં કે ધ્યાન ધરતાં નામનો રંગ મનમાં ઉમટે છે અને એમાં રંગાતાં શ્રીરંગ અંતરમાં પ્રગટ થાય છે અને તુકારામ લીન થઈ જાય છે. તુકારામના ઘરને આવો અમૃતભોજન સમારંભ જોઈને જેના મોંમાં પાણી ન છૂટે એ પથ્થર હૃદયને કેણ હશે! નામસ્મરણથી ન સમજાયેલું સમજાઈ જાય, ન દેખાયેલું દેખાય, અબલને વાચા મળે, ન મળેલું મળી જાય, આ અલભ્ય અને અપાર લાભ ઘેર બેઠાં મળે છે એવું તુકારામે સ્વાનુભવથી કહ્યું છે. આ અનુભવથી જ સમજાય છે. નામ વિના ભવસાગર તરવા માટે બીજો કોઈ ઉપાય નથી એવું તુકારામે વિઠોબાની આણ” દઈને કહ્યું છે. ' નામનું માહાસ્ય અને કે ગાયું હશે પણ તુકારામના અભંગેની અમૃત રસતરંગિણી બીજે ક્યાંથી મળવાની હતી? તુકારામરૂપી ગોમુખથી ખળખળ વહેતી આ નામ-મંદાકિનીથી આખી દુનિયાને તેમણે પિતાના પવિત્ર ઉદરમાં સમાવી દીધી છે. નામામૃતના સેવનથી તુકારામની જીભની મીઠાશ વધી અને તુકારામ તેમ જ નામ એક થયાં. પછી ભક્તને છોડીને ભગવાન દૂર રહે જ શાના? ભગવાન, ભક્ત અને નામસ્મરણનો ત્રિવેણીસંગમ થયો. તુકારામની અપાર નામપ્રીતિ જોઈને તુકારામને મળવા માટે તેમને ગમતા રૂપે ભગવાનને આવવું પડયું. સાથી ની સીમા આવે એટલે સાધ્ય સામે ચાલીને આવે છે. Scanned by CamScanner
Page #51
--------------------------------------------------------------------------
________________ 6: સગુણ ભક્તિ મનુષ્યજન્મ ધારણ કર્યાનું સાર્થક્ય ઈશ્વરપ્રાપ્તિમાં છે એ સંતોનાં વચનો સાંભળ્યા પછી એ માટે કો માર્ગ લેવો અથવા આપણી પ્રકૃતિને કયા માર્ગ અનુકૂળ અને સહજ સુલભ છે એ વિચાર કરીને મુમુકુઓ એક માર્ગ સ્વીકારે છે. ઈશ્વરપ્રાપ્તિ માટેના યોગમાર્ગ, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ–આ ચાર મુખ્ય માર્ગો છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતા અને ભાગવતમાં ભક્તિમાર્ગનો જ મુખ્યત્વે ઉપદેશ આપ્યો છે. ગીતા અને ભોગવત એ બન્ન ભક્તિમાર્ગના આધારસ્થંભ છે. પહેલાના જમાનામાં બીજા માર્ગો હતા, પણ આ કળિયુગમાં તે ભક્તિમાર્ગ ઈચ્છનીય છે. ભક્તિપંથ બધાથી સરળ છે. તેમાં બધાં કર્મે શ્રીહરિને અર્પણ થાય છે, એટલે પાપ-પુણ્યનો પાશ લાગતો નથી અને જન્મમરણનાં બંધન તૂટી જાય છે અને બીજું એ કે યોગમાર્ગ, જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગનું આચરણ કરતી વખતે પોતાના બળ ઉપર ચાલવું પડે છે. ભક્તિમાગમાં એવું નથી. આ માર્ગે જીવ ચાલવા લાગે એટલે ભગવાન તેને સહાય કરે જ છે. આથી જપ, તપ, વ્રત, અનુષ્ઠાન વગેરેને તુકારામ ધિક્કારે છે એવું નથી. આ સાધનો ભગવાન પાસે મૂકી દઈએ અને પછી ભક્તિમાર્ગ આચરીએ એટલે ભક્ત થવાય. અભેદ નથી ગમત એવું અભેદનો અનુભવ લીધા સિવાય તુકારામ ખાસ બોલ્યા નથી. ભક્તિનું પગથિયું નીચેનું અને જ્ઞાનનું ઉપરનું એવું તે ફક્ત જ્ઞાનમાર્ગી જ Scanned by CamScanner
Page #52
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ કહે છે. પણ જ્ઞાનેશ્વર, એકનાથ કે તુકારામ જેવા જ્ઞાની ભક્ત ભક્તિના સુખને વધુ મહત્ત્વ આપે છે. “મોક્ષ અમારે મન અઘરે નથી, એ તો અમે ગાંઠે બાંધ્યો છે. ભક્તોને મોક્ષ દુર્લભ નથી હોતો. મોક્ષ તો અમારા બારણે રમે છે, ભક્તના બારણે મોક્ષ કાકલૂદી કરતો પડ્યો છે” આવું તુકારામ અનેકવાર કહ્યા કરે છે, પણ એથી મેક્ષ સાથે તેમણે વેર બાંધ્યું હતું એવું નથી. પણ એ સહજ છે એવી ખાતરી થયા પછી જ તેમણે ભક્તિસુખને આટલું બધું મહત્ત્વ આપ્યું છે. જ્ઞાનયુક્ત ભક્તિ કે જ્ઞાનવિનાની ભક્તિ એ બન્નેમાં જ્ઞાનનું સ્વરૂપ ઓળખ્યા પછી જ તુકારામે ભક્તિનો પરમ આનંદ ભેગવવાનું નક્કી કર્યું. આમ એગમાર્ગની, જ્ઞાનમાર્ગની કે કર્મમાર્ગની અવહેલના કરીને ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા તુકારામ વગેરે ભક્તશ્રેષોએ ગાઈ છે એવું કોઈ સમજી ન બેસે. આ માર્ગો ઉત્તમ જ છે, પણ ભક્તિમાર્ગને અનુસરવાથી આ બધા માર્ગે જવાનું ફળ મળે છે. ઉપરાંત પ્રેમના સુખને લાભ મળે છે. એગ એટલે મનની વૃત્તિઓ ઉપર કાબૂ અને એ સાધવાનો ઉપાય ઈશ્વરપ્રણિધાન. તુકારામે ઈશ્વરપ્રણિધાનથી મનની વૃત્તિઓ ઉપર કેટલે બધે કાબુ મેળવ્યું હતું એ જોઈએ તે એ યોગી મહેતા એવું કઈ કહી શકશે? તેવું જ આસક્તિ અને ફળની આશા છોડીને કર્મ કરવું એ નિષ્કામ કર્મયોગને સાર હોય તો કેવળ ભગવતપ્રીતિ અ કર્મોનું આચરણ કરનાર તુકારામ કમલેગી નહોતી એવું પણ કોઈ કહી શકશે ખરું? જીવન અને પરમાતમાં ને એગ એ જે જ્ઞાનમાર્ગનું અંતિમ સાપ્ય છે તે ભગવાન અને પોતે બન્ને એક જ એવો અનુભવ લેના Scanned by CamScanner
Page #53
--------------------------------------------------------------------------
________________ સગુણ ભક્તિ તુકારામ જ્ઞાની નહેતા એવુંય શી રીતે કહેવાય? એટલે કે કર્મ, જ્ઞાન અને યોગને વિરોધ ભક્તિ કરતી નથી. આ બધા શબ્દો જુદા જુદા છે એટલું જ, પણ ખરી રીતે તો એ બધા એકસરખો જ અનુભવ કરાવે છે. તુકારામ કર્મયોગી અને જ્ઞાની હતા એટલે તેમના મનમાં અને વાણીમાં અપાર પ્રેમરંગ ભરેલો હતો. ભક્તિનું આ સ્વરૂપ શબ્દથી વર્ણવવાનું શક્ય નથી. જે ભક્તિથી કર્મ–જ્ઞાનયોગમાં પૂર્ણત્વ આપે છે, કર્મ-જ્ઞાનની સાર્થકતા જે પ્રેમથી થાય છે તે ભક્તિ, એ પ્રેમ, એવી લગની તુકારામના હૃદયમાં પૂરેપૂરાં હતાં. કર્મજ્ઞાનયોગમાં જે જે ખૂટતું હોય તેની પતિ હરિપ્રેમથી થાય. એટલે ભક્તિયોગ જ સહુથી શ્રેષ્ઠ છે. તુકારામે જીવનભર ભક્તિસુખ ભોગવ્યું અને ભક્તિનું નગારું પીટીને ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો. નારાયણ ભક્તિથી વશ થાય છે. ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે, એ જેમને ગળે ન ઊતરે તેમને તુકારામ સૌમ્યતાથી જવાબ આપે છે કે મને આ માગ ગમ્યો એટલે મેં તેને સ્વીકાર્યો છે. ભક્તિનું સુખ અપાર છે, ફરી ફરી એ સુખ મેળવવાનું મન થાય છે. | સગુણ અને નિર્ગુણ એક છે એવો તુકારામનો સિદ્ધાંત છે. તોપણ તેમણે ભક્તિનો મહિમા ખૂબ ગાજે છે. અદ્વૈતમાં દ્વિત અને દ્વિતમાં અતિ, નિર્ગુણ એ જ સગુણ અને સગુણ એ જ નિર્ગુણ, એવો તેમનો નિશ્ચય અને અનુભવ હોવાથી બંને પ્રકારનો આનંદ તેમની વાણીમાં ભરેલો છે. સંત તવાદી પણ નથી અને અતવાદી પણ નથી. શુદ્ધ પરબ્રહ્મ સાથે તે સમરસ થયેલ હોય છે. તુકારામે ભગવાન સાથે વિનોદ કર્યો છે, પ્રસંગ આવ્યે તેમણે ભકિએક છે એવા સાવ મન અતમાં Scanned by CamScanner
Page #54
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ વખાણ સાથે નિંદા પણ કરી છે, ગમે તેવી કલ્પનાઓ પણ કરી છે, પ્રેમથી ગાળે પણ દીધી છે, પણ ભગવાન સાથેનું પિતાનું એકય ઓળખ્યા વિના નથી કર્યું. તુકારામ અને બીજા સંતો પંઢરપુરની વિઠ્ઠલ ભગવાનની મૂર્તિના ઉપાસક હતા. પરંપરાગત એ રિવાજ ભગવાન વિઠ્ઠલની રોજ પૂજાઅર્ચામાં પરિણમ્યું હતું. વિઠ્ઠલ મંદિર નો જીર્ણોદ્ધાર જાતે કરનાર અને વિઠ્ઠલ મંદિરમાં જ છેવટ સુધી કીર્તન કરનાર તુકારામ મૂર્તિ પૂજક હતા. તુકારામના શિષ્ય નારાયણે દેહની એમની સનમાં “તુકારામ શ્રી ભગવાનની મૂર્તિની પૂજા સ્વહસ્તે કરતાં હતા” એવું ચેખા શબ્દોમાં લખ્યું છે. વિઠ્ઠલ ભગવાનની મૂર્તિની પૂજા, અર્ચા, ધ્યાન, ધારણા અને અખંડ નામ મરણ ચાલુ હતાં છતાં ભગવાનના સાક્ષાત્કાર માટે તુકારામ બધા પ્રયત્નો કરતા હતા. જે મૂર્તિની પોતે રોજ પૂજા કરે છે એની પ્રત્યક્ષ મુલાકાત કયારે થશે એવું તેમને થયા જ કરતું. પ્રહલાદ અને ધ્રુવ જેવાએ બાળપણમાં જ ભગવાનને સગુણ રૂપનું દર્શન કર્યું. નામદેવ સાથે ભગવાન પ્રત્યક્ષ બેલતા ચાલતા, જનાબાઈ સાથે દળવા બેસી જતા, એવા મારા પંઢરીરાય મને દર્શન ક્યારે દેશે એવી તાલાવેલી તેમને લાગી. પ્રત્યક્ષ દર્શન વિના બ્રહ્મજ્ઞાન તેમને કેરું લાગતું, બ્રહ્મજ્ઞાનની ખાલી વાતો સાંભળવાથી કે કહેવાથી તેમને સંતોષ થતો નહોતો. પોતાના હાથે જ ભગવાનને ભેટવાનું મળે, બની નજર મળે, આંખે ભગવાન ન દેખાય તો આ આંખ ન હોય તોય શું, આંખથી ભગવાનના ચરણ ન દેખાય એના કરતાં અંધાપશે છે એવા વિચારો તેમને થતા. Scanned by CamScanner
Page #55
--------------------------------------------------------------------------
________________ સગુણ ભક્તિ એ વિના અભંગોમાં તુકારામ કહે છે: “ભગવાન, તારું નિરાકાર રૂપ જેને ગમતું શ્રેય તેની પાસે તુ નિરાકાર ભલે રહેતે, પણ મારે તે તારું સગુણ સાકાર રૂપ જ જોઈએ છે. મારી ઈચ્છા તારા ચરણનાં દર્શન કરવાની છે. જ્ઞાનીઓ સાથે મારા જેવા અજ્ઞાની શા માટે હરીફાઈ કરે ? બાળક મોટું થાય એટલે માતા એને છૂટું મૂકે છે પણ નાનું હોય છે ત્યાં સુધી એ માતાને ખોળે છોડતું નથી. બ્રહ્મજ્ઞાની હોય એને તારી મુક્તિ આપજે, મારે તે નથી જોઈતી. તારા નામની મીઠાશ જીભને લાગી છે, તારા ચરણ જેવાની આંખને તરસ લાગી છે. મારે આ ભાવ ક્યારેય બદલાવાને નથી. મારા આ ભાવમાં તું ઓટ લાવીશ નહિ કે મને ચળાવીશ નહિ. ભગવાન, મારે તારી મુક્તિ નહિ પણ તું જ જોઈએ છે. ભગવાનનાં દર્શન માટે મન તડપતું હતું તોપણ તુકારામ ક્યારેક ભગવાન ઉપર ઊકળી ઊઠતા તો ક્યારેક પ્રેમભરી યાચના કરવા લાગી જતા. આમ તુકારામ ભગવાન સાથે પ્રેમભર્યા વિનોદ–વાર્તા કરતા. પણ એ બધામાં ભગવાન માટેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે એવું વ્યક્ત થાય છે. ભગવાન તેમને પોતાનું સગુણ રૂપ બતાવે એ એક જ ઉત્કટ ભાવના તેમના મનમાં રમ્યા કરતી હતી. ભગવાન સાથે ભેટવાની તુકારામની લાલસા જેમ જેમ વધતી ચાલી તેમ તેમ ભગવાન પિતાને કેવી રીતે મળે એ વિષે જાગ્રત સ્વપ્ન તુકારામ જેવા લાગ્યા. પ્રત્યક્ષ મિલન કરતાં પ્રિય વસ્તુ મળે શું શું થશે એની કલ્પનાઓ કરવામાં વધુ સુખ મળે છે, મિલન થતાં જ એક વાર પ્રેમના ઘૂંટડા ભરીને બધી ઉત્કંઠા તરત શમી જાય છે Scanned by CamScanner
Page #56
--------------------------------------------------------------------------
________________ 7: વિઠ્ઠલસ્વરૂપ તુકારામને ભગવાનનું સગુણ દર્શન કરવું હતું એટલે તે માટે કયા સ્વરૂપનો તેઓ આગ્રહ રાખતા હતા તે પણ જોવું જોઈએ. જે સ્વરૂપનું ધ્યાન ધરે છે તેને તે જ રૂપે ભગવાન મળે છે એ સિદ્ધાંત છે, એટલે તુકારામ કયા સ્વરૂપને ધ્યાન સામે રાખતા હતા, કયું સ્વરૂપ તેમને ખૂબ પ્રિય હતું. કયા સ્વરૂપનાં તેમણે વખાણ કર્યા; ખાતાં, પીતાં, બેસતાં, ઊઠતાં, ઘરમાં, બહાર, સમાધિ અવસ્થામાં, જાગતાં કે સ્વમમાં ભગવાનનું કયું સ્વરૂપ તેમણે ધ્યાન સામે રાખ્યું હતું ? કેટલાક વાચક કહેશે કે તુકારામ તે પાંડુરંગને (વિફૂલને) જ ઝંખતા હતા. પણ એ અંગે કરેલું સંશોધન બધાને ગમશે. - તુકારામના કુળદેવ વિઠ્ઠલ હતા. તેમણે નાનપણથી જ વિઠ્ઠલની ઉપાસના કરી હતી. તેમના અભંગોમાં પણ બધે વિઠ્ઠલ અને પાંડુરંગને જ પિકાર છે, એટલે વિઠ્ઠલની જ તેમને ઝંખના હતી એ દેખીતું છે. જિજ્ઞાસુઓ માટેના શ્રીકૃષ્ણને ગીતાનો ઉપદેશ છે અને કથાપ્રેમી માટે મહાભારત. પણ આજ સુધી ભરતખંડમાં ભગવાનના બધા ભક્તો અને સાધુસંત શ્રીકૃષ્ણ ઉપર મોહી પડ્યા છે તેનું કારણ શ્રીકૃષ્ણના બાળપણનું ચરિત્ર દિવ્ય પ્રેમમય ગણાય છે. શ્રીકૃષ્ણનું એ બાળસ્વરૂપ મીઠામાં મીઠું છે. ગાય અને ગોવાળે સાથેનું બાળસ્વરૂપ જ તુકારામે પણ આ છે. અંદર હરિ છે, બહાર પણ છે અને હરિથી જ આ8. Scanned by CamScanner
Page #57
--------------------------------------------------------------------------
________________ વિફલસ્વરૂપ વર ભરાય છે વગેરે. અભંગોમાં આ જ બાળકૃષ્ણને તેમણે ભજ્યા છે. તુકારામના અભ્યાસને અને કિર્તનનો આ બાળકૃષ્ણ ચરિત્ર પણ વિષય હતો. આ બાળસ્વરૂપે તુકારામનું મન હરી લીધું હતું અને તેના જ દર્શન માટે મન સદાય સૂરતું હતું. વિટ્ઠલ એટલે શ્રીકૃષ્ણનું બાળરૂપ. એ ધ્યાનમાં આવે તો આપણા સાધુસંતોએ શ્રીકૃષ્ણ ચરિત્રમાંથી બાળલીલા જ વિલક્ષણ પ્રેમથી શા માટે ગાઈ છે એને ઉકેલ મળી રહે છે. સુરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા એ પશ્ચિમના કૃષ્ણભક્તો અને જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ વગેરે મહારાષ્ટ્રના કૃષ્ણભક્તો શ્રીકૃષ્ણના બાળચરિત્રનું જ પ્રેમપૂર્વક વર્ણન કરનારા છે. તુકારામે પોતાના ઉપાય વિફૂલની જે બાળલીલા ગાઈ છે તેમાં પણ ગોપગોપીની ઉત્કટ ભક્તિનું અને શ્રીકૃષ્ણની ભક્તવત્સલતાનું મધુરું વર્ણન કરેલું છે. નેપાળ કૃષ્ણ સખાઓ સાથે ગાયો ચરાવવા મધુવનમાં જાય છે ત્યાં બધાએ પોતપોતાનાં ભાતાં છોડીને જે ભેજન કર્યું, જે વિવિધ રમતો રમ્યા તેનું વર્ણન તુકારામે કર્યું છે. બાળલીલાના આ અભંગોમાં તુકારામે અધ્યાત્મ પણ સૂચવેલું છે. ગોપીઓએ રાસ રમતી વખતે જે તન્મયતા કેળવી તેવી જ રીતે આપણે આપણી બધી વૃત્તિઓને કૃષ્ણપ્રેમમાં રમતી કરી દેવી અને એવી જ તન્મયતાનું સુખ ભોગવવું એવો તેમાંથી મળતો બોધ દરેકે મનમાં તારવા જેવો છે. આમ કૃષ્ણભક્તિની લગની તુકારામને લાગેલી હતી. e / Scanned by CamScanner
Page #58
