________________ સંત તુકારામ કોણ જાણે પણ એ સંત નામદેવનાં ભજનો સાંભળતી, કીર્તનમાં જતી અને વિઠ્ઠલ ભગવાનના મંદિરમાં વિઠાબારખુમાઈની (કૃષ્ણ-રુકિમણની) મૂર્તિ સામે કલાકો સુધી ધ્યાન ધરી બેસી રહેવાનું એને મન થતું. એ કનકાઈએ સંવત ૧૬૬૫માં તુકેબાને જન્મ આપ્યો. તે પછી કાન્હાબાનો જન્મ થયો. સાવજ, કોબા અને કાન્હાબા જેવા ત્રણ પુત્રોની બાળલીલા જોઈને બોલહેબા અને કનકાઈના આનંદનો પાર નહોતો. તુકેબાની જિંદગીનાં શરૂનાં તેર વર્ષ માતપિતાની સુખશીતળ છાયામાં ખૂબ આનંદથી પસાર થયાં. બહારના છોકરાઓ સાથે રમવાને તેમને ખૂબ શેખ હતું એમ લાગે છે. શ્રીકૃષ્ણની અને તેમના સાથીઓની બાળલીલા ખૂબ ઉત્સાહથી અને કુશળતાથી તેમણે વર્ણવી છે. ગેડીદડા, ગિલ્લીદંડા, લંગડી, આટાપાટા, ખે–, મારદડી, આમલી-પીપળી વગેરે વિષે લખેલા અભંગોમાં તેઓ ખૂબ ખીલ્યા છે. આ બધા પરથી લાગે છે કે બાળપણમાં એ કઈ એકલદોકલ છોકરા જેવા નહિ, પણ ખૂબ હોંશથી રમતમાં ભાગ લેનાર ઉત્સાહી ખેલાડી હોવા જોઈએ. પણ એથી કંઈ એવું ન માની બેસે કે તુકેબાનું બાળપણ ખેલવા-કૂદવામાં જ વીત્યું હતું. ખેલાડીપણાને રંગ તેમની ભાષામાં દેખાય છે એટલું જ કહેવાનું છે. પાંડુરંગ ભગવાનના ભજન તરફ તો એ મૂળથી જ ઢળેલા હતા. એ સમયના રિવાજ મુજબ બહેબાએ એમના ત્રણે પુત્રોનાં લગ્ન સમયસર કરી નાખ્યાં. આ લગ્ન બાળપણમાં જ થયાં. તુકેબાના પહેલા લગ્ન વખતે તેમનું વય Scanned by CamScanner