________________ 11 : સદેહે વૈકુંઠપ્રયાણ તુકારામે સદેહે વૈકુંઠ જવાનો નિર્ધાર કરી લીધા હોવાથી અને પિતાની ઉત્તરક્રિયા પાછળથી કોઈને કર. વાની રહેશે નહિ એટલે તુકારામે જીવતાં જ પોતાની ક્રિયા પોતે કરી લીધી અને બધાં બંધનોમાંથી છટા થઈ ગયા. દુનિયાને બિવડાવનાર કળિકાળને ના. આમ તુકારામે મૃત્યુને મારી નાખ્યું. ક્ષણભંગુર સંસારસુખ ત્યાગીને જે અવિચળ પરમાત્મસુખ તેમણે પ્રાપ્ત કર્યું, એ તેમની ભૂમિકાએ પહોંચેલા સંતો અને સજજને જ સમજી શકે. આમાં જ્ઞાન અને ઉપાસના ચોખાં દેખાય છે. આ જ્ઞાન માત્ર પ્રેત કે કેવલ અદ્વૈત નહોતું. એનું કારણ જ્ઞાન અને ભક્તિ એકરૂપ હતાં. શ્રીહરિના રંગથી તુકારામ પૂરેપૂરા રંગાઈ ગયા હતા. શરીરનું ભાન ભૂલ્યા જ હતા. તુકારામનો પ્રયાણને સમય આવ્યા. શ્રોતાઓ ભાગ્યશાળી થઈ ગયા. તુકારામનું કાર્ય પૂરું થઈ ગયું. રાતે તુકારામ કીર્તન કરવા ઊભા થયા. દેહુમાં ગોપાળપુરામાં નાંદુરગીના ઝાડ નીચે કીર્તનની શરૂઆત થઈ. એક વખતના અભંગે જાણીતા જ છે, તુકારામે તે દિવસે નામસંકીર્તન ભક્તિની પરાકાષ્ઠા બતાવી, પ્રેમામૃતના ભોજનથી સંતે અને સજજને તૃપ્ત કરી દીધા. નામભક્તિના ઉત્કર્ષ માટે જ તુકારામનો અવતાર હતો. ભગવાનના નામની મહત્તા ગાતાં ગાતાં જ તુકારામ વૈકુંઠમાંથી આ મૃત્યુલોકમાં આવેલા મહા વિષ્ણુ અને * Scanned by CamScanner