--------------------------------------------------------------------------
________________ 58 સંત તુકારામ પંઢરપુરની વિઠ્ઠાર્તિત સૂમ નિરીક્ષણ કરીએ તો એ બાળમૂર્તિ છે એવું નક્કી થાય છે. ભગવાન ઈટ ઉપર ઊભા છે. ભગવાનનાં ઈટ ઉપરનાં પગલાં મૃદુ છે. આ જ પગ ઉપર કરોડો ભાવિકોએ પોતાનાં શીશ નમાવ્યાં છે, પ્રેમાશ્રુથી હજાર વાર પગ ભીંજવ્યા છે અને તેમાં પોતાનું ચિત્ત સમર્પિત કર્યું છે. ભગવાનના ડાબા પગ ઉપર એક જખમ છે. મુક્તકેશી નામની એક ગોપી હતી. ભગવાન માટે એને ઘણો પ્રેમ હતો. એ ખૂબ કોમળ હતી અને એ કોમળતાનું તેને ભારે અભિમાન હતું. તેણે ભગવાનના પગ ઉપર પોતાના જમણા હાથની આંગળીઓ મૂકી તે તે ભગવાનને અતિ સુકુમાર પગમાં ખૂંપી ગઈ. ભગવાનના “સૌકુમાર્ય” પાસે આપણી શી વિસાત એ સમજાતાં એ શરમાઈ ગઈ. એના ગર્વનું ખંડન થયું. પગ ઉપરનો એ જખમ આજે પણ એ વિઠ્ઠલમૂર્તિ ઉપર છે. Scanned by CamScanner
Page #59
--------------------------------------------------------------------------
________________ 8 : સગુણ સાક્ષાત્કાર સગુણ દર્શનની તુકારામની ઉત્કંઠા કેટલી તીવ્ર હતી તે જોયા પછી એ ઉત્કંઠાનું પ્રત્યક્ષ ફળ કેવી રીતે મળ્યું તે હવે જોઈએ. જીવ માત્રને પોતાની ઈચ્છા પ્રમાણે ફળ મળે છે. માણસની ઈચ્છાશક્તિ એટલી બધી પ્રબળ છે, તેના સંકલ્પનું બળ એટલું બધું વિલક્ષણ છે કે, તે જે કાંઈ કરવા માગે તે થાય છે. જે જે કરવાની ઇચ્છા તે કરે તે થાય છે. પણ ઇચ્છાશક્તિને શુદ્ધ આચરણને, 68 નિશ્ચયનો, સદ્દભાવનાનો અને અભ્યાસને ટેકે હેવો જોઈએ. સંકલ્પ સિદ્ધ થવા માટેનો બધે આધારે આ સંકલ્પની શુદ્ધતા અને તીવ્રતા ઉપર હોય છે. ચોમેરથી બંધાયેલ જગ્યામાં પાણીનું એક એક ટીપું પડતાં સરોવર થઈ જાય છે, એક એક પૈસો ભેગો કરનાર વેપારી લક્ષાધિપતિ થઈ જાય છે. સૂર્યોનાં કિરણોને એકકેન્દ્રિત કરવાથી અગ્નિ ચેતાવી શકાય છે, તેવી જ રીતે મનને એક જ ધ્યેયમાં સ્થિર કરવાથી બ્રહ્મપદ પમાય છે. મન એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. પંચભૂતના ખોળિયામાં તેને ફાવે તેમ વિહરવા દેવાથી એ થાકીને દુર્બળ બની જાય છે અને ઈશ્વર તરફ વાળવાથી એ જ પરમાત્મારૂપ બની જાય છે. ભગવાન બધે છે એવું શાસ્ત્રવચન છે અને સંતોની પ્રતીતિ પણ છે. તુકારામે એ અનામ, અરૂપ, અચિંત્ય પરમાત્માને નામ અને રૂપથી ચિંત્ય બનાવ્યા. ગોકુળનાં ગોપગોપીઓને રમાડનારી શામળી બાળમૂર્તિનું તેમણે ચિંતન કર્યું. મન Scanned by CamScanner
Page #60
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ તેના પર જ સ્થિર કર્યું, ઇંદ્રિાને એના જ ધ્યાનના સુખમાં પરોવી દીધી, બાહ્ય શરીર પણ એની જ સેવામાં રેકી દીધું અને આ પ્રમાણે મન, વચન અને કાયાથી એ કુષ્ણમય બની ગયા. એટલે કૃષ્ણનું સ્વરૂપ જેવાની ઉત્કટ ભાવના સફળ થાય જ ને? નિશ્ચયનું બળ એટલે જ ફળ. અહંકારનો પવન લાગે નહિ એટલે સત્યનારાયણ બધા મનોરથ પૂરા કરે છે એવું ભક્તો કહે છે તે સાચું છે. આપણે શુદ્ધ સંકલ્પ અથવા નિશ્ચયનું બળ અને નારાયણની કુપા એ બે વચ્ચે ભેદ ક્યાં છે? શ્રીકૃષ્ણ પ્રગટ થાય એવો શુદ્ધ અને તીવ્ર સંકલ્પ તુકારામે કર્યો અને નારાયણને પ્રગટ થવું પડ્યું. આ ભક્તના સંકલ્પ બળનું ગૌરવ કે ભગવાનની ભક્તવત્સલતા? કે બંનેના ઝઘડામાંથી દુનિયાને કૌતુકભર્યો પ્રસંગ જેવા મળે એ માટે દુનિયાના ભાગ્યને વખાણવું? ભગવાને તુકારામની દર્શનભૂખ પણ એક પ્રસંગનું નિમિત્ત બનીને ભાંગી. રામેશ્વર ભટ્ટ તુકારામને બધા અભંગે લખેલી વહીઓ ડૂબાડી દેવા કહ્યું. અને આ સપુરુષે એ બ્રાહ્મણની આજ્ઞા શિરોમાન્ય ગણુંને ડૂબાડી દીધી અને પછી ભગવાને પાણીમાંથી એ વહીઓ બચાવી લીધી એવી સુપ્રસિદ્ધ લેકવાયકા છે. રામેશ્વર ભટ્ટ નામના એક પીઢ અને મહાવિદ્વાન બ્રાહ્મણ પૂનાથી ઈશાનમાં નવ માઈલ દૂર આવેલા વાઘાલી ગામમાં રહેતા હતા. તુકારામનાં ગુણગાન તેમના કાન સુધી આવ્યાં હતાં. તુકારામ શદ્ર જાતિના હોવા છત બ્રાહ્મણે પણ તેમને પગે પડે છે અને તેમનાં ભજનમાં Scanned by CamScanner
Page #61
--------------------------------------------------------------------------
________________ સગુણ સાક્ષાત્કાર શ્રતિના અર્થો મળી આવે છે એ લોકમુખથી તેમણે સાંભળ્યું, ત્યારથી તુકારામ વિશે અને સામાન્ય રીતે વારકરી સંપ્રદાય વિશે તેમને અભિપ્રાય ફરી ગયે. રામેશ્વર ભટ્ટને વિચાર પણ સમજવા જેવો છે. તુકારામ જે ભાગવતધર્મની ધજા નીચે ભક્તિપ્રચારનું કામ કરતા હતા, ભાગવતધર્મની કેટલીક બાબતો સાથે તેમને પ્રામાણિક વિરોધ હતો. સાચું કહીએ તો જ્ઞાનેધરના સમયથી જ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણે ભાગવતધર્મ તે વર્ણાશ્રમનાં ધર્મબંધન ઢીલાં કરનારે એક બંડખોર સંપ્રદાય છે એવું માને છે. ખરી રીતે એ તે નથી. ઊલટાનું વૈદિક ધર્મનું ખૂબ ઉત્તળ, વ્યાપક અને લોકે દ્ધારક સ્વરૂપ જ ભાગવતધર્મમાં જોવામાં આવે છે. આ ચર્ચાને જવાબ ભાગવતધમી સંતનાં ચરિત્રોએ જ આપી દીધો છે. વારકરીઓ જાતિભેદ ભૂલીને એકમેકને પગે લાગે છે. સંસ્કૃતમાં રહેલું જ્ઞાનરહસ્ય પ્રાકૃતમાં કહેવામાં આવે છે અને તેથી દેવવાણીની પાયમાલી થાય છે. કર્મમાર્ગ ઉપર થોડેઘણો કટાક્ષ કરીને ભક્તિનું અને નામનું જ માહાસ્ય સૌથી વધારે કહેવાય છે. આ વાત જાના વિચારના કેટલાય શાસ્ત્રી પંડિતો અને વૈદિક કર્મકાંડીઓ આજે પણ સ્વીકારતા નથી. બધા શાસ્ત્રી–પંડિતે આ મતના હતા એવું નથી, પણ આ મતના અભિમાનીઓથી ભાગવતધર્મ પ્રચારક જ્ઞાનેશ્વરને અને એકનાથને જેમ અગાઉ હેરાન કરવામાં આવ્યા હતા એવી જ રીતે તુકારામને રામેશ્વર ભટ્ટે હેરાન કર્યા. વૈદિક સંપ્રદાય અને ભાગવત સંપ્રદાય જુદા જુદા છે. સંસ્કૃત ભાષામાં જ બધું ઘરહસ્ય રહેવું જોઈએ અને Scanned by CamScanner
Page #62
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ તે બ્રાહ્મણોના મુખથી જ અન્ય જાતિના માણસે એ સાંભળવા જોઈએ એમ વેદિકો માને છે. બીજો મુદ્દા જાતિસંબંધનો છે. જાતિબંધનો કડક રહેવાં જોઈએ. અંત્યજથી લઈને બ્રાહ્મણ સુધીના ઉચ્ચ-નીચના ભેદ વિદિક સંપ્રદાયમાં છે, જ્યારે ભાગવતધર્મ માં તે મનુષ્ય ગમે તે જાતિમાં જન્મ્યા હોય પણ જે તે શુદ્ધાચરણ અને ભગવદ્ભકા હોય તો તે માટે તે વંદનીય અને શ્રેષ્ઠ છે એવા સિદ્ધાંત છે. આથી શ્રેષ્ઠતા ફક્ત જાતિમાં જ ન રહેતાં “ભગવાનનો ભક્ત તે સર્વ શ્રેષ્ટએ સિદ્ધાંત થે. અને તેમાં સો ટચના સેનાનો કસ જાતિ ઉપર નહિ પણ સંત ઉપર લાગ્યા. એથી ભાગવત સંપ્રદાય બ્રાહ્મણોનું મહત્ત્વ ઘટાડનારો છે એવું ના મતવાદીઓ માની બેઠા. જ્ઞાનેશ્વર-એકનાથને હેરાન કરવામાં આ બે જ મુદા હતા, પણ તુકારામને હેરાન કરતી વખતે ત્રીજે એક મુદ્દા પણ આગળ આવે. સંત સર્વશ્રેષ્ઠ મનાય એટલે મહત્તા બ્રાહ્મણ પાસે ન રહેતાં સહજ રીતે જ સંત પાસે ચાલી જાય. તુકારામનું સંતપણું જેમ જેમ સિદ્ધ થવા લાગ્યું, તેમના શુદ્ધ આચરણની. ઉપદેશની, ભક્તિ–પ્રેમની પકડ જેમ જેમ લોકોના મન ઉપર મજબૂત થવા લાગી તેમ તેમ લોકોને સમૂહ તેમના ભજનમાં સામેલ થશે. આ મુમુક્ષુ લેકમાં દેહુના કુલકર્ણી મહાદાજી પંત, ચીખલીના કુલકણ મલ્હાર પંત, પૂનાના કેડે પંત, તળેગામના ગંગારામ વગેરે કેટલાય બ્રાહ્મણો પણ હતા. તુકારામની અs વાણું સાંભળીને એ ભ્રમરની જેમ કારામના ભક્ત અને ગયા. લોકોને શુદ્ધ ધર્મજ્ઞાન જોઈતું હતું, સાચું પ્રેમ જોઈતું હતું, એવે વખતે તેમને તુકારામ મળ્યા અને તેમના Scanned by CamScanner
Page #63
--------------------------------------------------------------------------
________________ સગુણ સાક્ષાત્કાર સાથે ભજનમાં ભળ્યા. સાચું અને ખોટું લોકેના ધ્યાનમાં આવી જતું જ હોય છે. તુકારામની પડોશમાં જ અંબાજીબુવા પિતાની મોટાઈની દુકાન માંડીને બેઠા હતા, પણ તેમની પાસે લોકોને જે જોઈતું હતું તે નહોતું એટલે તેમના ભજનમાં કઈ ભળ્યું નહિ. અંબાજી અને તુકારામ-એક છેટું અને ખરું નાણું–બંનેની લેકે એ બરાબર પરખ કરી. તુકારામના ગુણ અને પ્રેમને લોકો સમજ્યા. તુકારામ શુદ્ર જાતિના હતા, પણ તે બ્રાહ્મણ હોય તો પણ લોકોને એટલા જ ગમ્યા હોત. અંબાજી બ્રાહ્મણ હોવા છતાં તેમની રીત બ્રાહ્મણોને પણ ન ગમી. એટલે તુકારામને હેરાન કરવામાં ત્રીજે મુદ્દો તેમની જાતિ વિષેનો પણ હતા. તુકારામ શૂદ્ર હોવાથી બ્રાહ્મણે તેમને પગે પડે છે અને તેમને ગુરુ માને છે, તે રૂઢિચુસ્તોને રુચ્યું નહિ. રામેશ્વર ભટ્ટ રૂઢિચુસ્ત તરીકે તુકારામ સાથે લડવા માટે આગળ આવ્યા ન હોત તો બીજો કોઈ પણ વેદશાસ્ત્રસંપન્ન બ્રાહ્મણ આગળ આવ્યું હોત. ધર્મનું રહસ્ય સંસ્કૃત સિવાયની પ્રાકૃત ભાષામાં સમજાવવામાં પણ કોઈ દોષ નથી, એ વાત જ્ઞાનેશ્વર અને એકનાથે સિદ્ધ કરી દીધી હતી. હવે પ્રાકૃત ભાષામાં અધિકારી શુદ્ધ પણ ધર્મરહસ્ય કહી શકે છે, કારણ કે ધર્મ રહસ્ય ભગવાનની કૃપાથી કોઈ પણ જાતિના શુદ્ધચરિત માણસમાં પ્રગટ થાય છે. એ માટે તુકારામને હેરાન કરવામાં આવ્યા. અને આ હેરાનગતિ કરવાનું માન મળે છે રામેશ્વર ભટ્ટને ! જ્ઞાનેશ્વર અને એકનાથના અલૌકિક પ્રભાવની અસર બધા બ્રાહ્મણે ઉપર થઈ. જનસમાજમાં ભાગવત Scanned by CamScanner
Page #64
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ ધર્મને જયજયકાર થયે. તેને ખૂબ પ્રચાર થયા. આમ ભાગવત ધર્મને એક ડગલું આગળ વધારવાનું શ્રેય તુકારામને પણ મળ્યું. તુકારામના ભાગવત ધર્મનાં તા રામેશ્વર ભટ્ટ માન્ય ન રાખવાથી તેમણે ગાઢ જંગલમાં પગ મૂક્યો. દેહુમાં તુકારામનાં ભજન-કીર્તનનો રંગ જામે છે અને ત્યાં જ એમના પ્રિય વિઠ્ઠલનું સ્થાન છે એટલે દેહુમાંથી જ તુકારામને કાઢી મૂકવાને કુવિચાર તેમના મનમાં આવ્યા અને તેમણે ગામના મુખિયાઓને ભંભેર્યા. દેહમાંથી તુકારામને હાંકી કાઢવાનું એ મુખિયાઓને લખી નાખ્યું. આ હુકમનામું મુખિયાઓએ તુકારામને વાંચી સંભળાવ્યું. તુકારામ તરત જ રામેશ્વર ભટ્ટને ગામ વાઘેલી ગયા અને રામેશ્વર ભટ્ટ સંધ્યામાં બેઠા હોવા છતાં તેમની પાસે જઈને દંડવત્ પ્રણામ કરીને તેમની સામે જ કીર્તનને પ્રારંભ કરી દીધો ! કીર્તનમાં પ્રાસાદિક અભંગ એક પછી એક સ્કુર્યા તેમ તુકારામ બેલવા લાગ્યા, એટલે રામેશ્વર ભટ્ટે કહ્યું: “તારા અભંગોમાંથી કૃતિઓને અર્થ નીકળે છે અને તું શું ક હોવાથી શ્રતિઓના અર્થ કહેવાને તને અધિકાર નથી. તારી વાણી શાસ્ત્રવિરુદ્ધ હેવાથી શ્રોતાઓ અને વક્તાને નરકમાં પહોંચાડનારી છે, એટલે તું આજથી કવિતા રચીશ નહિ.” એના જવાબમાં તુકારામે કહ્યું: “પાંડુરંગે આજ્ઞા કરી છે, તેથી હું આ અભંગે રચું છું. એ બધી વાણ નકામી ખરચાઈ ગઈ. આપ બ્રાવણ હેવાથી ઈશ્વરમાં છે. આપની આજ્ઞા મુજબ હું હવેથી કવિતા રચીશ નહિ. પણ આજ સુધી રચાયેલા અભંગોનું શું કરું ?" Scanned by CamScanner
Page #65
--------------------------------------------------------------------------
________________ સગુણ સાક્ષાત્કાર રામેશ્વરે કહ્યું: “તું તારા અભંગોની બધી વહીઓ લઈને પાણીમાં ડુબાડી દે.” આ સાંભળી “આપની આજ્ઞા માન્ય છે” એમ બોલીને તુકારામ દે ગયા અને અભંગોની વહીઓ ઉપર તથા નીચે મોટા પથ્થર રાખીને કપડામાં બાંધી અને એ પિટલું ઇંદ્રાયણીના વહેણમાં મૂકી દીધું. પાણીમાં વહીઓ ડુબાડી દીધાની વાત જોતજોતામાં ચોમેર ફેલાઈ ગઈ. આથી પ્રેમળ ભાવિકોને ભારે દુઃખ થયું; અને કુટિલ, નિંદા કરનારા, લુચ્ચા લોકો હરખાઈને તાળીઓ પાડવા લાગ્યા. તુકારામ પાસે એવા લોકો જઈને તેમની ઠેકડી ઉડાડવા લાગ્યા. અગાઉ ભાઈ સાથે વિરોધ કરીને દસ્તાવેજો ડૂબાડી દીધા હતા. હવે રામેશ્વર ભટ્ટ સાથેની ચર્ચામાં કવિતા ડુબાડી દીધી ! બીજું કોઈ હોત તો આવી બન્ને તરફની માનહાનિ થવાથી એણે લોકોને મેં ન બતાવતાં આપઘાત જ કર્યો હોત. તુકારામે પોતાના વિશે જ વિચાર કરીને જાતને કહ્યું : “લોકોનું કહેવું સારું છે. હું પ્રપંચી હોવાથી જ આગ ચાંપીને બહાર નીકળી ગયે છું. એટલે મારી ફજેતી થઈ પણ ભગવાન માટે આ બધી માથાકૂટ કરી છતાં ભગવાન પ્રત્યક્ષ થયા નહિ, આઘાતમાંથી મને ઉગાર્યો નહિ, દુર્જનનાં માં બંધ કર્યા નહિ, અને ભક્તવત્સલ તરીકેનું પોતાનું બિરુદ સાચું પાળ્યું નથી એટલે જીવતા રહેવાની પણ શી જરૂર ? અન્ન અને પાણીનો. ત્યાગ કરીને હું ભગવાનના ચરણે તેમનું ચિંતન કરતે પડ્યો રહું એટલે એને એગ્ય લાગશે તે કરેશે.”–આમ વિચાર કરીને તુકારામ મંદિર સામે તુલસીક્યારા પાસેના Scanned by CamScanner
Page #66
