________________ 6: સગુણ ભક્તિ મનુષ્યજન્મ ધારણ કર્યાનું સાર્થક્ય ઈશ્વરપ્રાપ્તિમાં છે એ સંતોનાં વચનો સાંભળ્યા પછી એ માટે કો માર્ગ લેવો અથવા આપણી પ્રકૃતિને કયા માર્ગ અનુકૂળ અને સહજ સુલભ છે એ વિચાર કરીને મુમુકુઓ એક માર્ગ સ્વીકારે છે. ઈશ્વરપ્રાપ્તિ માટેના યોગમાર્ગ, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ–આ ચાર મુખ્ય માર્ગો છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતા અને ભાગવતમાં ભક્તિમાર્ગનો જ મુખ્યત્વે ઉપદેશ આપ્યો છે. ગીતા અને ભોગવત એ બન્ન ભક્તિમાર્ગના આધારસ્થંભ છે. પહેલાના જમાનામાં બીજા માર્ગો હતા, પણ આ કળિયુગમાં તે ભક્તિમાર્ગ ઈચ્છનીય છે. ભક્તિપંથ બધાથી સરળ છે. તેમાં બધાં કર્મે શ્રીહરિને અર્પણ થાય છે, એટલે પાપ-પુણ્યનો પાશ લાગતો નથી અને જન્મમરણનાં બંધન તૂટી જાય છે અને બીજું એ કે યોગમાર્ગ, જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગનું આચરણ કરતી વખતે પોતાના બળ ઉપર ચાલવું પડે છે. ભક્તિમાગમાં એવું નથી. આ માર્ગે જીવ ચાલવા લાગે એટલે ભગવાન તેને સહાય કરે જ છે. આથી જપ, તપ, વ્રત, અનુષ્ઠાન વગેરેને તુકારામ ધિક્કારે છે એવું નથી. આ સાધનો ભગવાન પાસે મૂકી દઈએ અને પછી ભક્તિમાર્ગ આચરીએ એટલે ભક્ત થવાય. અભેદ નથી ગમત એવું અભેદનો અનુભવ લીધા સિવાય તુકારામ ખાસ બોલ્યા નથી. ભક્તિનું પગથિયું નીચેનું અને જ્ઞાનનું ઉપરનું એવું તે ફક્ત જ્ઞાનમાર્ગી જ Scanned by CamScanner