________________ સંત તુકારામ સત્સંગ, સારાં શાસ્ત્રોનો અભ્યાસ, ગુરુની કૃપા અને આત્મારામ સાથે મિલન–આ ક્રમમી જીવ સંસારની ગરબડમાંથી મુક્ત થાય છે. વારકરી સંપ્રદાય ખૂબ જુનો છે–સંત જ્ઞાનેશ્વરની પણ પહેલાંને. મહારાષ્ટ્રનો એ ભાગવતધર્મ ગણાય. એના સિદ્ધાન્ત ટૂંકમાં આ પ્રમાણે છે: (1) વિષષ્ણુ ભગવાનના બધા અવતાર માનવા છતાં મુખ શ્રીવિઠ્ઠલ(ગોપાળકૃષ્ણ)ની ઉપાસના. (2) ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત અને સંપ્રદાયપ્રવર્તક સંતેનું સાહિત્ય વાંચવું-સાંભળવું. (3) અભેદભક્તિ, અદ્વૈતભક્તિ કે મુક્તિ માટેની ભક્તિનું ધ્યેય. (4) અખંડ નામસ્મરણ એ મુખ્ય સાધન. (5) “રામકૃષ્ણહરિ” મુખ્ય મંત્ર હોવા છતાં શ્રીહરિનાં અનંત નામેનું સ્મરણ. (6) ગરુડ, હનુમાન અને પુંડરીક જેવા ભક્તોને માનવા. (7) શંકરને આદ્યગુરુ માનવા. (8) નારદ, પ્રહલાદ, ધ્રુવ, અર્જુન અને તેમણે સ્વીકારેલા બધા સંતોને માનવા. (9) સંતેએ ઉચ્ચારેલા નામમંત્રોનું સમરણ કરવું. (10) સંતે, ગાય, બ્રાહ્મણ અને અતિથિને પૂજ્ય ગણવાં. (11) એકાદશી અને સોમવારનું મહાવ્રત કરવું. Scanned by CamScanner