________________ 98 સંત તુકારામ કબીર સાહેબે 101 વર્ષ જીવીને એક દિવસ શિવે તે ગુલાબની શય્યા તૈયાર કરવા કહ્યું અને તે ઉપર શાલ ઓઢીને સૂતા. ડી વાર પછી લોકોએ શાલ ઊંચી કરી તે શું દીઠું? ગુલાબનાં ફૂલોના ઢગલા સિવાય કાંઈ ન મળ્યું. આ વાત કેટલાય હિંદુ અને મુસલમાન લેખકોએ જાતે જોયેલી લખી રાખી છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક અંત પણ આ રીતે જ આવ્યા છે. તેમની અંતિમક્રિયા હિંદુ વિધિ મુજબ કરવી કે મુસ્લિમ વિધિ પ્રમાણે એ શિખ્યામાં વાદ ચાલતો હતો ત્યાં એક જણે મૃતદેહ ઉપરથી કપડું ઊંચું કર્યું તે ત્યાં કશું જ હતું નહિ અને વાદ ત્યાં જ પૂરો થયો! બધા સાધુસંતો, રામાયણ-મહાભારત જેવા મહાગ્રંથો, કાળિદાસ જેવા કવિવર અને બીજા ધર્મ ગ્રંથો પણ એક મતે સદેહે વૈકુંઠ જવું અને જતાં જતાં કિર્તન કરતાં જ અદશ્ય થવું એ વાતને સાચી ઠેરવે છે; છતાં આ સત્યકથા ઉપર વિશ્વાસ ન આવે તેઓ તુકારામના અભંગોને વિશ્વાસ અને આદરપૂર્વક અભ્યાસ કરે અને તેમાંનો તેમને ભગવત્પ્રસાદ મેળવવા તેમણે સ્વાનુભવથી જે રસ્તે બતાવ્યું છે એ માગે તેઓ ચાલે. Scanned by CamScanner