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ એક પથ્થર ઉપર તેર દિવસ સુધી પડ્યા રહ્યા. એ વખતે તેમના મુખમાંથી પ્રગટેલા ઓગણીસ અભંગોમાં એ વખતની તેમના મનની હાલત ઉત્કૃષ્ટ રીતે પ્રતિબિંબિત થઈ છેઃ હે ભગવાન ! દરેક પ્રાણીમાં એકસરખે ભાવ રાખનાર તું હોવા છતાં અને તારું અખંડ ચિંતન કરવા છતાં તેમાં બીજાની ડખલ થાય એ કેવી નવાઈ! આજ સુધી કરેલી ભક્તિ ઉપરનો આ કળશ છે! તારી ભક્તિનું એ ફળ મળ્યું કે લોકો દ્વેષ કરી શકે એવો દોષ મારાથી થયે, પણ એ માટે તેને દેષ દેવા કરતાં એમ લાગે છે કે મારી સેવા જ સાચી નહિ હોય, તેમાં ખામી હશે. તારી સેવામાં મેં મારું સર્વસ્વ અર્પણ કર્યા વિના તને હું દોષ આપું એ યોગ્ય નથી. હવે કાં તો તારી સાથે રાખ, અથવા મારે નાશ કર. તુ જાતે આવીને જે કહીશ તે હવે હું કરીશ. તારા દર્શન માટે અનેક ઉપાયે કર્યા. કેટલી રાહ જોઉં ? આશાને અંત આવ્યો છે. છેવટનો છુટકા કરી દે હવે. મારા શબ્દો તને ગમતા નથી, પછી બોલવાની શી જરૂર? તારું દર્શન થાય એ મારો સત્ય-સંકલ્પ પૂરો ન થયે તને પ્રસન્ન કરવા ખૂબ મથ્ય, પણ એ બધા શબ્દ નકામાં ગયા. હવે બીજા બધા માર્ગો છેડીને તને ભેટવાની જ લગની લાગી છે. તું ઉદાર અને ભક્તવત્સલ છે એવું કહેવાને મેં મફતને વેપાર માં વ્યો, પણ એ વેપાર સમેટી લે પડ્યો. એક જીવને ઉદ્ધાર તું કરીશ જ Scanned by CamScanner
Page #67
--------------------------------------------------------------------------
________________ સગુણ સાક્ષાત્કાર પણ આખી દુનિયાને ઉદ્ધાર થાય એ માટે મેં આ બધે પસાર કર્યો છે. પણ ભક્તને લાગેલો આ આઘાત તું નિવારીશ નહિ તો તારી આબરૂ જશે અને તારી નિંદા થશે એ મારા કાનથી સંભળાશે નહિ. - તારી નિંદા દુનિયામાં ન થાય અને તારા વિષે લોકોની અશ્રદ્ધા વધે નહિ એ સિવાય બીજું કશું મારે જોઈતું નથી. અગાઉ જે જ્ઞાની ભક્તો થઈ ગયા તેમણે નિષ્કામ ભક્તિનો જે સુંદર ચીલો પાડ્યો છે એ જ ચીલે મેં ચાલવા પ્રયત્ન કર્યો છે. શરીરની બધી ઉપાધિ તુચ્છ ગણીને તારી સેવા માટે બુદ્ધિ દઢ કરીને રહ્યો છું. આ શરીરનાં છત્રીસ તત્ત્વોને વહેંચીને હું અલગ થયા અને તારા ઉપકાર માટે જ હવે જીવી રહ્યો છું. તારા બિરુદ અને નામને કલંક ન લાગે અને લોકોની શ્રદ્ધા દઢ થાય એ માટે જ હું તને પ્રગટ થઈને મને દર્શન દેવાની અને તને એ આઘાતમાંથી ઉગારવાની પ્રાર્થના કરું છું. આવી જાતનો ત્રાસ તને દેવાનો અધિકાર શું મને નથી ? શું હું તારે દાસ નથી ? તારા ચરણ માટે જ મેં પ્રપંચોની હોળી કરી છે. મારું સર્વસ્વ મેં તારે ચરણે ધરી દીધું છે; છતાં મારા પર આવું વાદળું ઘેરાઈ વળે એ ઉચિત છે? પાંડુરંગ, મને ભેટીને મારો તલસાટ નિવાર, તારી મહેર નથી લાગી એટલે મારાં વચને ખાતરીલાયક છે કે નહિ તે આ લોકોને સમજાતું નથી. આ જ સુધીનો મારો બધે બડબડાટ નકામે કર્યો. બોલાયેલા બધા શબ્દો હવામાં ઊડી ગયા છે એ જોઈને હું તો છક થઈ ગયો છું. તારા Scanned by CamScanner
Page #68
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ ચરણમાં મારું ચિત્ત રમતું મૂક્યું છે, હવે તું મને ભેટ એટલે આ ભવબંધનની ગાંઠ છૂટી જાય. આમ સાક્ષાત્ દર્શન માટે ઉત્કંઠિત થઈને તુકારામ દેહુના પાંડુરંગના મંદિર સામેના પથ્થર ઉપર ચિતન કરતાં તેર દિવસ સુધી આંખે ફાડીને પડ્યા રહ્યા. તેર દિવસ સુધી ભૂખ કે તરસનું તેમને ભાન જ ન રહ્યું. હૃદયમાં પાંડુરંગનું ધ્યાન તપસ્વી ધ્રુવની જેમ તેમણે ધર્યા કર્યું. આ બાજુ વાઘોલીમાં રામેશ્વર ભટ્ટ ભકતદ્રોહ કર્યો એથી ભગવાનને તેમના પર કોપ ઊતર્યો. ભગવાન સાથે કરેલું કપટ કદાચ ભગવાન સહન કરી લે, પણ ભક્તને કેાઈ હેરાન કરે એ તો જરાય સહન ન કરી શકે. કંસ, રાવણ વગેરે ભગવાનના વિરોધીઓ મોક્ષપદ પામ્યા, પણ ભક્તષી પશ્ચાત્તાપથી શુદ્ધ થઈને ભક્તને જ શરણે ન આવે તો તેની અવશ્ય અગતિ થાય છે. બધાં પ્રાણીએના હિત માટે મન, વચન અને કાયાથી ઝૂઝનારા મહાત્માઓનાં મન બધાં પ્રાણીઓના અંતરમાં વ્યાપી રહેનારાં હોવાથી તેમને દીધેલા ધક્કાથી એ સર્વ ભૂતાધિવાસ હલી ઊઠે છે. એટલે જ સાધુપુરુષને છળવા જેવું બીજું પાપ નથી. રામેશ્વર ભટ્ટ વાઘેલીથી પૂનામાં આવેલ નાગનાથનાં દર્શને જવા નીકળ્યા. નાગનાથમાં પ્રકટ દૈવત હોવાથી એ ધામઉપર રામેશ્વર ભટ્ટને ભારે આસ્થા હતી. રસ્તામાં અનઘડ સિદ્ધ નામને એક ઓલિયો રહેતો હતો. તેણે પિતાની વાડીમાં એક વાવ બાંધી હતી. આ વાવ અને અનઘડશાહનો તકિ આજે પણ ત્યાં જોવા મળે છે. એ વાવમાં Scanned by CamScanner
Page #69
--------------------------------------------------------------------------
________________ સગુણ સાક્ષાત્કાર રામેશ્વર ભટ્ટે સ્નાન કર્યું ત્યાં તો એમના આખા શરીરે બળતરા શરૂ થઈ ગઈ કેઈએ કહ્યું કે આ પેલા ફકીરના શાપનું પરિણામ છે. ત્યારે કેઈએ કહ્યું કે તુકારામને હેરાન કર્યા તેનું આ પરિણામ છે. રામેશ્વર ભટ્ટના શરીરે બળતરા વધતી જ ગઈ. શિષ્યોએ ઠંડક માટે અનેક ઉપચારો કર્યા, પણ બધા નિષ્ફળ નીવડ્યા. એમના આખા શરીરે બળતરા વ્યાપી ગઈ. સપુરુષને કેઈ ત્રાસ આપે તે એના પર આપત્તિ આવ્યા વિના ન રહે. તપ અને વિદ્યા એ બંનેની સાધના બ્રાહ્મણોને મોક્ષદાયક ખરી, પણ બ્રાહ્મણ જ્યારે ખોટી રીતે વિદ્યાને ઉપયોગ કરે છે ત્યારે તેની અધગતિ થાય છે. અધકચરે બ્રાહ્મણ તપસ્વી હોય તેય આફતમાં આવી પડે છે. આખરે બળતરા શાંત કરવા રામેશ્વર ભટ્ટ આળંદીમાં જઈને જ્ઞાનેશ્વરની સેવામાં લાગી ગયા. આ તરફ તુકારામનાં ભક્તિ અને વૈરાગ્ય પરાકાષ્ટાએ પહોંચ્યાં. હવે ભગવાનને પ્રગટ થયા વિના છૂટકે નહે. ભક્તિના સાચાપણાની પરીક્ષા થવાની હતી, તુકારામની ભક્તિની કસોટી થઈ રહી હતી. ખરી રીતે તો દેવના દેવત્વની જ પરીક્ષા થઈ રહી હતી. વેદ, શાસ્ત્ર, પુરાણ, સંતવચને અને ભક્તોની આબરૂ રાખવાનું ભગવાનના હાથમાં હોય છે, એટલે ભગવાન સગુણ સ્વરૂપે પ્રગટ થઈને તુકારામને ભેટ્યા અને નદીના ઊંડા ધરામાં પડેલી વહીઓ બહાર લાવવાની ભગવાને ફરજ બજાવી. આવી વિપત્તિમાં ભગવાને તુકારામની સંભાળ લીધી ન હોત તે પણ તુકારામની નિષ્ઠા એટલી જ રહેત પણ લોકોને ભગવાનના અરિતત્વની અને દયાળતાની ખાતરી થઈ ન હોત. Scanned by CamScanner
Page #70
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ દેહમાં તેર દિવસ સુધી તુકારામ પથ્થર ઉપર પડ્યા રહ્યા હતા. આખરે તેમને દર્શન દઈને ભગવાને બચાવી લીધા. તુકારામે ત્રિભુવનનાથને ભક્તિબળથી ખેંચ્યા અને એ નિરાકાર સાકાર બન્યા. તેમની અસીમ ભક્તિનું સામર્થ્ય દુનિયાને દેખાયું. શ્રીહરિએ બાળવેશ ધારણ કરીને તુકારામને દર્શન દીધાં અને આલિંગન આપીને સંતોષ્યા. તુકારામને ભગવાનના સગુણ સ્વરૂપનાં દર્શન થયાં. “પ્રલાદની જેમ હું તારી પાછળ પણ સદાય ઊભું છું અને તારી કવિતાની વહીઓ મેં પાણીમાં પણ સુરક્ષિત રાખી છે” એવું તુકારામે ભગવાનના મુખેથી સાંભળ્યું તેથી સંતોષ થયે અને ભગવાન પણ ભક્તના હૃદયમાં અંતર્ધાન થઈ ગયા. આ વખતે તુકારામનું શરીર બહારથી નિક્ષેતન દેખાતું હતું. શ્વાસોચ્છવાસ ધીમે પડી ગયો હતો. હલનચલન બંધ હતું. તેમના નિંદકોને થયું કે ખેલ ખલાસ છે, પણ ભાવિકોને તેમના મુખ ઉપર પ્રકાશ દેખાતો હતો અને ધીમે ધીમે નામ–જપને અવાજ પણ સંભળાતા હતા. આમ ચૌદમે દિવસે પરોઢિયે પ્રગટ થઈને ભગવાને લોકોને કહ્યું કે, અભંગોની વહીઓ પાણીની સપાટી ઉપર તરે છે એ તમે લઈ આવે. બધા ભક્તોને આનંદ થયો અને બધા નદીના ધરા તરફ દેડ્યા. ત્યાં થયેલા ચમત્કારનું તો વર્ણન જ શી રીતે થઈ શકે ! વહીઓનું પોટલું તુંબડાની જેમ પાણીની સપાટી ઉપર લહેરાતું તેમણે જોયું! બધા આનંદની કિકિયારીઓ કરી ઊઠ્યા અને “રામકૃષ્ણહરિના નાદથી દશે દિશા ગાજી ઊઠી. બેચાર જણે તરત પાણીમાં કૂદકો મારીને પોટલું કાળજીપૂર્વક બહાર કાઢયું. આ તરફ તુકારામે આંખ ઉઘાડી ત્યાં તે ભક્તોની Scanned by CamScanner
Page #71
--------------------------------------------------------------------------
________________ સગુણ સાક્ષાત્કાર 71 મંડળીને આનંદની અવધિમાં ભાન ભૂલીને વિઠ્ઠલના નામનો જયઘેપ કરતી પિતાની પાસે આવતી જોઈ. બધે આનંદ-આનંદ થઈ રહ્યો. ભાવિકોના આનંદનો પાર રહ્યો નહિ, નિંદકોનાં મોં કાળાંમેશ થઈ ગયાં. પવનના હિલોળા સાથે એક વાર વખાણ તરફ અને એક વાર નિંદા તરફ વળી જનારા અર્ધદગ્ધોની ચિત્તવૃત્તિ સ્થિર થઈ અને તે પ્રસન્ન થયા. પાંડુરંગનું આ કૌતુક સંભારતાં તુકારામના હૃદયમાં પ્રેમાવેગ કેમે કર્યો સમાતો નહોતો. તેમની આંખોમાંથી તે માને ધોધ વહેતો હતો. આ પ્રસંગ ઉપર તેમના મુખમાંથી અત્યંત સુંદર સાત અભંગોની સરવાણી ફૂટી છે. એમાં ભગવાનના સગુણ દર્શનની નિશાની ચાખી વર્ણવી હોવાથી તેમણે ભગવાનને થોડી વાર માટે પણ ઠપકો આપવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. આ સાત અભંગે અમૃતથી ભરેલાં સાત સરોવર ગણાય છે. મહાત્માના ચરિત્રમાં એ મહત્વનો પ્રસંગ આવે છે. એ પ્રસંગને લીધે જ એ મહાત્માના બધા સદગુણોની કટી થાય છે. જે સગુણ ભક્તિથી સંત તુકારામે સેંકડો કીર્તનૅ અને અભંગો રચી લોકોને ભક્તિમાર્ગે વાળ્યા હતા. તે સગુણ ભક્તિના ઉત્કર્ષ માટે ભગવાને સગુણ સ્વરૂપે પ્રગટ થઈને તેમની વહીઓ પાણીમાંથી રક્ષીને તેમને દર્શન દીધાં અને પોતાની ગોદમાં લીધા, તેથી તેમનો અને ભાગવતધર્મને વિજય ગણાય અને સંત તુકારામનું નામ ભક્તોની માળામાં અમર થઈ ગયું. આ તરફ રામેશ્વર ભટ્ટ જ્ઞાનદેવની ચરણુસેવા કરતા Scanned by CamScanner
Page #72
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ બેઠા હતા. તેમને એક રાતે થયું કે, મહાવૈષ્ણવ તુકારામને દ્વેષ કરવાથી મારાં બધાં સુકૃત્યેનો નાશ થયો છે. વળી મેં એવા સંત સાથે કપટ કર્યું એને લીધે જ મારે આ પીડા ભેગવવી પડી છે. એટલે અંતરમાં સદ્ભાવ ભરીને તેમને શરણે જઈને આ ક્ષુલ્લક રોગમાંથી તો શું પણ ભવસેગમાંથી પણ હું મુક્ત થઈશ. પાણીમાંથી ભગવાને તારેલી વહીઓ અને સાક્ષાત દર્શનનો અર્થ તરત જ રામેશ્વર ભટ્ટને સમજા. તેમની આંખો ખૂલી ગઈ. વેદાભ્યાસ અને પાંડિત્યની મહત્તા ભક્તિ પાસે કંઈ નથી અને માનવદેહનું મુખ્ય સાર્થક્ય સં તેની સંગતમાં રહીને હરિકૃપા મેળવવામાં જ છે એ તેમને સમજાઈ ગયું. તુકારામ પણ ભગવાનને પ્રિય એવી વિભૂતિ છે એમ લાગવાથી તેમનું અભિમાન ઓગળી ગયું. ભક્ત માટે ભગવાન સાકાર સ્વરૂપે આવીને તેનું રક્ષણ કરે છે, જ્યારે પંડિતોના શરીરને સાધુના શાપથી દાહ થયે હોય તે ભગવાન શમાવતા નથી એમ સમજી તેમનું મિથ્યાભિમાન ઓગળી ગયું. એથી તેઓ વધુ શુદ્ધ થયા અને તુકારામ વિષે તેમના મનમાં ભારે આદર પેદા થયે. તુકારામ મહારાજને શરણે એ ગયા. તુકારામને એક પત્ર લખીને પિતાની આપવીતી જણાવી અને હૃદયપૂર્વક તેમની પ્રશંસા કરી. તેના ઉત્તરમાં તુકારામે એક અલંગ લખી જણાવ્યું કે આપણું મનને શુદ્ધ રાખીએ તો મને પણ દસ્ત બને છે, વાઘ અને સાપ જેવાં કર પ્રાણીઓ પણ દુષ્ટ ભાવ છેડી દે છે. ઝેરનું અમૃત થાય છે, દુઃખ પણ સુખમાં Scanned by CamScanner
Page #73
--------------------------------------------------------------------------
________________ સગુણ સાક્ષાત્કાર 73 પામે છે, અગ્નિની જ્વાળા પણ શીતળ બની જાય છે. જેનું દિલ ચોખું છે તેના તરફ બધા પ્રેમ રાખે છે, કારણ કે બધાના અંતરમાં એક જ ભગવાનને વાસ છે. રામેશ્વર ભટ્ટે આ અભંગ ખૂબ ધ્યાનપૂર્વક વાંચે. તેમાંનો બોધ તેમને વા. તેમના તન-મનને સંતાપ શાંત થઈ ગયે. હવે તેઓ પહેલાંના રામેશ્વર ભટ્ટ રહ્યા નહોતા. એ સંત તુકારામના ભક્ત થઈ ગયા અને તેમની જ સાથે રહેવાની પિતાની ઈચ્છા દર્શાવી અને અજાતશત્રુ મહાત્મા તુકારામે તેમની એ ઈચ્છા પૂરી પણ કરી. રામેશ્વર ભટ્ટ તુકારામ મહારાજ વિષે રચેલા ચાર અભંગ ખૂબ પ્રસિદ્ધ છે. તેમાં તેમણે તુકારામ મહારાજને બિરદાવ્યા છે. ભક્તોની જાતિ કે ગોત્ર કોઈએ જેવું નહિ. ભક્ત કોઈ પણ જાતનો હોય પણ એના પગે પડવામાં દેષ નથી. ધર્મને લાગેલો ક્ષયરોગ તુકારામે ધનવન્તરિ બનીને દૂર કર્યો. તુકારામનું કાર્ય શાસ્ત્ર સાથે સંકળાયેલું છે એવું રામેધર ભટ્ટને તેમના સહવાસથી જણાઈ આવ્યું. અદ્વૈત સિદ્ધાંત સ્વીકારીને તુકારામે ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો. ભગવાન અને બ્રાહ્મણોની તેમણે ભક્તિભાવપૂર્વક સેવા કરી. તેઓ શાંતિ, ક્ષમા અને દયાભર્યું જીવન જીવી ગયા. દુનિયાના અજ્ઞાનનો અંધકાર દૂર કરવા માટે સંતરૂપી ગ્રહમંડળમાં તુકારામ સાચા સૂર્યની જેમ પ્રકાશે છે વગેરે શબ્દોથી રામેશ્વર ભટ્ટે આ અભંગોમાં તુકારામ મહારાજનાં વખાણ કર્યા છે. શ્રીકૃષ્ણના દર્શનનો આનંદ અખંડ અનુભવનાર શ્રી Scanned by CamScanner
Page #74
