________________ સગુણ સાક્ષાત્કાર પણ આખી દુનિયાને ઉદ્ધાર થાય એ માટે મેં આ બધે પસાર કર્યો છે. પણ ભક્તને લાગેલો આ આઘાત તું નિવારીશ નહિ તો તારી આબરૂ જશે અને તારી નિંદા થશે એ મારા કાનથી સંભળાશે નહિ. - તારી નિંદા દુનિયામાં ન થાય અને તારા વિષે લોકોની અશ્રદ્ધા વધે નહિ એ સિવાય બીજું કશું મારે જોઈતું નથી. અગાઉ જે જ્ઞાની ભક્તો થઈ ગયા તેમણે નિષ્કામ ભક્તિનો જે સુંદર ચીલો પાડ્યો છે એ જ ચીલે મેં ચાલવા પ્રયત્ન કર્યો છે. શરીરની બધી ઉપાધિ તુચ્છ ગણીને તારી સેવા માટે બુદ્ધિ દઢ કરીને રહ્યો છું. આ શરીરનાં છત્રીસ તત્ત્વોને વહેંચીને હું અલગ થયા અને તારા ઉપકાર માટે જ હવે જીવી રહ્યો છું. તારા બિરુદ અને નામને કલંક ન લાગે અને લોકોની શ્રદ્ધા દઢ થાય એ માટે જ હું તને પ્રગટ થઈને મને દર્શન દેવાની અને તને એ આઘાતમાંથી ઉગારવાની પ્રાર્થના કરું છું. આવી જાતનો ત્રાસ તને દેવાનો અધિકાર શું મને નથી ? શું હું તારે દાસ નથી ? તારા ચરણ માટે જ મેં પ્રપંચોની હોળી કરી છે. મારું સર્વસ્વ મેં તારે ચરણે ધરી દીધું છે; છતાં મારા પર આવું વાદળું ઘેરાઈ વળે એ ઉચિત છે? પાંડુરંગ, મને ભેટીને મારો તલસાટ નિવાર, તારી મહેર નથી લાગી એટલે મારાં વચને ખાતરીલાયક છે કે નહિ તે આ લોકોને સમજાતું નથી. આ જ સુધીનો મારો બધે બડબડાટ નકામે કર્યો. બોલાયેલા બધા શબ્દો હવામાં ઊડી ગયા છે એ જોઈને હું તો છક થઈ ગયો છું. તારા Scanned by CamScanner