________________ સદેહે વૈકુંઠપ્રયાણ સનકાદિ સંતો, નારદ અને ગરુડ આદિ માયા લક્ષ્મી વગેરે વિકુંઠવાસી ભક્તજનો સાથે તન્મય થઈ ગયા. જાગ્રત અવસ્થામાં જેનું ધ્યાન ધરીએ છીએ તે જ આંખ મિંચાતાં સામે આવીને ઊભું રહે છે. તે રીતે જીવનભર જેની ઝંખના હોય છે એ જ મહા પ્રયાણ વખતે અંતરમાં પ્રત્યક્ષ થાય છે. ભગવાનને જલદી લાવવા માટે તેમણે ગરુડને પ્રાર્થના કરી. તે પછી તુકારામના શરીરે શ્રેષ્ઠ ચિહુને પણ જણાવા લાગ્યાં. તુકારામની વૈકુંઠ જવાની ઉત્કંઠાએ ખૂબ તીવ્ર સ્વરૂપ પકડયું. એકલા તુકારામ જ વૈકુંઠમાંથી આવેલા વિષ્ણુ ભગવાનને જોઈ શક્યા. અને એ ભગવાનનું વર્ણન કરતાં કરતાં જ તુકારામ અદશ્ય થઈ ગયા. તેમને દેહ કેઈને દેખાય નહિ. સંવત ૧૭૦૬ના ચિત્ર વદ બીજ ને શનિવારે સૂર્યોદય પછી ચાર ઘડીએ 41 મે વરસે તેમનું પ્રયાણ થયું. બીજને દિવસે તેઓ અંતર્ધાન થયા, પાંચમને દિવસે તેમની કરતાળ, તંબૂરે અને કામળો હાથ લાગ્યાં. પાંચ દિવસ સુધી ભક્તોની મંડળીએ કીર્તન-ભજનને મહત્સવ કર્યો. તુકારામ સદેહે વૈકુંઠ ગયા છે એટલે તેમની પાછળ ક્રિયાકાંડ કરવાનું કોઈ કારણ નથી, એવું સાતમને દિવસે રામેશ્વર ભટ્ટ શાસ્ત્રોમાં જોઈને કહ્યું અને બધાએ તે માન્ય રાખ્યું. ત્યારથી ચિત્ર વદ બીજથી પાંચમ સુધી સંતના પ્રયાણનો મહોત્સવ દેહમાં દર વરસે થાય છે. સદેહે વૈકુંઠ શી રીતે જવાય એ પ્રશ્ન વિચારવા જેવો છે, પણ બીજા મહાપુરુષોના પણ આવા જ દાખલા છે. મુક્તાબાઈ આમ જ સૌની નજર આગળ અદશ્ય થયાં હતાં. Scanned by CamScanner