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ તુકારામ મહારાજ અને તેમના સ્વરૂપ સાથે અભેદ સાધનાર રામેશ્વર ભટ્ટ એ ગુરુશિષ્યને વંદન હે. એક વાર શ્રીકૃષ્ણ બાળવેશે તુકારામને દર્શન દીધાં એટલે પછી તુકારામ ઈચ્છે ત્યારે અને ત્યાં ભગવાનને જેવા લાગ્યા એ કહેવાની જરૂર નથી. તમે પણ મારી જેમ જ ભગવાનને ચરણે બેસીને ધૂન લગાવે એટલે તમને પણ ભગવાન ભેટશે” એવું સ્વાનુભવ ઉપરથી તેમના કીર્તનમાં લોકોને તે કહેવા લાગ્યા. પિતાનો આશ્રમ અને કુળધર્મ છોડ્યા વિના ફક્ત હરિનું નામ લેવાથી જ ઉદ્ધાર થાય છે. અને આપણી ભાવશુદ્ધિ જાણીને, જેનું આપણે મનમાં અખંડ ધ્યાન ધરીએ તે સ્વરૂપ પ્રત્યક્ષપ્રગટ થાય છે. શ્રીહરિના આ સગુણ સ્વરૂપની ભક્તિ એ જ સાચી ઉપાસના છે. રામેશ્વર ભટ્ટ જેવા મહાપંડિત ભક્તિમાર્ગ સ્વીકાર્યો અને તે તુકારામના શિષ્ય થયા, છતાં તુકારામને કદી એનો ગર્વ થયું નથી કે તેમની નમ્રતા ઓછી થઈ નથી. Scanned by CamScanner
Page #75
--------------------------------------------------------------------------
________________ 9 : ‘મેઘવૃષ્ટિ” દેહમાં પરમાર્થની નવી વિદ્યાપીઠ શરુ થઈ અને તેના સંચાલક તેમ જ સૂત્રધાર સંત તુકારામના ઉપદેશ સાંભળવા ગામેગામથી લાકે આવવા લાગ્યા. આવા જિતેન્દ્રિય. વિરત, નિરપેક્ષ અને અનુભવી લોકગુરુ આ સ્વાર્થભરી દુનિયામાં ક્યારેક જ મળે છે. પુરેપૂરી સાધના કર્યા પછી જ એ સાધના લોકકલ્યાણ માટે ઉપયોગમાં લેવાને સંતાનો સ્વભાવ હોય છે. સાધકની આટલી મોટી રેગ્યતાવાળા તુકારામમાં જરાય મોટાઈ આવી ન જાય તે માટે કોઈને પોતાને શિવ કહે નહિ એવી તેમણે દઢ ભાવના રાખી. તેમના ઉપદેશોને પણ ‘મેઘવૃષ્ટિ” એવું નામ આપ્યું. તેથી તે એકાંતમાં કઈને ઉપદેશ આપતા નહિ. જે ચિતનસુખ પિોતે ભોગવ્યું, એ બધાંને વહેંચી દીધું. કહેવાતા ગુનો તેમણે વિરોધ કર્યો છે. સંત તુકારામ કહે છે કે “હું જડીબુટ્ટી બતાવતો નથી, એક પછી એક ચમત્કારો કરતો નથી, ભગવાનની પૂજાની દુકાન મેં માંડી નથી. હું પંડિત નથી. ભગવાનનાં નામો અને ગુણોનું હું કીર્તન કરું છું, મને એટલી જ ખબર છે. મારો ભગવાન અને “રામકૃષ્ણહરિ” મંત્ર બધાંને માટે ખુલ્લા છે; કારણ કે બધાં પ્રાણીઓમાં નારાયણના વાસ છે. એ મારા અને બીજાનાં હૃદયમાં પણ હોવાથી હું ગુરુ અને બીજા શિખ્યો એવા ભેદ ન હોઈ શકે. હું ગુરુ બનીને કોઈને ઉપદેશ કરતો નથી. નારાયણની પ્રેરણાથી તેમ જ તુક , પડી અને એ Scanned by CamScanner
Page #76
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ હું બોલું છું.” બીજા એક અભંગમાં “મેઘવૃષ્ટિ”ને વધુ સ્પષ્ટ કરતાં તુકારામ કહે છેઃ મેઘવૃષ્ટિની રીતે ઉપદેશ થાય તો એમાં સહજતાને રંગ આવે છે, વરસાદ ખડક અને જમીન ઉપર એકસરખો વરસે છે. એ રીતના ઉપદેશથી બધાંને એક સરખી રીતે માર્ગ બતાવવાનું કામ હું કરું છું. પિતાના હિત માટે એનું આચરણ કરી શકાય. નિંદા-સ્તુતિના ભાવથી પર થઈ શકાય એ માટે માત્ર કોઈના દિલને દૂભવવા હું કંઈ પણ બેલ નથી. પાણી ખેતરમાં પડીને સાર્થક થાય છે કે ગટરમાં નિરર્થક વહી જાય છે અને વરસાદ વિચાર કરતો નથી, એ તે બધે ઠેકાણે એકસરખો જ વરસે છે. ગંગા પુણ્યશાળી અને પાપી બંનેને પોતાના નીરમાં નાહવા દે છે. આમ બધાને એક જ સરખે બોધ આપે એટલે એક જ પ્રકારનો ઉપદેશ કરે એવું નથી. હરિભજનને ઉપદેશ બધાં માટે એક છે. બાકી “અધિકાર એવો ઉપદેશ હું કરું છું” એ ન્યાયે જેનાથી એટલે બે ઊપડે એટલે જ એના માથા પર મૂકો. ધર્મ, નીતિ અને વ્યવહારના કેટલાક ઉપદેશ સાર્વજનિક હોય છે. જે બધાને બધી વખત લેવાના હોય છે. તુકારામે કર્યો અભંગ કોને ઉદેશીને કર્યો પ્રસંગે કહ્યું તે આજે સમજી શકાય તેમ નથી તે પણ તુકારામના શ્રોતાઓમાં સામાન્ય રીતે જે પ્રકારના લોકો હતા એ જ પ્રકારના વિવિધ લેકે આજે પણ છે અને દરેક જમાનામાં હેવાના જ. બધાએ પિતાના અધિકાર પ્રમાણે ધ Scanned by CamScanner
Page #77
--------------------------------------------------------------------------
________________ થવૃષ્ટિ કરવો જોઈએ. સંત એક સારા વિદ્ય જેવો છે. તેની પાસે સર્વ રોગોની દવાઓ હોય છે. દરેકે પોતાના રોગને અનુરૂપ દવા લેવી, ચરી પાળવી અને નીરોગી બનવું. સંત વિરોગ મટાડે છે. વિદ્યો તો પિસાના ભૂખ્યા હોય છે, પણ તે પરોપકારી અને નિષ્કામ હોવાથી તેમને એમાં કોઈ પણ જાતનો સ્વાર્થ હોતો નથી, ઊલટાના તેઓ પોતાની વિવિધ શક્તિઓથી સમાજને ઉપકારક બનતા હોય છે. તુકારામના અભંગરૂપી અરીસામાં મેં જોઈને બધા પોતાનો રોગ જાતે નક્કી કરી શકે છે. સંત લોકોને જાગ્રત કરે છે, તેમની મેહનિદ્રા ઉડાડે છે, ધર્મનું રહસ્ય સમજાવીને ઉદ્ધારનો માર્ગ બતાવે છે, ભક્તિ અને જ્ઞાન-વૈરાગ્યનો બોધ આપીને તેમની બુદ્ધિનો વિકાસ કરે છે, જીવોને અભયદાન આપે છે અને નિજાનંદના વિશાળ સામ્રાજ્યને અનુભવ કરાવે છે. સંતને ઉપકાર મા-બાપ કરતાંય વધારે છે. આવી મહાન વિભૂતિઓમાં તુકારામ એક હતા અને તેમના ઉપદેશોની મેઘવૃષ્ટિ નીચે આપણે બધા નગ્ન થઈને એ અમૃતજળને માથા ઉપર ચડાવી કૃતાર્થ થઈએ. તુકારામનો મુખ્ય ઉપદેશ આ છે. ખરી રીતે તો તુકારામના બધાય અભંગે મેઘવૃષ્ટિ જ છે. અમૃતની એ સેરા અંતરથી ઝીલીને સૌએ પિતાના જીવનને કૃતાર્થ કરવું જોઈએ. વિવિધ પ્રકારના લોકોને તેમણે આપેલા ઉપદેશ હવે જોઈએ : (1) પત્ની નચાવે તેમ નાચે નહિ એ ધર્મિષ્ટ થઈ શકે. Scanned by CamScanner
Page #78
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ (2) બીજાના ઉપર ઉપકાર કરવો એ જ પુણ્ય છે અને બીજાની નિંદા કરવી તથા પીડવું એ જ પાપ છે. (3) મુખથી ભગવાનનું નામ બોલાય એ જ મટે લાભ છે અને પ્રપંચ તેમ જ લાભ એ જ નુકસાન છે. (4) સંતસમાગમથી સમબુદ્ધિ કેળવાય એ જ સુખ છે અને વિષમ બુદ્ધિ કેળવાય એ જ દુઃખ છે. - (5) જેની વૃત્તિ સ્વાધીન છે એ સાધના કરી શકે છે અને જેની વૃત્તિ વિષયમાં ફસાયેલી છે તે તેમ કરી શકતો નથી. (6) જિતેંદ્રિય મનુષ્ય માન પામે છે અને સ્ત્રીલેપ અપમાનિત થાય છે. (7) દરેક વાતમાંથી સાર ગ્રહણ કરીને સંતોષ પામનાર પંડિત બની શકે છે, પણ વાદવિવાદમાં રાચનાર મૂર્ખ જ રહે છે. (8) ગાય અને અતિથિને જમાડીને જમનાર અને પિતૃઓને તૃપ્ત કરનાર સદાચારી છે અને વ્યસનોમાં તેમ જ ઇંદ્રિયસુખમાં જ ધનનો વ્યય કરે છે એ દુરાચારી છે. (9) બધાં પ્રાણીઓમાં ભગવાન જોવા એ હિત અને અહંભાવ એ અહિત. (10) હરિનો દાસ બંધ છે અને વિષનો દાસ નિંદ્ય છે. (11) જે બધું ઈશ્વરને સમપી દે તે ઉદાર અને જે અંતરમાં મલિનતા રાખે એ મૂજી. (12) વિઠ્ઠલનું નામ મીઠું અને સંસાર કડ. નિષ્કામ ભક્તિને પ્રકાશ કરવા માટે તકારામે અવતાર Scanned by CamScanner
Page #79
--------------------------------------------------------------------------
________________ મેઘવૃષ્ટિ લીધો હતો અને એ પ્રકાશમાંથી ભક્તિવિરોધી મતવાળાઓને તેમનો સંદેશ લેવો પડ્યો; એટલું જ નહિ, પણ ભક્તિ પંથમાંના અનેક ઢાંગ પણ તેઓ દૂર કરી શક્યા. ભગવાનના ભક્તો પોતાની જાતને કહેવડાવે ખરા, પણ ભગવાનને માન કેમ આપવું, ત્યાં હાથ જોડીને નમ્રતાથી કેમ વર્તવું, ભગવાન સામે ગરબડ કે તેફાન ન કરતાં તેમની પૂજા-અર્ચા અને ભજન એકાગ્ર થઈને શી રીતે કરવાં, સારી સારી વસ્તુઓ ભગવાન પાસે કેમ મૂકવી. ભગવાન પાસે જતી વખતે મનમાંથી મેલા વિચારો હટાવીને પવિત્ર થઈને કેમ જવું એવી સાદી વાતે પણ તેમને સમજાતી નથી એ કેવી નવાઈની વાત કહેવાય! ભગવાન મેળવવા છે તો મનને મલિન કેમ રાખે છે ? અભિમાન, ઠાઠ, આળસ, ચંચળતા, દેષયુક્ત વર્તન, મનના મેલ વગેરે ભગવાનના ભક્ત દૂર કરવાં જોઈએ, કેવળ બહારના વેશથી કંઈ ભક્ત થાય ખરો? તુકારામનાં કીર્તનમાં અને દર્શન માટે આવનારામાં મોટા ભાગના સંસારીએ જ હશે. તુકારામે પ્રપંચ ફગાવી દીધા. એકનાથને સંસાર અનુકૂળ પત્નીને લીધે સુખી હતા, રામદાસ તો એ પ્રપંચમાં પડ્યા જ નહિ. આ ત્રણે મહાત્માએ વિરક્ત હતા. એ ત્રણેના જે બહુજનસમાજ ન થાય. તુકારામે લોકોને ઉપદેશ દ્વારા કેવી રીતે ચેતવ્યા, પાટા ઉપરથી રોજ ઊતરી જતી ગાડીને ધર્મ અને નીતિને માગે કેવી રીતે ચડાવી અને ભગવાન, ધર્મ અને સંત પ્રત્યે તેમનામાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે કેવી રીતે વર્યા તે હવે જોઈએ : ડાહ્યા માણસને એક જ વાક્ય બસ છે. ચિત્તને Scanned by CamScanner
Page #80
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ ચંચળ કરે એ રસ્તે ન જતાં નામ જેવું કાઈ સુલભ સાધન નથી એ નિર્ણય કરી લેવો. તમારું ચિત્ત શુદ્ધ કરે એવું હું બે હાથ જોડીને કહું છું. પોતાની પત્ની સાથે પણ સ્વછંદી ન બનવું અને પરસ્ત્રીથી દૂર રહેવું. સંસારમાં પણ ખપપૂરતો અને વિધિના પાલન પૂરતો જ સ્ત્રી–સંસર્ગ જે રાખશે તેના જ હાથે કંઈક પુરુષાર્થ થશે. વિષથીપણાથી તે સ્ત્રી અને પુરુષ બંનેના હિતનો નાશ થાય છે. અહિંસા તે ભગવતધર્મને પ્રાણ છે. વારકરીઓમાં કઈ માંસાહારી નથી; હેય તો એ લુચ્ચા–લફંગે ગણાય. બધા જીવોને પોતાના જેવા જે ન માને, એને બીજું કહેવું પણ શું? કન્યા, ગાય અને હરિકથાને વેપાર કરનાર અધમ ગણાય છે. સ્ત્રીઓએ પતિવ્રતા ધર્મનું પાલન કરવું, શીલ રસાચવવું, ધર્મકાર્યમાં પતિને અનુકૂળ થઈને વર્તવું, મહેમાનોની આગતા-સ્વાગતા, બ્રાહ્મણને સત્કાર, કીર્તન અને શ્રવણ કરી ઘર ચોખ્ખું રાખવું, હરિભજન ગાવામાં ગળું સંતાડવું નહિ, તેમ જ બાળબચ્ચાંને હરિભજન તરફ વાળવાં. કુળવતી સ્ત્રી પિતાની શુદ્ધતાનું રક્ષણ કરતાં મરી જશે, પણ ભ્રષ્ટ થશે નહિ. બ્રાહ્મણોમાં પણ જે દુરાચારી, ઢાંગી અને દુષ્ટ તુકારામ જેયા, તે બધા માટે જરૂરી કોરડા વીંઝવા છે અને એથી કઈ સાચા બ્રાહાણને ક્યારેય ખેદ થયે નથી. એક થયું હોય તે એ બ્રાહ્મણ જ ન કહેવાય. કેઈના પણ દોષ Scanned by CamScanner
Page #81
--------------------------------------------------------------------------
________________ મેઘવૃષ્ટિ હમેશાં નિંદનીય જ છે. તુકારામે જે પ્રહાર કર્યા છે તે દુર્ગુણ ઉપર કર્યા છે, માણસ ઉપર નથી કર્યા એ ભૂલવું ન જોઈએ. હરિભજનને નામે ઢાંગ કરનારાને તુકારામે બરાબર ખુલ્લા કર્યા છે. એવા પેટ ભરનારા સંતના ફંદામાં ન ફસાવા જનતાને તેમણે વારંવાર ચેતવી છે. કેટલાય કહેવાતા કીર્તનકારો, પુરાણીઓ, ગુરુ, કવિ, વિદ્વાન અને સંતોમાંથી પણ જે જે જૂઠાણું તેમને જડયું, એ તરફ તેમણે બધાંનું ધ્યાન દોર્યું છે. આવા ઉપદેશક વર્ગની સમાજને જરૂર છે એટલે તેઓએ નિર્મળ અને નિર્દોષ રહેવું જોઈએ, પણ આવી સમજણ, ચીવટ અને સત્યનિષ્ઠા ખૂબ થોડા લોકોમાં હેય છે. મોટે ભાગે એમનામાં બજારુ વૃત્તિ જ વધારે દેખાય છે. એટલે તેમનું ઢોંગીપણું છોડી દેવા અને હરિપ્રેમ તરફ મનને વાળવા તેમ જ સદાચાર ન છેડવાનો તુકારામે તેમને ઉપદેશ આપ્યો છે. કીર્તનસંપ્રદાય વિષે તુકારામને ખૂબ પ્રેમ હતો એટલે કીર્તનમાં કેઈ ઢાંગી હરિદાસ ન હોય એવું તેમને સ્વાભાવિક લાગે જ. પેટ ભરવા માટે જ કીર્તન ન કરવું, કીર્તનને ધંધો ન બનાવે એવી તુકારામની ખાસ આજ્ઞા છે. કીર્તનકાર અને પુરા સમાજના ગુરુ છે. તેમણે નિર્લોભ અને નિર્દભ થઈને લોકોને હરિભક્તિ અને સદાચાર શીખવવાં જોઈએ, બેલવા પ્રમાણે વર્તવું જોઈએ. એ બધાને તુકારામ કહે છે કે, ઢાંગ કરીને લોકોને ફસાવશે નહિ, ઇંદ્રિયોને જીતીને પહેલાં તમારે આધીન કરી દે, તમે જાતે ન્યાય-નીતિથી વર્તો, બેલે તેવું તે જરૂર વર્તે, પિતે ફસાવ નહિ કે લોકોને ફસાવ નહિ, નિષ્કામ Scanned by CamScanner
Page #82
