________________ સગુણ ભક્તિ તુકારામ જ્ઞાની નહેતા એવુંય શી રીતે કહેવાય? એટલે કે કર્મ, જ્ઞાન અને યોગને વિરોધ ભક્તિ કરતી નથી. આ બધા શબ્દો જુદા જુદા છે એટલું જ, પણ ખરી રીતે તો એ બધા એકસરખો જ અનુભવ કરાવે છે. તુકારામ કર્મયોગી અને જ્ઞાની હતા એટલે તેમના મનમાં અને વાણીમાં અપાર પ્રેમરંગ ભરેલો હતો. ભક્તિનું આ સ્વરૂપ શબ્દથી વર્ણવવાનું શક્ય નથી. જે ભક્તિથી કર્મ–જ્ઞાનયોગમાં પૂર્ણત્વ આપે છે, કર્મ-જ્ઞાનની સાર્થકતા જે પ્રેમથી થાય છે તે ભક્તિ, એ પ્રેમ, એવી લગની તુકારામના હૃદયમાં પૂરેપૂરાં હતાં. કર્મજ્ઞાનયોગમાં જે જે ખૂટતું હોય તેની પતિ હરિપ્રેમથી થાય. એટલે ભક્તિયોગ જ સહુથી શ્રેષ્ઠ છે. તુકારામે જીવનભર ભક્તિસુખ ભોગવ્યું અને ભક્તિનું નગારું પીટીને ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો. નારાયણ ભક્તિથી વશ થાય છે. ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે, એ જેમને ગળે ન ઊતરે તેમને તુકારામ સૌમ્યતાથી જવાબ આપે છે કે મને આ માગ ગમ્યો એટલે મેં તેને સ્વીકાર્યો છે. ભક્તિનું સુખ અપાર છે, ફરી ફરી એ સુખ મેળવવાનું મન થાય છે. | સગુણ અને નિર્ગુણ એક છે એવો તુકારામનો સિદ્ધાંત છે. તોપણ તેમણે ભક્તિનો મહિમા ખૂબ ગાજે છે. અદ્વૈતમાં દ્વિત અને દ્વિતમાં અતિ, નિર્ગુણ એ જ સગુણ અને સગુણ એ જ નિર્ગુણ, એવો તેમનો નિશ્ચય અને અનુભવ હોવાથી બંને પ્રકારનો આનંદ તેમની વાણીમાં ભરેલો છે. સંત તવાદી પણ નથી અને અતવાદી પણ નથી. શુદ્ધ પરબ્રહ્મ સાથે તે સમરસ થયેલ હોય છે. તુકારામે ભગવાન સાથે વિનોદ કર્યો છે, પ્રસંગ આવ્યે તેમણે ભકિએક છે એવા સાવ મન અતમાં Scanned by CamScanner