________________ મનની શુદ્ધિને ઉપાય તુકારામના અભંગોમાં આવતા “સંત” શબ્દને અર્થ બબર સમજી લેવું જોઈએ. તુકારામના જમાનામાં સંતનો આટલો મોટો સમૂહ હતો? કે પછી તુકારામે ભેળા ભાવે જ બધાંને “સંત”નું સંબોધન કર્યું છે? આ બન્નેમાંથી એકેય કલ્પના સાચી નથી. સાચા સંત તો વિરલ જ હોય છે. બધા વારકરી કંઈ તુકારામ નહોતા. કઈ પણ સંપ્રદાયમાં સામાન્ય જનસમૂહ આવો જ હોય છે, પણ પ્રવર્તકને પોતાનો સંપ્રદાય ફેલાવવાનો હોવાથી બધામાંથી ઉત્સાહી એવા થોડાક કાર્યકરો હોય તેમને માન આપીને વધુ કાર્યક્ષમ બનાવવા જોઈએ. નામદેવ-એકનાથથી માંડીને ગળામાં હાર પહેરીને પંઢરપુરની નિયમિત જાત્રા કરનાર, કથાકીર્તન અને ભજનમાં લીન થઈને પ્રેમથી વિઠ્ઠલની ઉપાસના કરનાર વારકરી, હરિદાસ અને ભજનમંડળીઓના મોવડી “સંત” જેવી ગૌરવભરી પદવી પામતા. તુકારામે આ શબ્દ અનેક અભંગોમાં ઠેરઠેર આ અર્થમાં વાપર્યો છે. તુકારામે પોતાના સાથીઓને આમ પ્રિય અને પૂજ્ય સમજીને તેમની સેબતમાં રહીને પરમેશ્વરપ્રેમ વધાર્યો. એમાં કેટલાક તો સાવ સામાન્ય અને કેટલાક પીઢ ગુણીજને પણ હશે. તેમના સંકીર્તન અને સંભાષણનો લાભ તુકારામને પણ મળ્યો હશે. આવા સદગુણીઓનો સહવાસ તેમને ઘેર, ભંડારા ઉપર, કીર્તનોમાં અને મંદિરમાં અવારનવાર સાંપડ્યો. સંત નહોતા તેમને પણ સંત માની લઈને અને તેમના ગુણ લઈને પિતાના પ્રેમમાં વધારે કરવાનો અભ્યાસ તેમણે મનથી કર્યો. સંતના હૃદયમાં પ્રેમ હોય છે, દુઃખ જરા પણ દેખાતું નથી, તેમનું સાચું Scanned by CamScanner