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ ભાવથી હરિને ભજે અને પછી નિષ્કામ બુદ્ધિથી મનમાં અને લોકોમાં હરિનાં ગુણગાન ગાવ. જ્ઞાનનો દેખાવ કરીને દંભ પોષશે નહિ. સગુણ ભક્તિ કરો અને એ સિદ્ધ થયા વિના અતિ જ્ઞાનની વાતો કહીને લોકોને થકવશે નહિ. તમે પહેલાં તરે અને પછી લોકોને તારો. તુકારામે ખૂબ જ વેદના પૂર્વક આ વાત કહી છે. તુકારામના વખતમાં સાલામાલે નામનો એક ચાર કવિ હતો. તે તુકારામના અભંગમાંથી તુકારામનું નામ કાઢીને પિતાનું નામ મૂકી દેતા અને એ એની પિતાની કવિતા છે એવું લોકોને ઠસાવવા પ્રયત્ન કરતો. તુકારામ જેવા ઈશ્વરમય થઈ ગયેલા પુરુષ સાલમાલે જેવા દુર્જન અને દંભી માટે તેમના અભંગોમાં કઠેર શબ્દો કાઢે એથી કોઈને આશ્ચર્ય થશે પણ આનો જવાબ તુકારામે જ આપ્યો છે કે “જે સન્માર્ગે હોય તે તે બધું જાણે છે જ, પણ રસ્તે ભૂલીને ઘેર જંગલમાં જઈ રહેલાને તેની ભૂલ બતાવીને તેના હિત માટે હું સાવધ કરું છું. દુનિયા મને નિંદે તે પણ શું કરવું? જ્યારે માણસ સીધી રીતે સાંભળતું નથી ત્યારે આંખ લાલ કરવી પડે છે. દરદીની દયા ખાવાથી ચાલતું નથી, કડક થઈને કડવી દવા પણ પરાણે પાવી પડે છે. માન કે દંભ માટે હું કઈને રંજાડતો નથી અને સાક્ષી મારો વિઠેબા સદાય હાજર છે. આટલું જ કહીને હું દોષ ખુલ્લા કરું છું એથી કંઈને દુઃખ લાગે તે હું જ પાપી છું અને બીજા બધા સારા છે. હું એ બધાની માફી માગું છું.’ આળંદીમાં એક બ્રાહણ જ્ઞાનેશ્વરની સમાધિ પાસે જ્ઞાને શ્વરની કૃપા માટે અન્નજળ છેડીને બેંતાળીસ દિવસના ઉપવાસ Scanned by CamScanner
Page #83
--------------------------------------------------------------------------
________________ 23 મેઘવૃષ્ટિ કરવા બેઠો હતો. જ્ઞાનેશ્વરે સ્વમમાં આવીને તેને તુકારામ પાસે મેક. તુકારામ આવા દુન્યવી મનને ધિક્કારતા હતા; છતાં જ્ઞાનેશ્વરે આપેલી આજ્ઞાને ઉથાપવી નહિ એમ સમજીને તેને ઉપદેશ દીધે. એ ઘેલા બ્રાહ્મણે ઉપદેશ સ્વીકાર્યો નહિ અને ચાલ્યા ગયે. પરમાર્થ એ તો અદ્ભુત કીમિયો છે. કેઈ ખૂબ ઝડપથી એ સ્વીકારી લે છે તો પિતાને કાંઈ કરવું નથી એવી કલ્પનાથી પેલા બ્રાહ્મણની જેમ કેાઈ ઉપદેશને ફેંકી દઈ નિરાશ પણ થાય. છત્રપતિ શિવાજી સંવત ૧૬૮૬માં જન્મ્યા. સત્તર વર્ષની નાની વયે શિવાજીએ તેરણાનો કિલ્લો જીત્યો અને તેના પર સ્વરાજ્યનું તોરણ બાંધ્યું. તે પછી છડ઼ે વર્ષે તુકારામે આ દુનિયામાંથી પ્રયાણ કર્યું. રામદાસ સ્વામી સંવત ૧૬૬૫માં જન્મ્યા. તીર્થોની જાત્રા કરીને સંવત ૧૭૦૨માં તેઓ કૃષ્ણ નદીને કિનારે આવ્યા ત્યારે સંવત 1703 અને 1706 વચ્ચેના ત્રણ વર્ષના ગાળામાં તુકારામ, રામદાસ અને શિવાજીનું મિલન થયું હોય એવું માની શકાય. તુકારામ અને શિવાજીનું કાર્યક્ષેત્ર પૂના જિલ્લે હતું. તુકારામે લોકોના ઉદ્ધાર માટે ધર્મજાગૃતિનું કાર્ય સ્વીકાર્યું હતું અને આ કામ પૂરેપૂરું વિકસ્યું હતું ત્યાં જ સ્વરાજ્ય સ્થાપવાની હિલચાલ શરૂ થઈ. ભરતખંડના બધા અવતારી પુરુષનું રહસ્ય ધર્મસંરક્ષણનું જ હોય છે. આમ બંનેનું ધ્યેય એક જ હતું. રાષ્ટ્રનું ઉત્થાન કે રાષ્ટ્રને મેક્ષ એ બંને ધર્મના રક્ષણથી જ થાય છે. ધર્મરક્ષણમાં વર્ણાશ્રમધર્મનું રક્ષણ એ મુખ્ય છે, કારણ સનાતન ધર્મનો પાયે વર્ણાશ્રમધર્મ છે. Scanned by CamScanner
Page #84
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ થયા વિના રાષ્ટ્રને અસ્પૃદય અને ધર્મોદય થતો નથી, આવું બેવડું સામર્થ્ય જ્યારે રાષ્ટ્રને મળે છે, ત્યારે જ રાષ્ટ્રધર્મને વિજય થાય છે. તુકારામે ધર્મોદયનું કાર્ય સ્વીકારી લીધું અને તે સારી રીતે પાર પડયું. છેવટનાં ચાર-પાંચ વર્ષમાં સ્વરાજ્ય માટે લડનારા ક્ષત્રિયવીરોને તુકારામે પોતાની આંખે જોયા. શિવાજીને ધર્મ જેટલો જ ધર્મ પ્રચારક સાધુસંતે માટે પ્રેમ હતો. સાધુસંતોની કૃપા અને આશીર્વાદની ઓથ મળ્યા વિના તું રાજકારણમાં સફળ નહિ થાય એ માતા જીજાબાઈનો અને દાદા કેડદેવનો તેમને આદેશ હતો. રામાયણ-મહાભારતના વીરો અને ભક્તોની કથાઓ સાંભળવી શિવાજીને બહુ ગમતી. સાધુસંતોને મળવાનું, આદરપૂર્વક બોલાવી તેમના સમાગમને લાભ લેવો એ શિવાજીની ધર્મશીલ પ્રકૃતિ બની રહી હતી. શિવાજીને સમર્થ રામદાસનો સંપર્ક થવાથી તેમની પાસેથી ઉપદેશ મેળવ્યો એ વાત તો જાણીતી છે. આવા સંતસમાગમ–પ્રેમી શિવાજી તુકારામને મળ્યા વિના રહે જ નહિ. તુકારામ જ્યારે લોહગામમાં હતા ત્યારે સૌ પ્રથમ શિવાજીએ તેમના કર્મચારીઓ સાથે છત્ર, ઘોડા અને જવાહિર મોકલીને તુકારામને પૃના બેલાવ્યા, પણ તુકારામ તો હતા વિરાગી. હવે થાય શું? તુકારામે એ બધું સ્વીકાર્યા વિના જ પાછું મે કહ્યું અને શિવાજીને નવ અભંવાળા એક પત્ર લખીને મોકલ્યો. તેમાં આ ભાવાર્થનું લખ્યું હતું - હે નારાયણ! હવે મને આમાં શું કામ સંડે છે? આમાં તો પરમાર્થની પાયમાલી થવાની છે. મનથી જેને મેં ત્યાજ્ય ગયું છે એની તને ખબર નથી? તે પછી Scanned by CamScanner
Page #85
--------------------------------------------------------------------------
________________ માવાની છે. અને ધનને મેઘવૃષ્ટિ” સામાન્ય માણસે સહજમાં ભળવાઈ જાય તેવી લાલચ મને શા માટે? રિદ્ધિસિદ્ધિનો મેં સામે ઢગલો કરીને તે આજસુધી કેટલાયને સુખી કર્યા છે, પણ હું તો તારાં ચરણ સિવાય બ્રહ્માંડમાં બીજા કશાને ઓળખતા નથી. આશા કે મેહ મારામાં હવે રહ્યાં ન હોવાથી કીડી અને રાજા કે માટી અને તેનું મારે મન સરખાં જ થયાં છે. મારા દિલમાં નારાયણે વાસ કર્યો હોવાથી બીજી કઈ કમી હવે રહી નથી. હું દરિદ્ર છું એમ સમજીને મને મદદ કરવા નું પ્રેરાય હઈશ પણ હું હવે રંક નથી, મારે વૈભવ ખૂબ વિશાળ છે. ત્રિભુવન સ્વામી મારે આધીન હોવાથી તેમનું તેજ મારા શરીરમાં આવી ગયું છે. હવે મારી જ સત્તા દુનિયા પર ચાલવાની છે. અને તું મને આપી આપીને મેટાઈ પણ કઈ આપવાનો હતો? ધનને તે હું ગોમાંસ સમાન ગણું છું. કદાચ મીઠાનો પહાડ સેનાનો બને, જંગલનાં બધાં વૃક્ષે કલ્પવૃક્ષ બને, નદીએ અને સાગરમાં અમૃત ભરાય, મનેય રોકી શકાય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય, રિદ્ધિસિદ્ધિ મેળવાય, ગસાધના થાય, તેથી બહુ તો મેક્ષ મળે, પણ વિઠોબાનાં ચરણ મળવાં તે દુર્લભ છે. ઉપરની કઈ સાધનાથી એ મળી શકતાં નથી. કીર્તનમાં આવનાર રાજા કે રંક બધા સરખા છે. એ પછી શિવાજી તુકારામનાં દર્શન માટે લેહગામ ગયા. કીર્તન સાંભળીને ખૂબ રાજી થયા, તુકારામનાં કીર્તનની તેમને લગની લાગી ગઈ. રાતે જમીને ઘેડાને એડી મારીને તુકારામ દેહુ હેય તે દેહ કે લોહગામ હોય તે ત્યાં જઈને શિવાજી કીર્તન સાંભળે અને સવારે આરતી થયા, Scanned by CamScanner
Page #86
--------------------------------------------------------------------------
________________ - - - - સંત તુકારામ પછી તેઓ પાછા પૂના પહોંચી જાય. એ ક્રમ છે દિવસ સુધી ચાલુ રહ્યો. દિવસે દિવસે શિવાજીના , વિરાગ્યની માત્રા વધી ગઈ અને તેઓ પૃના પાછા ન ફરતાં દેહુમાં જ તુકારામ સાથે રહ્યા. જીજાબાઈને થયું કે શિવાજી રાજકારણ છોડીને સાધુના સંગમાં સાધુ થઈને જ રહે કે શું? તેથી જીજાબાઈ પૂનાથી દેહુ ગયાં. તુકારામે કીર્તનમાં વર્ણશ્રમની ફરજ કહી અને ક્ષાત્રધર્મ અને રાજધર્મને બરા બર સમજાવીને શિવાજીને પિતાની ફરજ બજાવવા મોકલ્યા. એક દિવસ તુકારામના કીર્તનમાં શિવાજી બેઠા હતા ત્યારે એક હજાર પઠાણોએ ઓચિંતે વિઠોબાના મંદિરને ઘેરો ઘાલ્યા, ત્યારે તુકારામના પુણ્યપ્રતાપે કહો કે શિવાજીની સાવધાનીથી કહે, પણ મંદિરમાંથી શિવાજીના જેવા જ એક હજાર પુરુષો બહાર નીકળ્યા. એથી સાચા શિવાજી કોઈથી ઓળખી શકાયા નહિ. આ વાત બધા જાણે છે. એક દિવસ તુકારામનું કીર્તન ચાલતું હતું ત્યાં વારકરીઓ સાંભળવા બેઠા હતા તેમાં શિવાજી, તેના વીર લડવૈયાઓ અને મુત્સદ્દીઓ પણ બેઠા હતા. આ બંને વર્ગને સાથે ઉપદેશ દેતાં તુકારામે કહેલું કે વીરત્વ રાજકારણમાં કે પરમાર્થમાં એક સરખું જ દુર્લભ છે. પ્રપંચ, રાજકારણ અને પરમાર્થ એ ત્રણેમાં સામાન્ય જનો વધારે આવે છે. સામાન્ય જીવો તો બધે ઠેકાણે હોય છે. ગુણજન બહુ દુર્લભ હોય છે. આ નાશવંત શરીરના બધા વિકારોથી પર રહે. વિકારોને જીતે તે વીર. બુદ્ધિમત્તા, ઉદ્યોગપરાયણતા, ઉચ્ચ ધ્યેય, પરાક્રમ, લોકકલ્યાણ વૃત્તિ એ વીરના સહજ ગુણ છે. વીર ઉદાર સ્વભાવ Scanned by CamScanner
Page #87
--------------------------------------------------------------------------
________________ મેવવૃષ્ટિ હોય છે, એ શરીરને તરણ જેવું અને સોનાને પથ્થર સમાન ગણે છે. વિર વિના પ્રજાનાં દુઃખ અને ક્લેશ દૂર થતાં નથી, શરીર એ હું નથી એ તાત્કાલિક નિશ્ચય કરીને વીર અવિનાશી સુખ મેળવે છે. વીર તેના માલિક પાસે સાચું કહેતાં અચકાતા નથી. અંદર-બહાર રે હોવાથી એ મન અને લોકો સાથે તે હિંમતથી લડે છે, કામ-ક્રોધને દૂર હડાવીને ધર્મનું રક્ષણ કરે છે. તુકારામે ખૂબ સ્પષ્ટ અને નિર્ભીક શબ્દોમાં રાજકારણના જે સિદ્ધાંત કહ્યા છે, તે કરતાં વધુ જોશીલી વાણીમાં સમર્થ રામદાસ સિવાય કેઈએ ક્યાંય ઉપદેશ આપે છે? તેમની વાણી મેઘગર્જના જેવી ગંભીર, આકાશ જેવી નિર્મળ અને સૂર્ય જેવી ઓજસ્વી છે. તેમણે આ ઉપદેશ સ્વરાજ્યસાધનાના મહાન કાર્યનો આરંભ કરનાર શિવાજીને અને તેમના સાથીદારોને તુકારામે કીર્તન વેળા જમા થયેલી મેદની વચ્ચે આપ્યો છે. આ ભક્તશિરોમણિની વાણી જોશીલી છે એમાં તે શંકા નથી જ. નવાઈ તો એ વાતની છે કે આવા વિજયને વરેલા મહાપુરુષને અને તેમના વારકરી સંપ્રદાયને કેટલાક પાંગળે, નબળો, રાષ્ટ્રવિઘાતક અને નિરુપયોગી કહીને નિદે છે, પણ મનોજયની સાક્ષાત્ મૂર્તિ, પર્વત જેવા દૃઢનિશ્ચયી, જ્ઞાનવૈરાગ્યનો સાગર, પ્રાણીમાત્રના કલ્યાણેચ્છ ભગવાનનાં ચરણ પાસે બેસીને લોકોના કલ્યાણ માટે જે આશીર્વાદ માગે એવા પીઢ અને ગ્યતાવાળા ઈશ્વરતુલ્ય મહાત્માની જે લોકો નિંદા કરે છે, તેમણે આ સંતનું ચરિત્ર તટસ્થ રીતે વાંચવું જોઈએ, Scanned by CamScanner
Page #88
--------------------------------------------------------------------------
________________ 10 : સંતપત્ની જિજાઈ તુકારામનાં પહેલાં પત્ની રુકિમણીબાઈ સંવત 1887 ના ભયંકર દુકાળમાં અવસાન પામ્યાં ત્યારથી તુકારામનો સંસાર એટલે જિજાઈનો સંસાર એમ જ કહી શકાય. તુકારામના જીવનના પંદરમાં વર્ષ પહેલાં જ જિઈનું તુકારામ સાથે લગ્ન થયું અને સંતના પ્રયાણ વખતે પાંચ માસનો ગર્ભ તેને હતો, એટલે લગભગ અડ્ડયાવીસ વરસનો એમને સંસાર ગણાય. આ ગાળામાં જિજાઈને બાળકે થયાં અને બીજાની જેમ જ એને સંસાર જેમ તેમ ચાલે. બાવીસમે વરસે તુકારામે સંસાર તરફથી મેં ફેરવી લીધું. ત્યારથી તેમની સાથે સંસારને ક્યારેય મેળ ન મળે. લૌકિક રીત પ્રમાણે હું સંસાર ભેગવું છું, પણ એમાં મારું દિલ લાગતું નથી; મારા શરીરનું જ મને ભાન નથી ત્યાં રિવાજ ખાતર “આવો-બેસે” કહીને લોકોનાં માનસન્માન હું શી રીતે સાચવું?” વગેરે વૈરાગ્યના અનેક ઉદગારે તુકારામના અભંગોમાંથી મળી આવે છે. જિજાઈનાં મા-બાપ અને ભાઈ પૂનામાં રહેતાં હતાં અને ઘરનાં સ્થિતિસંપન્ન હતાં એટલે તેમની મદદથી જિજાઈએ તુકારામને ટેકો આપવા ખૂબ પ્રયત્ન કર્યા. પિતાના ભાઈને લવાદ રાખીને તુકારામના વેપારનાં કેટલાંય દેવાની માંડવાળ કરાવી દીધી હતી, કેટલીય વાર શરાફ પાસેથી જિજાઈએ પોતાના નામનું ખાતું પડાવી પૈસા લાવીને તુકારામને વેપાર માટે આપેલા, પણ તુકારામ સાધુતાથી રંગાઈ ગયા હોવાથી બધા ધંધામાં નિષ્ફળ Scanned by CamScanner
Page #89
--------------------------------------------------------------------------
________________ સંતપત્ની જિજાઈ ગયા. તે પછી તુકારામ પોતાના નાનાભાઈ કાન્હાબાથી જુદા થયા અને ત્યાર પછી તે જિજઈને સંસાર ચલાવે પણ ભારે થઈ પડ્યો. એ જ અરસામાં જિજાઈને બાળકો પણ થયાં. પતિ કશું કમાય નહિ અને ઘરમાં બાળબચ્ચાંની કચડ્યું હોય તેથી જિજાઈનો સ્વભાવ ઝઘડાખોર થઈ જાય એમાં નવાઈ નથી. જિજાઈનો સ્વભાવ સારો હોત તો તુકારામ ભંડારા ઉપર ગયા ન હોત, અન્ન-વસ્ત્રની તંગી પડતાં તેને બધો જ એકલી જિજાઈ ઉપર પડ્યો ન હેત, તે જિજાઈ પણ આવી ઝઘડાખોર કે અસહનશીલ પણ થઈ ન હોત. વિકલ્પને નહિ પણ હકીકતને જ આપણે જેવી રહી. નસીબ કહો કે ઈશ્વરેચ્છા કહો પણ આખી જિંદગી બન્નેને સાથે સંસાર વિતાવવો પડ્યો. પાશ્ચાત્ય તત્ત્વવેત્તા અને સાધુપુરુષ સૌક્રેટિસના જેવી જ તુકારામને પણ કર્કશા પત્ની મળી હતી એમ લકે કહે છે તે પણ જિજાઈમાં અનેક મહાન ગુણો હતા અને તુકારામના સત્સંગમાં તેનું જીવન વીત્યું હોવાથી એના જીવનની ઉત્તરોત્તર પ્રગતિ જ થઈ હતી. તુકારામના વિરાગ્યને અને અભ્યાસને આવી જ જરૂર હોવાથી નારાયણે ગ્ય અને જરૂરી એવી ચેજના કરી હતી એમ કહેવું જોઈએ. તુકારામ અને જિજાઈનો મેળબેસાડી દેવામાં ભગવાન ભૂલ્યા છે એવું શી રીતે કહેવાય? જિજાઈના સ્વભાવમાં થોડી તીખાશ હતી અને સંજોગવશાત્ એ વધી એ વાત સાચી હોય તે પણ તેનાં સત્કર્મોને લીધે તેને આ જન્મ લકત્તર ભગવદ્ભક્તનો સાથ મળે અને તેને ધાર્મિક અને પુણ્યશાળી વાતાવરણમાં રહેવા મળ્યું. Scanned by CamScanner
Page #90
