________________ ધમમ પોનો અભ્યાસ સંસકૃતની જેમ પોતાની માતૃભાષા મરાઠીનું પણ સુંદર અધ્યયન તેમણે કરેલું જણાય છે. જ્ઞાનેશ્વરી ગીતા અને એકનાથી ભાગવતના એ માં અભ્યાસી હતા, ભાગવત ધર્મપરંપરાના પ્રાચીન અને અર્વાચીન સાધુ સંતની જે કથાઓ તુકારામે વાંચી અને કીતનપુરાણમાંથી સંતના મુખેથી સાંભળી તેની તેમના મન ઉપર ઉડી છાપ પડી હતી. તેમના સિદ્ધાંતો દઢ બન્યા, વિચારો સ્થિર થયા, ભગવાન પ્રત્યેનો પ્રેમ ખૂબ વધે અને તેમની રહેણીનું સ્વરૂપ નક્કી થયું. સંતોનું પીઠબળ તેમને મળ્યું. સંતની કથા કામધેનુની ગરજ સારે છે, ઉકટ ઈશ્વર--પ્રેમ દાખવે છે, સમાગ બતાવે છે, નિશ્ચયબળ આપે છે અને સિદ્ધાત સમજાવે છે. તુકારામે આ બધી સંત-કથાઓમાંથી જરૂરી અર્થે સ્વીકારીને પોતાની મેળે અભંગોમાં ગૂંચ્યા. શીલવાન, તત્ત્વદશી અને ધર્મનીતિપરાયણ એવા સંત સજજનોનાં ચરિત્રોમાંથી આત્મકલ્યાણની વાતો તુકારામે લીધી છે. વહેતી જ્ઞાનગંગાનું પાણી પીને તરસ છિપાવવાનો બધાંને હમેશ અધિકાર છે. આ વાત તુકારામ પોતે શુદ્ધ હોવા છતાં ધર્મ ગ્રંથોનું અધ્યયન કરીને તેમણે સાબિત કરી છે. જેમ કે જ્ઞાનગંગાનું પાણી પીવાની આવડત બધામાં હોય તેવું નથી. તુકારામના અભ્યાસ વિષે જૂના લોકોની કલ્પના જેમ ભૂલભરેલી છે તેમ હાલના વિદ્વાને તેમને જ્ઞાનશ્વર-એકનાથ કરતાં ઉતરતી કેટિના ગણવાનું કહે છે તે પણ એટલું જ ભૂલભર્યું છે. કેઈ પણ લેખક એના પુરો Scanned by CamScanner