________________ 1: પૂર્વજીવન મહારાષ્ટ્રમાં તીર્થોના રાજા જેવું પંઢરપુર ગણાતું એ તેરમી સદીમાં જ્ઞાનેશ્વરે આળંદીનું માહાસ્ય વધાર્યું. એકનાથને લીધે સોળમી સદીમાં પૈઠણ જાણીતું થયું અને સત્તરમી સદીમાં સંત તુકારામે દેહને વિશ્વવિખ્યાત ક્યું". દેહુ પૂના જિલ્લામાં ઇંદ્રાયણી નદીને કિનારે આવેલું નાનકડું ગામ છે. દેહ ગામની સામે છેડે જ છે. નાનામોટા થોડાક ડુંગરા આવેલા છે. સંત તુકારામના જન્મ સમયના મહારાષ્ટ્ર વિષે તુકારામનાં જ શિષ્યા બહિણબાઈ આમ કહે છેઃ “જ્ઞાનદેવે જેનો પાયો નાખ્યો, નામદેવે જેને તરફ ફેલાવ્યો, એકનાથે જેના પર ધજા ફરકાવી એ ભાગવતધર્મના મંદિરને કળશ સંત તુકારામ બન્યા.” ભાગ્યશાળી પિતા બે હેબા અને પુણ્યશાળી માતા કનકાઈને ત્રણ પુત્રો થયાઃ સાવજી, તુકેબા અને કાન્હાબા. બહેબા પૂરા વેપારી, ખેતીવાડી અને ધીરધારમાં પારંગત હતા. બીજા પુત્ર તુકેબા(તુકારામ)ના જન્મ વખતે કનકાઈને વૈરાગ્યનું દેહદ થવા લાગેલું. એકાંતમાં બેસવું, કોઈની સાથે બહુ બોલવું નહિ, દુન્યવી પ્રપંચે તરફ ધ્યાન આપવું નહિ વગેરે પ્રકારની ઉદાસીનતા આવી ગઈ. કનકાઈને પેટે મહાન વિષણુભક્ત અવતરવાનો હતો એટલે જ હોય કે Scanned by CamScanner