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ ભક્તોના સંસારમાં પરમાત્મા કેવા ભળી જાય છે અને તેમને કશું પણ ઓછું આવવા દેતા નથી, એ વિશે થોડીક વાતે તુકારામના ગૃહસંસારમાંથી પણ મળે છે. તુકારામે જિજાઈની એકની એક સાડી એક અનાથ સ્ત્રીને આપી દીધી એમાંથી ધાંધલ મચી ત્યારે પાંડુરંગે જાતે જિજાઈના શરીર ઉપર શાલ ઓઢાડી દીધી અને બની લાજ રાખી. પહેલે પુત્ર મહાદેવ પથરીના દરદથી પીડાતે હતો ત્યારે ઉપચાર કરીને થાકેલી જિજાઈ પુત્રને વિઠેબાના પગ ઉપર ફેંકી દેવા મંદિરમાં ગઈ. ત્યાં મંદિરમાં પગ મૂકતાં જ મહાદેવને છુટથી પેશાબ થયે અને એ હળવાફૂલ બની ગ. સંસારને બધો બોજ ખેંચવા અને તુકારામને ભાતું પહોંચાડવા ડુંગર ઉપર આવ-જા કરવી પડે એથી જિજાઈ ક્યારેક ક્યારેક ખૂબ કંટાળી જતી. એક દિવસ ને પાછું ભરેલે લેટે લઈને જિજાઈ ડુંગર ઉપર ચડતી હતી. તાપ ખૂબ પડતો હતો. પગમાં પગરખાં નહતાં. કાંકરા ખૂંચતા હતા. જિજાઈ ખૂબ ત્રાસી ગઈ. ત્યાં તે એક મોટો કાંટો એના પગમાં પેસી ગયે. જિજાઈને તમ્મર આવી ગયાં. પાણીને લેટે પણ ઢળાઈ ગયે. પગમાંથી લોહીની સેર છૂટી, કેટલીય વાર પછી એ શદ્ધિમાં આવી અને કાંટે કાઢવા લાગી, પણ કોઈ પણ હિસાબે કાંટે નીકળતે નહે. પોતાના નસીબને અને આવા ધણીને પનારે પાડ નાર બાપને દેષ દેતી દેતી બનવાકાળ બની ગયાથી સંતોષ માનતી જિજાઈ કાંટે કાઢવા ખૂબ મલી પણ છે Scanned by CamScanner
Page #91
--------------------------------------------------------------------------
________________ સંતપત્ની જિજાઈ તે નીકળ્યો જ નહિ. કાંટે પગના તળિયાની આરપાર નીકળીને ઉપર સુધી આવી ગયો હતે. બાપે કેવા શ્રીમંતાઈના ભપકાથી એનું લગ્ન કરેલું, ભાઈ મેરી જાત્રામાં કેવી હોંશથી એને સાથે લઈ ગયા હતા વગેરે સુખના દિવસે યાદ કરીને અને તુકારામને ઘેર ભેગવવાં પડતાં દુઃખો સાથે તેને સરખાવીને પેટ ભરીને એ રડી. આ બાજુ તુકારામની ભૂખ વિઠેબાને લાગી એટલે તેમને જિજાઈની પણ દયા આવી. કારણ કે જિજાઈ પણ પિતાને પતિવ્રતા ધર્મ પાળતી હતી. સ્વધર્મનું આચરણ કરનાર પર ભગવાનને પ્રેમ હોય છે. જિજાઈ સામે પીતાંબરધારી રુકિમણીપતિ પ્રગટ થયા, પિતાના સંસારને સળગાવી દેનાર વિઠોબાની શ્યામસુંદર સગુણ મૂર્તિ સામે જોતાં જ જિજાઈને સંતેષ થવાને બદલે સંતાપથી તે ઘેરાઈ ગઈ પિતાને આ દશાએ પહોંચાડનાર આ કાળિયે જ છે, એમ સમજીને એણે મેં ફેરવી લીધું. જિજાઈનું આ વર્તન જોઈને ભગવાનને પણ મજાક કરવાનું મન થયું. રાવણ, કંસ, શિશુપાલ વગેરે માટે જે ભગવાન દુમન હોવા છતાં તારક બન્યા, એ જ ભગવાન પોતાના પરમ ભક્તની માયાથી પોતાની સાથે નજર મેળવી દે એમાં શી નવીનતા ગણાય? કઈ પણ બહાને મન ભગવાન તરફ લગાડવાનું પ્રાણીમાત્રનું કર્તવ્ય હાઈ જિજાઈએ જ્યાં આંખ માંડી ત્યાં તેને શ્રીકૃષ્ણ દેખાવા લાગ્યા. છેવટે મારે આ મૂઆ કાળિયાનું મેં જેવું નથી એમ નિશ્ચય કરીને તેણે બંને હાથ વડે આંખે ઢાંકી દીધી ત્યાં તે એ જગદાત્મા અંતરમાં દેખાવા લાગ્યા ! પુત્રીની જેમ Scanned by CamScanner
Page #92
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ ભગવાને તેના શરીર પર હાથ ફેરવ્યું. તે પછી ભગવાને પિતાના ખોળામાં જિજાઈને પગ લીધા અને જરા પણ પીડા ન થાય એ રીતે કાંટો કાઢી નાખ્યો. ભગવાન અને જિજાઈ તુકારામ પાસે ગયાં. બંનેને સાથે જોઈને તુકારામની નવાઈનો પાર ન રહ્યો. ત્રણે જણ સાથે બેસીને જમ્યાં. ભગવાને હાથ વડે જમીન ખેતરી તે અંદરથી પાણીનું નિર્મળ ઝરણું વહેવા લાગ્યું. તુકારામ અને જિજાઈ એ બેમાં ગુનેગાર કોણ? કેટલાકને મતે વિવાહિત પત્ની અને બાળબચ્ચાંનું ભરણપોષણ કરવાની તુકારામની ફરજ હતી અને એ ફરજ તેમણે ખબર નથી બજાવી એટલે તુકારામ જ સાચા ગુનેગાર છે. આ વિષે વિચાર કરતાં લાગે છે કે દુનિયાને ઉપદેશ દેનાર તુકારામને આ ફરજ દેખાતી નહોતી એમ કહી શકાય નહિ. તુકારામગાથામાં આવેલા સાત અભંગો ઉપરથી જિજાઈએ તુકારામ ઉપર મૂકેલા આક્ષેપ જોઈએ: (1) એ જાતે કાંઈ ધંધો કરીને પૈસા કમાતા નથી. પરણીને મારા પતિ થયા પણ બાળકોના ભરણપોષણની બધી વ્યવસ્થા મારે જ કરવી પડે છે. (2) એમના પેટની એમને ચિંતા નથી, અને અમારી પણ એ ફિકર કરતા નથી. (3) એ જાતે કાંઈ મેળવતા નથી, પણ ઘેર અનાજ આવે તે છોકરાંનેય ખાવા દેતા નથી. અનાજ અને કપડાં, માગે તેને આપી દે છે. તેઓ બીજાનાં પેટ ભરે પણ અમાર ભૂખ્યાં રહેવું પડે છે, અનેગાર અબિર ના રામની Scanned by CamScanner
Page #93
--------------------------------------------------------------------------
________________ સંતપત્ની જિજાઈ 93 (4) તેઓ ઘરમાં તે રહેતા જ નથી. ઊઠીને જંગલમાં ચાલ્યા જાય છે. ત્યાંથી તેમને શોધી લાવવા પડે છે. (5) બધાને ભેગા કરીને ઘોંઘાટ મચાવી મૂકે છે, સુખે ઊંઘવા પણ દેતા નથી. એમની સોબતથી બીજા પણ સંસારથી વિરક્ત બની બેઠા છે અને તેમની પત્નીએ પણ મારી જેમ રડતી ઘેર બેઠી છે ! જિજાઈના બધા આક્ષેપો આવા જ છે. એ ખોટા છે એવું તુકારામ પણ કહેતા નથી. એ સાત અભંગોમાંના છેલ્લામાં તુકારામે તેના જવાબ આપ્યા છે. સંસારને મિથ્યા માન્યા પછી તુકારામ સંસારના સંબંધ, કર્તવ્યે તેમ જ સુખદુઃખ વિષે ઉદાસીન થઈ જાય એમાં એમનો દોષ પણ છે? જાગ્રત થયેલા પુરુષ અને સ્વમમાં રાચતી સ્ત્રી–બંને સાથે થઈ જાય અને તેમાંથી જે પરિણામ આવે એ જ તુકારામ-જિજાઈના સંસારનું પરિણામ આવ્યું કહેવાય. ઊંઘતી સ્ત્રીની લાગણીઓની જાગ્રત પુરુષ ઉપર જરાય અસર પડતી નથી, ઊલટાનો જાગ્રત પુરુષ ફક્ત એ સ્ત્રીને જગાડવા પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન તુકારામે જિજાઈને આપેલા “પૂર્ણ બંધ’થી કર્યો છે. તુકારામે દુનિયાને ઉપદેશ આપ્યો છે તેમાં જિાઈ પણ આવી જ જાય છે; છતાં જિજાઈને જ સંબોધીને જે બાર અભંગ દ્વારા પૂર્ણ બેધ” આપ્યો છે, તે જિજાઈની ફરિયાદેના જવાબ માટે પૂરત છે. પાંડુરંગ આ શરીરને માલિક છે. એ ભલો છે. દયાળુ શાહુકારની જેમ તે એના કુળને ભૂખે મરવા દેતે નથી. તે આપણી પાસેથી એંસી ટકા વસૂલ કરે છે. મેં Scanned by CamScanner
Page #94
--------------------------------------------------------------------------
________________ સંત તુકારામ આજ સુધી દસ ટકા આપ્યા છે. સિત્તેર ટકા બાકીના એ માગે છે. હદયમાં બેસીને એ તકાદે કરે છે. એંસી ટકા એટલે એંસી તો. ભગવાન સિવાય બીજું છે પણ કેણુ? તું મારા વિચારો સાથે ભળી જઈશ એટલે આપણે વિરોધ મટી જશે. વાસનાનો ત્યાગ કર, શંકા છોડી દે. મારું માને તે તું તારું દિલ વિશાળ કર. હું તે જલદી વૈકુંઠમાં જવાનો છું. તું પણ મારી સાથે ચાલ. આપણું ત્યાં સન્માન થશે. ઘરબાર બ્રાહ્મણને આપી દે. હું અને બધું મારું એ ભાવ છોડ. ભૂખ-તરસ, ધનલોભ, મમત્વ વગેરે છોડીને હું કેવો સુખી થયે છું તે જે. તુકારામે જિજાઈને આ છેવટનો ઉપદેશ દીધું. આ ઉપદેશ નકામો ગયો નથી. જિજાઈનું આચરણ નિષ્કલંક, પવિત્ર અને પતિવ્રતાધર્મને અનુરૂપ હતું. પતિને જમાડ્યા વિના એ કોઈ દિવસ જમી નહોતી. દેખીતી રીતે પતિને એ વગોવતી હશે તો પણ તેને પતિપ્રેમનો ઝરે સ્વચ્છ હતો. તુકારામ ઉપર તેને અપાર પ્રેમ હતો. પતિ વિષે તેનો કકળાટ નિષ્કપટ અને નિર્મળ હતો. તુકારામના ઉપદેશોનું તેના મન ઉપર સુંદર પરિણામ આવ્યું. ઉપદેશ સાંભળ્યા પછી બીજે દિવસે ઘરબાર બ્રાહ્મણોને દાનમાં આપી દીધાં અને બધા પાશમાંથી તે મુક્ત થઈ પ્રેમ વિના ઝઘડે થતો નથી. ઝઘડાના સાચાપણું ઉપરથી લડનારાને નિષ્કપટ પ્રેમની, શુદ્ધ આચરણની અને સચ્ચાઈની પ્રતીતિ થાય છે. જિજઈને કાશી, ભાગીરથી અને ગંગા એ ત્રણ Scanned by CamScanner
Page #95
--------------------------------------------------------------------------
________________ સંતપત્ની જિજાઈ દીકરીઓ અને મહાદેવ, વિઠ્ઠલ અને નારાયણ એમ ત્રણ દીકરા મળીને કુલ છ સંતાન થયાં. તેમાં કાશી સહુથી મોટી અને નારાયણ નાને. તુકારામના પ્રયાણ વખતે નારાયણ જિજાઈના પેટમાં હતો એટલે એ નાના પુત્રે પિતાને જોયા જ નહોતા. છોકરાંઓને સાચવવા માટે એક દાઈ રાખેલી હતી. તુકારામ ભંડારા કે ભામનાથના ડુંગરોમાં ભજનમાં લીન થઈ જતા ત્યારે ભૂખ-તરસને વીસરી જતા. જિજાઈ તેમને શોધી કાઢીને ખવડાવતી અને ઘેર પણ લઈ આવતી. જિજાઈએ દીકરીઓને ગરીબ સાથે જ પરણાવી હતી. એક દિવસ તુકારામ બહાર ગયા હતા ત્યારે બહાર જે છોકરાઓ રમતા હતા તેમાંથી બે છોકરાએને જોઈને જિજાઈ ઘરમાં લઈ આવી અને બ્રાહ્મણને બોલાવીને પોતાની બે મોટી દીકરી સાથે ફેરા ફેરવી દીધા ! કેઈ જાતની મિજબાની કે પહેરામણું કશું ન મળે. એ છોકરાઓનાં મા-બાપ સારાં હતાં અને તુકારામનાં ભક્ત હતાં એટલો જિજાઈને સંતોષ થયો. નાની દીકરી ગંગાનાં લગ્ન પાછળથી થયાં. તુકારામની વચલી દીકરી ભાગીરથી મહાન પિતૃભક્ત અને ભગવદ્ભક્ત હતી. તુકારામે પ્રયાણ પછી જેઓને દર્શન દીધાં તેમાંની ભાગીરથી પણ એક હતી. તુકારામના પુત્રોમાં સૌથી નાને નારાયણ ખૂબ કાર્યશીલ નીકળ્યો. દેહુ વગેરે ગામ તેને જ મળ્યાં. નારાયણનું લગ્ન દેહના ઈંગળે પટેલની પુત્રી સાથે થયું. તે પછી પણ તુકારામના વંશજો આ ઈંગળે પટેલના વંશજો સાથે લગ્ન કરતા. અત્યારના દેહુમાં તુકારામના મોટા ભાગે વંશજોનાં જ ઘર છે. ' Scanned by CamScanner
Page #96
--------------------------------------------------------------------------
________________ 11 : સદેહે વૈકુંઠપ્રયાણ તુકારામે સદેહે વૈકુંઠ જવાનો નિર્ધાર કરી લીધા હોવાથી અને પિતાની ઉત્તરક્રિયા પાછળથી કોઈને કર. વાની રહેશે નહિ એટલે તુકારામે જીવતાં જ પોતાની ક્રિયા પોતે કરી લીધી અને બધાં બંધનોમાંથી છટા થઈ ગયા. દુનિયાને બિવડાવનાર કળિકાળને ના. આમ તુકારામે મૃત્યુને મારી નાખ્યું. ક્ષણભંગુર સંસારસુખ ત્યાગીને જે અવિચળ પરમાત્મસુખ તેમણે પ્રાપ્ત કર્યું, એ તેમની ભૂમિકાએ પહોંચેલા સંતો અને સજજને જ સમજી શકે. આમાં જ્ઞાન અને ઉપાસના ચોખાં દેખાય છે. આ જ્ઞાન માત્ર પ્રેત કે કેવલ અદ્વૈત નહોતું. એનું કારણ જ્ઞાન અને ભક્તિ એકરૂપ હતાં. શ્રીહરિના રંગથી તુકારામ પૂરેપૂરા રંગાઈ ગયા હતા. શરીરનું ભાન ભૂલ્યા જ હતા. તુકારામનો પ્રયાણને સમય આવ્યા. શ્રોતાઓ ભાગ્યશાળી થઈ ગયા. તુકારામનું કાર્ય પૂરું થઈ ગયું. રાતે તુકારામ કીર્તન કરવા ઊભા થયા. દેહુમાં ગોપાળપુરામાં નાંદુરગીના ઝાડ નીચે કીર્તનની શરૂઆત થઈ. એક વખતના અભંગે જાણીતા જ છે, તુકારામે તે દિવસે નામસંકીર્તન ભક્તિની પરાકાષ્ઠા બતાવી, પ્રેમામૃતના ભોજનથી સંતે અને સજજને તૃપ્ત કરી દીધા. નામભક્તિના ઉત્કર્ષ માટે જ તુકારામનો અવતાર હતો. ભગવાનના નામની મહત્તા ગાતાં ગાતાં જ તુકારામ વૈકુંઠમાંથી આ મૃત્યુલોકમાં આવેલા મહા વિષ્ણુ અને * Scanned by CamScanner
Page #97
--------------------------------------------------------------------------
________________ સદેહે વૈકુંઠપ્રયાણ સનકાદિ સંતો, નારદ અને ગરુડ આદિ માયા લક્ષ્મી વગેરે વિકુંઠવાસી ભક્તજનો સાથે તન્મય થઈ ગયા. જાગ્રત અવસ્થામાં જેનું ધ્યાન ધરીએ છીએ તે જ આંખ મિંચાતાં સામે આવીને ઊભું રહે છે. તે રીતે જીવનભર જેની ઝંખના હોય છે એ જ મહા પ્રયાણ વખતે અંતરમાં પ્રત્યક્ષ થાય છે. ભગવાનને જલદી લાવવા માટે તેમણે ગરુડને પ્રાર્થના કરી. તે પછી તુકારામના શરીરે શ્રેષ્ઠ ચિહુને પણ જણાવા લાગ્યાં. તુકારામની વૈકુંઠ જવાની ઉત્કંઠાએ ખૂબ તીવ્ર સ્વરૂપ પકડયું. એકલા તુકારામ જ વૈકુંઠમાંથી આવેલા વિષ્ણુ ભગવાનને જોઈ શક્યા. અને એ ભગવાનનું વર્ણન કરતાં કરતાં જ તુકારામ અદશ્ય થઈ ગયા. તેમને દેહ કેઈને દેખાય નહિ. સંવત ૧૭૦૬ના ચિત્ર વદ બીજ ને શનિવારે સૂર્યોદય પછી ચાર ઘડીએ 41 મે વરસે તેમનું પ્રયાણ થયું. બીજને દિવસે તેઓ અંતર્ધાન થયા, પાંચમને દિવસે તેમની કરતાળ, તંબૂરે અને કામળો હાથ લાગ્યાં. પાંચ દિવસ સુધી ભક્તોની મંડળીએ કીર્તન-ભજનને મહત્સવ કર્યો. તુકારામ સદેહે વૈકુંઠ ગયા છે એટલે તેમની પાછળ ક્રિયાકાંડ કરવાનું કોઈ કારણ નથી, એવું સાતમને દિવસે રામેશ્વર ભટ્ટ શાસ્ત્રોમાં જોઈને કહ્યું અને બધાએ તે માન્ય રાખ્યું. ત્યારથી ચિત્ર વદ બીજથી પાંચમ સુધી સંતના પ્રયાણનો મહોત્સવ દેહમાં દર વરસે થાય છે. સદેહે વૈકુંઠ શી રીતે જવાય એ પ્રશ્ન વિચારવા જેવો છે, પણ બીજા મહાપુરુષોના પણ આવા જ દાખલા છે. મુક્તાબાઈ આમ જ સૌની નજર આગળ અદશ્ય થયાં હતાં. Scanned by CamScanner
Page #98
--------------------------------------------------------------------------
