________________ પૂર્વજીવન ચૌદ વર્ષનું હશે. તેમની પત્નીનું નામ રખુમાઈ હતું, પણ એક જ વરસમાં, રખુમાઈ દમથી પીડાય છે એવી જાણ થતાં તુકેબાનાં મા-બાપે, પૂનાના આપ્પાજી ગુળવે નામના એક ધનવાન શાહુકારની પુત્રી સાથે તુકેબાને બીજી વાર પરણાવ્યા. તકેબાની આ બીજી પત્નીનું નામ જિજાઈ હતું. આમ ઘેર વહુએ આવવાથી કનકાઈના સંસાર-સુખને પાર રહ્યો નહિ હોય! પહેલી પત્ની હોવા છતાં બીજી પત્ની કરવાને ગુને તુકેબાને દેખાતો નથી એ આથી સ્પષ્ટ થાય છે. બધી રીતે સુખમાં મહાલતાં માતપિતાએ એક દિવસ મોટા દીકરા સાવજને બેલાવીને કહ્યું: “તમને આ બધું સોંપીને અમે મુક્ત થવા માગીએ છીએ. પણ સાવજીએ નમ્રતાપૂર્વક છતાં ચેખું જણાવી દીધું કે, “મારે આ જંજાળમાં પડવું નથી. જાત્રા કરીને માનવદેહને સાર્થક કરવાને મેં નિર્ણય કર્યો છે.” બોલ્હાબાએ તેને ખૂબ સમજાવી જે પણ કશો અર્થ સર્યો નહિ. આમ મોટા પુત્ર તરફથી નિરાશા સાંપડી એટલે પિતાએ બીજા પુત્ર તુકાબા ઉપર સંસારને બધે જ નાખ્યો. તુકેબાએ તેર-ચૌદ વર્ષની કિશોર વયે ગળે પડેલી આ સંસાર-ધૂંસરી સ્વીકારી લીધી. હિસાબ-કિતાબ, ખેતી અને જાગીર તરફ ધ્યાન આપવાનું, દુકાનની વ્યવસ્થા બરોબર જેવી વગેરે બધાં કામો ધીમે ધીમે શીખી લઈને કુશળતાપૂર્વક ચલાવ્યાં. આમ શુક જાતિમાં જન્મ્યા છતાં ધંધે વેપારી એવા પિતાને આ પુત્ર ખૂબ હોશિયાર, કુશળ, મહેનતુ અને પ્રામાણિક છે એવું બધા કહેવા લાગ્યા. Scanned by CamScanner