________________ સંત તુકારામ કહે છે. પણ જ્ઞાનેશ્વર, એકનાથ કે તુકારામ જેવા જ્ઞાની ભક્ત ભક્તિના સુખને વધુ મહત્ત્વ આપે છે. “મોક્ષ અમારે મન અઘરે નથી, એ તો અમે ગાંઠે બાંધ્યો છે. ભક્તોને મોક્ષ દુર્લભ નથી હોતો. મોક્ષ તો અમારા બારણે રમે છે, ભક્તના બારણે મોક્ષ કાકલૂદી કરતો પડ્યો છે” આવું તુકારામ અનેકવાર કહ્યા કરે છે, પણ એથી મેક્ષ સાથે તેમણે વેર બાંધ્યું હતું એવું નથી. પણ એ સહજ છે એવી ખાતરી થયા પછી જ તેમણે ભક્તિસુખને આટલું બધું મહત્ત્વ આપ્યું છે. જ્ઞાનયુક્ત ભક્તિ કે જ્ઞાનવિનાની ભક્તિ એ બન્નેમાં જ્ઞાનનું સ્વરૂપ ઓળખ્યા પછી જ તુકારામે ભક્તિનો પરમ આનંદ ભેગવવાનું નક્કી કર્યું. આમ એગમાર્ગની, જ્ઞાનમાર્ગની કે કર્મમાર્ગની અવહેલના કરીને ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા તુકારામ વગેરે ભક્તશ્રેષોએ ગાઈ છે એવું કોઈ સમજી ન બેસે. આ માર્ગો ઉત્તમ જ છે, પણ ભક્તિમાર્ગને અનુસરવાથી આ બધા માર્ગે જવાનું ફળ મળે છે. ઉપરાંત પ્રેમના સુખને લાભ મળે છે. એગ એટલે મનની વૃત્તિઓ ઉપર કાબૂ અને એ સાધવાનો ઉપાય ઈશ્વરપ્રણિધાન. તુકારામે ઈશ્વરપ્રણિધાનથી મનની વૃત્તિઓ ઉપર કેટલે બધે કાબુ મેળવ્યું હતું એ જોઈએ તે એ યોગી મહેતા એવું કઈ કહી શકશે? તેવું જ આસક્તિ અને ફળની આશા છોડીને કર્મ કરવું એ નિષ્કામ કર્મયોગને સાર હોય તો કેવળ ભગવતપ્રીતિ અ કર્મોનું આચરણ કરનાર તુકારામ કમલેગી નહોતી એવું પણ કોઈ કહી શકશે ખરું? જીવન અને પરમાતમાં ને એગ એ જે જ્ઞાનમાર્ગનું અંતિમ સાપ્ય છે તે ભગવાન અને પોતે બન્ને એક જ એવો અનુભવ લેના Scanned by CamScanner