________________ 98 સંત તુકારામ કબીર સાહેબે 101 વર્ષ જીવીને એક દિવસ શિવે તે ગુલાબની શય્યા તૈયાર કરવા કહ્યું અને તે ઉપર શાલ ઓઢીને સૂતા. ડી વાર પછી લોકોએ શાલ ઊંચી કરી તે શું દીઠું? ગુલાબનાં ફૂલોના ઢગલા સિવાય કાંઈ ન મળ્યું. આ વાત કેટલાય હિંદુ અને મુસલમાન લેખકોએ જાતે જોયેલી લખી રાખી છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક અંત પણ આ રીતે જ આવ્યા છે. તેમની અંતિમક્રિયા હિંદુ વિધિ મુજબ કરવી કે મુસ્લિમ વિધિ પ્રમાણે એ શિખ્યામાં વાદ ચાલતો હતો ત્યાં એક જણે મૃતદેહ ઉપરથી કપડું ઊંચું કર્યું તે ત્યાં કશું જ હતું નહિ અને વાદ ત્યાં જ પૂરો થયો! બધા સાધુસંતો, રામાયણ-મહાભારત જેવા મહાગ્રંથો, કાળિદાસ જેવા કવિવર અને બીજા ધર્મ ગ્રંથો પણ એક મતે સદેહે વૈકુંઠ જવું અને જતાં જતાં કિર્તન કરતાં જ અદશ્ય થવું એ વાતને સાચી ઠેરવે છે; છતાં આ સત્યકથા ઉપર વિશ્વાસ ન આવે તેઓ તુકારામના અભંગોને વિશ્વાસ અને આદરપૂર્વક અભ્યાસ કરે અને તેમાંનો તેમને ભગવત્પ્રસાદ મેળવવા તેમણે સ્વાનુભવથી જે રસ્તે બતાવ્યું છે એ માગે તેઓ ચાલે. Scanned by CamScanner
Page #99
--------------------------------------------------------------------------
________________ 12 : શિષ્ય સમુદાય તુકારામે ગુરુપદ ન સ્વીકારતાં મેઘવૃષ્ટિથી ઉપદેશ કરવા ચાલ પસંદ કર્યો; કારણ કે મેઘ તરફ એકીટશે તાકી રહેનારા ચાતકો આ દુનિયામાં પેદા થાય છે એટલે એમાં મેઘ પણ બિચારો શું કરે ? તેમનું કીર્તન સાંભળવા હજારો લોકો આવતાં અને સંતોષ પામીને જતાં, પણ તેમાંથી કેટલાંક તુકારામને મન, વચન અને કાયાથી અનુસરવા લાગ્યાં. એવા ચૌદ સદ્દભાગી જવાનાં નામ દેહુના એક જૂના મકાન ઉપર એક સાથે આવેલાં છે. આ ચૌદ શિખ્યામાંથી સાત બ્રાહાણ અને સાત બ્રાહ્મણેતર હતા. આ જોતાં તુકારામ બ્રાહાણોને ધિક્કારતા હતા એવી દલીલ રહેતી નથી. આવા ભેદભાવ વારકરી સંપ્રદાયમાં ક્યારેય પિઠે નથી. બધા શિખે તુકારામના કૃપાછત્ર નીચે આનંદથી ભગવાનના ભજનમાં મસ્ત હતા અને બધાને પરસ્પર પ્રેમ પણ અવર્ણનીય હતા. પાછળથી બીજા ત્રણ શિષ્યોની વિગત મળેલી છે એટલે કુલ સત્તર શિષ્યને ટૂંક પરિચય અહીં છેઃ 1. મહાદાજી પંત કુલકર્ણી દેહકાર: દેહુના આ જોશી પહેલેથી તુકારામના ભક્ત હતા. તેમના અને તુકારામના કુટુંબના સંબધે પરાપૂર્વથી ચાલ્યા આવેલા. તુકારામના સંસારનું એ ધ્યાન રાખતા. જિજાઈને જરૂર વખતે મદદ કરતા. વડીલ તરીકે બધી કાળજી લેતા. એક ખેતરનું રખોપુ કરવા અર્થે મણ દાણું લેવાનું નકકી કરીને તુકારામ રહ્યા, પણ ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા ત્યાં તે ખેતરમાંથી બધું અનાજ પંખીઓએ સાફ કરી Scanned by CamScanner
Page #100
--------------------------------------------------------------------------
________________ 100 સંત તુકારામ નાખ્યું. ખેડૂતે પંચ પાસે ધા નાખી. પંચે તપાસ કરી. તે દસ ખાંડી દાણા નીકળ્યા. તેમાંથી પાંચ ખાંડી તુકારામને મળે એવો પંચે ચુકાદો આપ્યો. પણ તુકારામ તે અર્ધા મણથી એક દાણો વધારે લેવા તૈયાર નહોતા. ત્યારે મહાદાજી ૫તે લોકોની સંમતિ લઈ એ અનાજ પિતાને ઘેર મુકાવ્યું અને વિઠ્ઠલ મંદિરનો જીર્ણોદ્ધાર વખતે એ બધું અનાજ વાપરવામાં આવ્યું. ૨ગંગારામ મવાળી કસકર : વડીલોપાર્જિત મિલક્ત અને શરાફીને ધંધો કરનાર આ બ્રાહ્મણની અટક “મહાજન” હતી. પણ તેમના મૃદુ અને સૌમ્ય સ્વભાવને લીધે તુકારામ તેમને “મવાળ” કહેતા. એક વાર ખોવાઈ ગયેલી ભેંસ શોધવા ગંગારામ ભામનાથ ડુંગર ઉપર ગયા ત્યાં ભજનપ્રેમથી રંગાયેલા તુકારામે તેમને કહ્યું કે, ઘેર જાવ, તમારા વાડામાં ભેંસ બંધાયેલી હશે. ગંગારામે ઘેર જઈને જોયું તે ખરેખર ભેંસ બાંધેલી હતી. ચાર દિવસથી ખોવાયેલી ભેંસ ઘેર આવી એ સાધુ પુરુષના વચનનો મહિમા ગણાય એવું તેમને લાગ્યું. ત્યારથી ગંગારામ તુકારામ ઉપર મુગ્ધ બની ગયા. 3, સંતાજી તેલી જગાડે: ગંગારામ અને આ સંતાજી બન્ને તુકારામના લહિયા હતા. તુકારામના અભંગોની સંતાજીને હાથે લખેલી વહીઓ તળેગાંવમાં એના વંશજો પાસે છે. બન્ને વચ્ચે નક્કી થયેલું કે બેમાંથી જે મારે તેની પાછળ બીજે માટી ઢાંકે. તુકારામ અદશ્ય થયા. પછી કેટલાંક વરસ પછી સંતાજીનું અવસાન થયું તેમને દાટવા માટે બધા આપ્તજને માટી નાખી થાક્યા Scanned by CamScanner
Page #101
--------------------------------------------------------------------------
________________ શિષ્ય સમુદાય 101 તેપણ તેમનું મેં ઢંકાય જ નહિ. અંતે અધી રાતે તુકારામે માટીની એક મૂઠી નાખી ત્યારે એ કાયા ઢંકાઈ. ભંડારાની તળેટીમાં સુદંબર ગામમાં સંતાજીની સમાધિ છે. 4. ગબર શેઠ-સુબ્રેકર : આ વણિક સુદુંબર ગામમાં રહીને ધંધો કરતા હોવા છતાં તુકારામની સેવામાં રહેતા. તુકારામ પછી તેમનું અવસાન થયેલું. મરતી વખતે રામેશ્વર ભટ્ટ અને કાનાબાને મુખેથી તુકારામના અભંગો સાંભળતાં તુકારામના ધ્યાનમાં એવા મગ્ન થઈ ગયા હતા કે, છેવટે તુકારામે પ્રગટ થઈને તેમના કપાળે તિલક કર્યું અને ગળામાં હાર પહેરાવ્યો. 5. માલાજી ગાડે ચેવલવાડીકર : તુકારામની ભક્ત પુત્રી ભાગીરથીને આ પતિ હતા. તુકારામે માલાજીને ગીતા આપી હતી. તુકારામના પ્રયાણ સ્થળે ભાગીરથીની મૂર્તિ આજે પણ છે. 6: કાન્હાબા: તુકારામને આ નાનો ભાઈ પહેલાં જુદે થયું હતું, પણ પછી તુકારામની છાપ તેના મન ઉપર પડી અને શિષ્ય થયે. તુકારામના પ્રયાણ વખતે કાન્હાબાએ રચેલા કરુણ રસપૂર્ણ અભંગો ખૂબ પ્રસિદ્ધ છે. 7. મહાર પંત ચિખલીકર: તુકારામની ભજનમંડળીમાં આ પણ એક નિષ્ઠાવાન શિષ્ય હતા. 8. કેડો પંત લોહેકરે પુણેકર : તુકારામના શિષ્ય એક દિવસ કાશીની જાત્રા કરવા જવાની ઈચ્છા દર્શાવી. તુકારામના અનેક ભક્તો કાશીમાં હોય એમ સમજીને તેમને ભલામણ કરવા વિનંતી કરી. તુકારામે પોતાના આસન Scanned by CamScanner
Page #102
--------------------------------------------------------------------------
________________ 102 સંત તુકારામ નીચેથી એક સોનામહોર કાઢીને કાંડાં પંતને આપી અને તે વટાવીને રોજ એક પૈસો રહેવા દઈને બીજા પૈસા જાત્રાના ખર્ચ માટે વાપરવા કહ્યું. રાખી મૂકેલા એક પૈસાની બીજે દિવસે સોનામહોર બની જતી. આ વાત કોઈને જણાવવાની તુકારામે ના પાડી હતી. જાત્રાએ જતી વખતે તુકારામે તેની સાથે ત્રણ અલંગ મોકલેલા તેમાં ગંગા, કાશી વિશ્વર અને વિષ્ણુપદની પ્રાર્થના કરેલી છે. જાત્રા કરીને પાછા આવ્યા પછી કાંડ પંતને થયું કે આપેલી સેનામહેર તુકારામ પાછી માગી લે તો? એટલે સોનામહેર રસ્તામાં ખોવાઈ ગયાની ખોટી વાત તુકારામને કહી અને કેડો પંતે ઘેર જઈને જોયું તો સોનામહોર હતી જ નહીં. આથી એ ખૂબ પસ્તા અને માફી માગીને તુકારામ પાસે પોતાની એ ભૂલ માફ કરાવી. 9, રામેશ્વર ભટ્ટ: તુકારામના એક વખતન હરીફ પાછળથી તેમના ભક્ત બની ગયા હતા. રામેશ્વર ભટ્ટના ભાઈના વંશજો આજે પણ વાઘેલીમાં રહે છે. રામેશ્વર ભટ્ટ તુકારામના શિષ્ય બન્યા પછી વારકરી મંડળમાં તે પણ રહેતા અને તુકારામની પાછળ રહીને તાલ દેતા. તુકારામ સાથે તેઓ દસ-બાર વર્ષ રહ્યા હતા. તેમની સમાધિ વાલીમાં જ હતી. 10, શિવબા કાસાર : લોહગામ તુકારામનું મોસાળ હતું એટલે ત્યાં પણ તેઓ કીર્તન માટે અવારનવાર જતા. તેમાં ઘણા લોકે એકઠા થતા પણ લોહગામને આ શિવબા ત્યાં જ નહિ, એટલું જ નહિ, પણ ઘેર રહીને તુકારામની નિંદા કરતા. પણ પાછળથી તે એ ભકત Scanned by CamScanner
Page #103
--------------------------------------------------------------------------
________________ શિષ્ય સમુદાય 103 બની બેઠે કે એની પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો. એક દિવસ શિવબાની ઇચ્છાથી તુકારામની તેને ઘેર પધરામણી થઈ ત્યારે શિવબાની પત્નીએ તુકારામને નવડાવતાં તેમના ઉપર ઊકળતું પાણી રેડ્યું. તેમના શરીર ઉપર ફોલ્લા પડી ગયા તો પણ તેઓએ સ્ત્રી પર જરાય ગુસ્સે ન થયા. પણ ભગવાન એના ભક્તને આવાં વીતક વિતાડનાર ઉપર ગુસ્સે થયા અને તે સ્ત્રીને આખા શરીર પર કેઢ નીકળ્યો. છેવટે રામેશ્વર ભટ્ટની સૂચના પ્રમાણે એક દિવસ જ્યાં તુકારામ ઉપર ધગધગતું પાણી રેડવામાં આવેલું, એ જગ્યાને કાદવ લઈને શિવબાએ એની પત્નીના આખા શરીર પર લગાવ્યા ત્યારે એની કાયા સારી થઈ ગઈ ત્યારથી એ ખૂબ પસ્તાઈ અને શિવબાની જેમ જ તુકારામની સાચી ભક્ત બની ગઈ. 11. નાવજી માળી: લેહગામનો આ માળી તુકારામનો ભક્ત બન્યા પછી ઉત્તમ ફૂલોનો હાર બનાવીને તે તુકારામના ગળામાં પહેરાવતો. એ ભજનકીર્તનમાં ખૂબ પાવરધો હતે એટલે કીર્તનમાં આવે કે તુકારામની ખુશીને પાર નહેતે રહેતો. ૧ર, આવાજી પંત લેહગાંવકર : લોહગામના બધા શ્રોતાઓમાં વધુમાં વધુ એકાગ્ર એવા આ જોશી કુલકર્ણ હતા. એક દિવસ કીર્તનમાં આવાજી પંત મગ્ન હતા અને અધી રાતે એમનો દીકરો મરી ગયે. એમની પત્ની એ પુત્રનું શબ તુકારામ સામે મૂકીને તુકારામને ગાળે દેવા લાગી, પણ સંતે તે ભગવાનને આવાહન કર્યું અને ભક્તનાય ભક્તના પુત્રને ભગવાનને બેઠે કરવો પડ્યો. Scanned by CamScanner
Page #104
--------------------------------------------------------------------------
________________ 104 સંત તુકારામ 13. કાં પાટિલ બાંદવ: લોહળામમાં તુકારામ જાય ત્યારે તેમને ઉતારે આમને ઘેર રહેતા. 14. કશ્વર બંધ : નાનપણમાં ખૂબ રબડી ચૂકેલે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા. કેઈએ એને દેહુ જવાનું કહી તેથી તે આવીને તુકારામનો શિષ્ય બની ગયે. 15, બહિણાબાઈ: તુકારામના શિષ્યમંડળમાં બહિણાબાઈનું મહત્વ વિશેષ છે. તુકારામ વિશે અને તેમના ઉપદેશો વિશે બહિશાબાઈએ જે અભંગે લખ્યા છે તેના પરથી તુકારામનું જીવન અને કવન વધુ ખાતરીવાળું મેળવી શકાયું છે. બહિષ્ણુબાઈનું નામ તુકારામના અને રામદાસના એમ બન્નના શિષ્યમંડળમાં છે. બહિણાબાઈને બારમે વરસે સ્વપ્નમાં તુકારામે ઉપદેશ આપ્યો અને હાથમાં ગીતા આપી. બીજી વાર સ્વમમાં તુકારામનાં દર્શન થયા પછી એ તેના પતિ સાથે દેહ આવી અને તુકારામનાં પ્રત્યક્ષ દર્શન થયાં. 16. અંબાજી: તુકારામને દુશ્મન તરીકે ગણત અંબાજી શરૂમાં પરમાર્થ નહિ પણ પરધન ભેગું કરતો. તુકારામના વિઠ્ઠલમંદિરની અડોઅડ જ અંબાજીનું ઘર હતું. એ ઘરમાં મંબાજીએ સુંદર બગીચો બનાવ્યો હતો. એક દિવસ તુકારામની ભેંસ એ બગીચામાં પેઠી ત્યારથી અંબાજીએ ત્યાં કાંટાની વાડ કરી દીધી. અગિયારસને દિવસે લોકોની ખૂબ ભીડ થતી એથી બધાંને કાંટા ન વાગે એટલે તુકારામે એ વાડના બધાં કાંટા કાઢી લીધા. આથી અંબાજીના ગુસ્સાને પાર ન રહ્યો. તેણે એ જ કાંટાના ઝાંખરાંથી તુકારામને મરણતોલ મા, પણ તુકારામ ન Scanned by CamScanner
Page #105
--------------------------------------------------------------------------
________________ શિવ સમુદાયને પામ , ગુસ્સે થયા કે ન વેદનાનો એક અક્ષર સર બેલ્યા. અગિયારશ આવી. મંબાજી કીર્તનમાં આવ્યા નહિ એટલે તુકારામ જાતે તેને ઘેર બોલાવવા ગયા. તેને પગે . પડીને કહ્યું: “બધો દોષ મારે જ છે. મેં ઝાડ ભેંસ પાસે બગડાવ્યાં ન હોત તો તમે કાંટા નાખ્યા ન જ હોત. આ મહેનત કરવાથી તમારા હાથ દુખવા આવ્યા હશે.” એવું મીડી ભાષામાં કહીને તુકારામ તેના હાથ દબાવવા લાગ્યા. આ સૌજન્યથી અંબાજી થોડી વાર માટે તો શરમાઈ ગયે અને તુકારામ સાથે તરત જ કીર્તનમાં ગયે. અંબાજીની આ વાત જાણીતી છે જ, પણ એનો ક્રોધી અને દ્વેષી સ્વભાવ બહિણાબાઈને પણ હેરાન કરી ગયે હતે તેની પણ એક વાત મળે છે. અંબાજીને ઘેર બહિણબાઈને ઉતારે રહેતે એટલે તુકારામ જેવા શુકને બદલે તે પિતાને ઉપદેશ સાંભળવા સમજાવવા લાગ્યા. આથી મહાદાજી પંતને ઘેર બહિણબાઈને ઉતારે ફેરવાઈ ગયે. 18. નિળબા રાય પિંપાનેરકર: તુકારામના શિષ્યમંડળમાં નિળાબા જેવી યોગ્યતાવાળું બીજું કોઈ નહોતું. નારાયણ તુકારામનો પુત્ર-વારસ ગણાય, તેમ નિકળેલા વિદ્યા-વારસ હતો. તુકારામના ચરિત્રની પુનરાવૃત્તિ જેવું જ નિળબાનું ચરિત્ર હતું. વારકરી સંપ્રદાયમાં જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ અને નિળાબા એ પંચાયતનું સર્વમાન્ય અને સર્વપ્રિય છે. નિળાબાના ચરિત્ર ઉપરથી જણાય છે કે તુકારામના જમાનામાં એની હસ્તી નહોતી. એ પરસ્પર મળ્યા પણું Scanned by CamScanner
Page #106
--------------------------------------------------------------------------
