________________ સંત તુકારામ એક પથ્થર ઉપર તેર દિવસ સુધી પડ્યા રહ્યા. એ વખતે તેમના મુખમાંથી પ્રગટેલા ઓગણીસ અભંગોમાં એ વખતની તેમના મનની હાલત ઉત્કૃષ્ટ રીતે પ્રતિબિંબિત થઈ છેઃ હે ભગવાન ! દરેક પ્રાણીમાં એકસરખે ભાવ રાખનાર તું હોવા છતાં અને તારું અખંડ ચિંતન કરવા છતાં તેમાં બીજાની ડખલ થાય એ કેવી નવાઈ! આજ સુધી કરેલી ભક્તિ ઉપરનો આ કળશ છે! તારી ભક્તિનું એ ફળ મળ્યું કે લોકો દ્વેષ કરી શકે એવો દોષ મારાથી થયે, પણ એ માટે તેને દેષ દેવા કરતાં એમ લાગે છે કે મારી સેવા જ સાચી નહિ હોય, તેમાં ખામી હશે. તારી સેવામાં મેં મારું સર્વસ્વ અર્પણ કર્યા વિના તને હું દોષ આપું એ યોગ્ય નથી. હવે કાં તો તારી સાથે રાખ, અથવા મારે નાશ કર. તુ જાતે આવીને જે કહીશ તે હવે હું કરીશ. તારા દર્શન માટે અનેક ઉપાયે કર્યા. કેટલી રાહ જોઉં ? આશાને અંત આવ્યો છે. છેવટનો છુટકા કરી દે હવે. મારા શબ્દો તને ગમતા નથી, પછી બોલવાની શી જરૂર? તારું દર્શન થાય એ મારો સત્ય-સંકલ્પ પૂરો ન થયે તને પ્રસન્ન કરવા ખૂબ મથ્ય, પણ એ બધા શબ્દ નકામાં ગયા. હવે બીજા બધા માર્ગો છેડીને તને ભેટવાની જ લગની લાગી છે. તું ઉદાર અને ભક્તવત્સલ છે એવું કહેવાને મેં મફતને વેપાર માં વ્યો, પણ એ વેપાર સમેટી લે પડ્યો. એક જીવને ઉદ્ધાર તું કરીશ જ Scanned by CamScanner