________________ 106 સંત તુકારામ નહોતા. તુકારામના પ્રયાણ પછી પચીસ-ત્રીસ વરસે તેને સ્વમમાં તુકારામે ઉપદેશ દીધો. મૂળ પિંપળનેરનો પણ શિરૂર આવીને વસેલો એ જોશી કુળકણી હતો. અઢાર વરસે સંસારને બેજ માથે પડ્યો હતો. સુશીલ પત્ની હતી, પણ મંદિરની સેવા ઉપરથી એકાએક મન ઊઠી ગયું. સેવા કરતી વખતે ચાર ચાર વખત મંદિરના વહીવટદારોએ બોલાવ્યા છતાં એ સેવા પૂરી કરીને જ ગયે એ માટે ખૂબ સાંભળવું પડયું. ત્યારથી સંસાર પ્રત્યે વિરક્તિ આવી ગઈ. ઘરબાર બધું છોડીને વેરાગી થયે અને અનેક જાત્રાઓ કરી ચૂક્યો. તુકારામ માટે જબરી લગની લાગી. છેવટે દાણાપાણી છેડીને બેઠે ત્યારે સ્વમમાં તુકારામે ઉપદેશ આપ્યો. અભંગવાણું અને કીર્તનથી એ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા લાગ્યું. તેનું કીર્તન સાંભળીને કેટલાય વારકરી સંપ્રદાયમાં ભળી ગયા. પંઢરપુરની જાત્રા તેણે ચાલુ રાખી. તુકારામની પાછળ વારકરીના ભક્તિપંથને પ્રચાર નિળબા જેટલા કેઈએ કર્યો નથી. ભાગવતધર્મનો ઝંડે ખરેખર તેણે આખા મહારાષ્ટ્રમાં ફરકા. જ્ઞાનેશ્વરે જે પાયો નાખ્યો, નામદેવે જેનો વિસ્તાર કર્યો, એકનાથે જેના પર ધજા ચડાવી અને છેવટે તુકારામ જેનો કળશ બન્યા એ ભાગવતધર્મના મંદિરની અખંડ અને અભંગ ઈમારત પંઢરપુરના વિશાળ ક્ષેત્રમાં ભગવાન વિફૂલની કૃપા છાયા નીચે ઊભી છે. આપણું આ ભાગવત ધર્મનો જયજયકાર હો ! Scanned by CamScanner
Page #107
--------------------------------------------------------------------------
________________ 5-00 સસ્તુ સાહિત્ય” એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય વિવિધ વિષયનાં વાંચવા લાયક પુસ્તકે ધર્મગ્રંથ મહાભારત-૭ ગ્રંથે 64-00 ઐતરેય ઉપનિષદ-શાંકરભાષ્ય 0-75 શાંતિપર્વ-(મહાભારત તૈત્તિરીય ઉપનિષદ , 1-50 ભાગ 6 કો ) ... 10-00 છાંદોગ્ય ઉપનિષદ , 5-00 શ્રીહરિવંશ અથવા ઉત્તર બૃહદારણ્યક ઉપનિષદ ,, 8-00 મહાભારત -. 10-00 શ્વેતાશ્વતર ઉપનિષદ ,, 1-50 મહાભારતસાર .. 4-00 : સે ઉપનિષદે .. વિષ્ણુપુરાણ 5-00 ઉપનિષદ-નવનીત ... 2-50 શ્રીમદ્ ભાગવત (બે ભાગ) 12-50 | મહાવાક્યરત્નાવલી - 1-00 શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ ... 4-00 ઉપદેશસાહસ્રી . એકાદશ સ્કંધ–એકનાથી 6-00 | શ્રીદક્ષિણામૂર્તિસ્તોત્ર 1-50 એકાદશ સ્કંધ (શ્રીમદ્ વિવેક ચૂડામણિ . 1-00 ભાગવતને) ... 2-50 મણિરત્નમાળા .* 1-50 શ્રીમાર્કંડેયપુરાણ - 6-50 ' સૌંદર્યલહરી .. o-40 ભગવતી (દેવી) ભાગવત 8-50 સ્તોત્રસંગ્રહ .. 1-50 વાલ્મીકિ રામાયણ 12-50 | મોહમુદગર-દશ રને 1-00 તુલસીકૃત રામાયણ 12-50 શતકી -ચાર રને 0-75 આત્મા-અનાત્માવિવેક 0-35 ઈશ ને કેન ઉપનિષદ 1-25 પ્રબોધસુધાકર-તત્વબોધ 0-50 (શાંકરભાષ્ય સાથે) હસ્તામલકૌંત્ર અને કઠોપનિષદ , , 1-25 વાક્યસુધા . 0-15 પ્રશ્નોપનિષદ ,, , 1-00 પ્રશ્નોત્તરમાળા ને જીવન્મુક્તમુંડકોપનિષદ–શાંકરભાષ્ય 1-00 | આનંદલહરી - 2-19 4-00 Scanned by CamScanner
Page #108
--------------------------------------------------------------------------
________________ 2-00 108 ચોગવાસિષ્ઠ મહારામાયણ - યોગાભ્યાસ અને (બે ગ્રંથમાં) 15-00 આસનવિધિ .... 0-60 વૈદિક–વિનય (ત્રણ ભાગ) 7-50 સનસુજાતને ઉપદેશ અર્થાત અધ્યાત્મ વાર્તાલાપ 4-00 મૃત્યુનું રહસ્ય 0-75 વૃત્તિપ્રભાકર ... 5-00 કપિલ અને દેવહૂતિ ૦–૬ર વેદાંતસિદ્ધાંતમુક્તાવલી 2-00 ષપદી (વેદાંતપ્રક્રિયા) 0-35 શ્રીપંચદશી-વિદ્યારણ્ય કૃત 5-00 વિચારસૂર્યોદય ... 0-25 પંચદશી બળવાન બને ! ... 0-75 યુક્તિપ્રકાશ .. 1-50 ત્રીજી આંખ 1-00 બ્રહ્મસિદ્ધાંતમાલા ... 4-0 0 જ્ઞાનનાં ઝરણાં 0-25 તસ્ત્રાનુસંધાન : 4-00 વિચારમાળા 0-50 પંચીકરણ 2-00 પાતંજલ યોગસૂત્ર o-50 1-50 લઘુગવાસિષ્ઠસાર... આત્મરામાયણ . 1-50 | મેક્ષને માર્ગ . શ્રીવેદાંતમાર્ગદર્શિની 2-00 દદશ્યવિવેક ... 0-12 વેદાંતશબ્દકોશ - 0-50 અંતર-નિરીક્ષણ .. 1-00 હઠયોગપ્રદીપિકા - 1-50 1-50 | જ્ઞાન અને કર્મ . 0-25 જીવન્મુક્તિવિક ... 1-50 | નારદનાં ભક્તિસૂત્રો 0-19 જ્ઞાનવાણું ... 2-00 | શાંડિલ્ય ભકિતસૂત્ર ... 0-37 A .. 0-50 0-40 અષ્ટાધ્યાયી રુદ્ધી ... 1-50 | ગંગામાતા શ્રીવિષ્ણુસહસ્ત્રનામ.. સંધ્યાપદ્ધતિ જપ અને નામસ્મરણ 1-25 શ્રીચંડીપાઠ નિત્યપાઠ ભીષ્મસ્તવરાજ .. 0-15 શિવમહિમ્ર સ્તોત્ર હરિપાઠ : 0-15 | નારાયણકવચ ... કંઠાભૂષણ્મ * 0-25 ) હનુમાન ચાલીસા ... 0-50 0-50 1-50 1-00 0-75 0-60 1-15 Scanned by CamScanner
Page #109
--------------------------------------------------------------------------
________________ 109 मतरा 15-00 | વિદુરનીતિ 1-bo સુજ્ઞાષિતરત્નભાડાગાર 12-00 ! સુભાષિત નીતિમંજરી 1-10 સ્વાધ્યાયજુષા , 4-00 K 8-00 | મા ગુર્યો. 0-25 મનુસ્મૃતિ ... 5-00 નીતિશતક જમવા-વાતોષાપબે એ પ-૦૦ યક્ષ અને યુધિષ્ઠિર 0-60 બાલવિલાસ , 1-50 | વૈરાગ્યશતક 0-40 વાટના દીવડા . 1-50 વિજ્ઞાનશતક 0-50 હિંદુ ધર્મની બાળથી 0-62 ધર્મદર્શન નવસંહિતા o-37 . 1-oo | હિંદુધર્મ (એક પુસ્તકરૂપે) 1-25 વ્યવહારમાળા હિંદુધર્મ અને સદાચાર -25 સત્સંગમાળા 0-40 હિંદુધમ .. 0-25 | સંતેષસુરત ... 0-30 હિંદુધર્મના પાયા . 0-25 સૂતાવલિ 0-25 ષોડશ ગ્રંથે ... ધમ્મ પદ-ધર્મનાં પદે સમાધિશતક . 1-50 | શિક્ષાપત્રી 1-25 | જ૫જી 0-40 | ગોરખનાથ 0-37 ભગવદ્દગીતા -શાંકરભાષ્ય 8-00 | જ્ઞાનસત્રગીતા-બાળકમાં 1-25 ભગવદ્દગીતા-નીલકંઠી 3-00 | જ્ઞાનસત્રગીતા-ગુજરાતીમાં 1-25 શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ્દગીતા 6-00 | પંચરત્નગીતા-કાચું પૂછું 1-50 ભગવદ્દગીતા (મોટા ગીતામાં જીવનની કળા 3-00 અક્ષરોમાં) * 1--25 | શ્રી રામગીતા . 1-75 ભગવદ્દગીતા-બાળબેધમાં -50 | ઉત્તરગીતા 037 ભગવદ્દગીતા-ગુજરાતીમાં 0-50 | ગીતાસંકલન ... o-19 Scanned by CamScanner
Page #110
--------------------------------------------------------------------------
________________ 1-00 110 દેવ, ઋષિઓ અને પ્રતાપી | યોગીશ્વર યાજ્ઞવક્ય 0-60 પુરુષો ... . 2-00 શ્રીરામચંદ્ર દત્ત અને મહાન શીખ ગુરુઓ 2-50 | નાગમહાશય ... 1-00 ભારતના વીરપુરુષો 3-00 | સંત જ્ઞાનેશ્વર અને શિવાજી છત્રપતિ ... 1-50 | મહાત્મા એકનાથ 0-37 સૌરાષ્ટ્રના સંત ... 1-50 | સ્વામીશ્રી નિત્યાનંદ 0-50 સોરઠી સ્ત્રીસંતે ... 1-25 | મહાત્મા દાદૂ દયાળ 0-50 સોરઠના સિદ્ધો . 150 શ્રીમત શંકરાચાર્ય વીર દુર્ગાદાસ ... 1-50 | શુકદેવજી અને બીજાં બેન્જામિન ફેમિલન 1-25 આખ્યાને ... 0-50. બૂકર ટી. વોશિંગ્ટન 1-50 દેવર્ષિ નારદ ... 0-31 મહાત્મા ટૉલ્સ્ટૉય ... 1-25 ગુજરાતના ભકતે .. 0-75 જેન ઑફ આર્ક ભક્ત પીપાજી 0-400 0-75 સંત મૂળદાસ પિતામહ ભીષ્મ ... .* 1-00 મેકણ દાદા ... 0-50 ભક્તચરિત્ર 3-00 શ્રીશુકદેવજી 0-35 મહર્ષિ દધીચિ અને ગોસ્વામી તુલસીદાસ 0-40 બીજા બે આખ્યાને 0-50 ભક્ત પ્રહૂલાદ . 0-40 ગૌતમ બુદ્ધ ... 1-50 શ્રીરામકૃષ્ણ પરમહંસ 0-40 ચૈતન્ય મહાપ્રભુ . 1-00 બાળકોના વિવેકાનંદ 0-25 સ્વામી સહજાનંદ ... 2-00 સ્વામી રામતીર્થ (સંક્ષિપ્ત) 1-00 સાક્ષાત્કારને પંથે તુકારામ 2-00 સ્વામી રામતીર્થ –નાનું 0-25 સ્વામીશ્રી વિવેકાનંદ 2-00 સુમુખ તથા નૃસિંહકુંવર 0-37 મહર્ષિ દયાનંદ ... 1-50 પ્રહૂલાદ આખ્યાન .. 0-50 સ્વામી શ્રદ્ધાનંદ ... 1-50 | સંતોની ફૂલવાડી . 0-50 સ્વામી ભારકરાનંદ 1-25 નાનભટ્ટ બાપા - -25 સ્વામી બ્રહ્માનંદ ને જડભરત 0-19 શિવાનંદ ... 1-37 | મહાત્મા મસ્તરામજી 0-40 0-37 Scanned by CamScanner
Page #111
--------------------------------------------------------------------------
________________ 111 મહાત્મા સરચૂદાસ કબીરસાહેબ નાનક સુદામાચરિત્ર ... 0-50 જ્ઞાનેશ્વર ને ચાંગદેવ 0-40 0-37 ભક્ત અંબરીષ 0-20 સતી સાવિત્રી ... 0-25 0-25 1-50 રામ ઝરુખે બૈઠકે ... 2-00 | હાજીબાબાનાં સાહસે 2-50 તડકી-છાંયડીનાં ફૂલગુલાબ 2-00 | ઇન્સાન મિટા દૂગા સમર્પણ .. 1-50 અને બીજી વાત 1-25 ત્રણ વરદાન *** 2-00 પાપીની દશા ... 0-75 અનાવરણ 2-50 લેભને થેભ ... 0-19 ચાણક્ય ને ચંદ્રગુપ્ત 3-50 અણજો અને નવું અમર અજવાળાં ... 1-00 રેલવે સ્ટેશન ... 0-25 દિવ્ય વાર્તાઓ ... 1-00 સમ્રાટ શ્રેણિક ને દેવી નંદા -25 કમળકુમાર 0-75 પ્રકાશનાં પગલાં 0-75 ઉત્તરરામચરિત ... હાસ્યતરંગ 0-75 શકુંતલા. 0-62 જગતમાં જાણવા જેવું 1-25 કથાસરિત્સાગર ... ઈતિહાસને અજવાળે 1-00 ભોજપ્રબંધ ગામડું બોલે છે માહિની અને બીજી વાતો 1-00 મારા ભારત દેશ 0-75 બનાવટી ફૂલે ... 1-00 સાહસકથાઓ નવ્વાણુને ફેર અને પટલાઈના પેચ બીજી વાત ... 1-00 સંત બળરામ અને પતિના 0-75 ગ્રામરચના ૧પ૦ બોધદાયક કથાઓ... 1-50 પ્રકૃતિનાં લાડકવાયાં રંગ અને દીવા 1-50 પંખીઓ 2-00 બિરબલ અને બીજા 2-00 ગૃહ, ગૃહિણી અને ગૃહસ્થ 1-50 ગુજરાતી સાહિત્યમાં મહાત્મા ટેસ્ટૉય 1-25 શ્રેષ્ઠ હાસ્યપ્રસંગે 2-00 | ભીમનાં પરાક્રમે 1-50 18 4 - - 1-00 2-00 0 o 0 o 0 Scanned by CamScanner
Page #112
--------------------------------------------------------------------------
________________ 112 શ્રીરામકૃષ્ણકથામૃત 6-00 ! જેસલ-તોરલ તથા હરિરેવ જગત ... 2-50 | જલંધર–ગોપીચંદ , ઉપદેશસારસંગ્રહ , 1-50 | મદાલસા અને અલર્ક 0-30 | સંતગુરુનો પરિચય 2-00 | શ્રીરામકૃષ્ણ ઉપદેશ 04 સંતની અનભવ-વાણી 2-00 | વિવેકાનંદનાં વચનામૃત 0-50 સોધસરિતા ... 1-50 | પરવાળાં 0-25 સંતની વાતો .. 1-50. ગીતાંજલિ મેનાવતી–ગોપીચંદ તથા તથા પુરોગામી 0-25 ભર્તુહરિ-વિક્રમ 0-25 પ્રવાસી 0-37 0-40 1-50 અર્થતંત્રની આંટીઘૂંટી 1-00 5 વ્યક્તિ-ચિત્રો . આપણે ફરીનવિચારીએ ? 2-00 | શુભસંગ્રહ-ભાગ 2 જે 3-00 આત્મનિરીક્ષણ અને સંકલ્પ એ –ભાગ 9 મો 3-00 ... 1-00 પલટાતા રંગ ... 1-50 સંસારનાં સુખ ... 2-00 સ્વામીશ્રી અખંડાનંદજીના સુખ, સામર્થ્ય ને સમૃદ્ધિ અને વિચારોના - પ . 1-25 ચમત્કાર ... 3-50 | વ્યાયામ અને સૂર્યનમસ્કાર 0-5 સાહિત્ય પ્રવેશિકા 2-5 | ભારતીય શિલ્પકળા 0-37 ગ્રામચના . 2-00 | હિંદુસ્થાની સંગીત 0-50 શ્રીસુબેધળ્યાસાગર 2-50 બેધક વાર્તાઓ ... 1-50 શ્રીસુબેધરનાકર * 1-50 દષ્ટાંતશતક ... 1-25 વધુ પુસ્તકની વિગત માટે વિસ્તૃત સૂચિપત્ર મંગાવે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય સ્વામી અખંડાનંદ માર્ગ, ભદ્ર, પિ. બ. નં. 50, અમદાવાદ અને 148, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ Scanned by CamScanner
Page #113
--------------------------------------------------------------------------
________________ પuuuuuuuuuuuuuuuuIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiiiiiiiiiiાાાાાાાાાાાાાા UgAnh સંતવાણુ ભજનો તુકારામગાથા-ભાગ 2 કબીરની સાખીઓ પાન 450 : કિં. 3-00 પાન 64 : કિં. 0-25 ભજનસાગર-ભાગ 1, 2 'શામળના છપ્પા પાન 972 : કિં. 5-00 પાન 176 : કિં. 1-00 ભજનસંગ્રહ છેટમની વાણું પાન 216 : કિં. 1-00 પાન 88 : કિ. 0-75 તુલસીસતસઈ અક્ષરમાળા પાન 232 : કિ. 1-50 પાન 80 : કિ. 0-37 મીરાંબાઈનાં ભજન સાંખ્યસાર અને ગસાર પાન 112 : કિ. 0-75 પાન 72 : કિં. 0-37 નરસિંહ મહેતાનાં ભજને શ્રી રામનામમજનાવલિ પાન 96 : કિં. 0-75 પાન 112 : કિં. 0-40 પરિચિત પદસંગ્રહ સત દાદ પાન 400 : કિ. 2-00 પાન 68 : કિ. 0-25 વલભ ભટ્ટની વાણું ઋષિરાજનાં પદ પાન 436 : કિં. 3-00 પાન 64 : કિ. 0-40 પ્રીતમદાસની વાણી પ્રબોધબાવની પાન 184 : કિ. 1-50 પ.ન 80 : ક. 0-25 કાવ્યમાધુર્ય કેશવકૃતિ પાન 728 : કિં. 3-00 પાન 64 : કિં. 0-30 કબીરનાં આધ્યાત્મિક પદે | કવિ દીનદયાળગિરિ * પાન 168 : કિં. 1-25 | પાન 48 : કિં. 0-25 આપણું કવિતાને Serving JinShasan 214 " : કિં. :- 19 ૫ને 200 : દલપતરામની 1 પાન 192 ક " 0 1320 : કિં. 0-40 ભક્તકવિ દયારામ | gyanmandir@kobatirth.ora 11 RIIUL પાન 80 : કિર હાજ પાનું 112 : કિં. 0- 50 નિકુલાનંદની વાણી ધીરા ભગતનાં પદો પાન 48 : કિં. 0 0 | પાન 80 : કિં. 0-50 સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય–અમદાવાદ lllllllllllllllllluuuuuuullllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllHDIUIlilllllllllllllllllllllllllllllllllllllllllllllulu Airlinguisitiniiiiiiiiiaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii Scanned by CamScanner