________________ મનની શુદ્ધિને ઉપાય 43 તે થાય પણ સાધકની શુદ્ધિમાં એ રીતે તેઓ ઉપકારક થતા હોય છે. આ લોકો એક રીતે સાધકોના ગુરુને સ્થાને છે. આવા લોકોની સેબતમાં તુકારામની સ્વસ્થતાધીરતા પણ ક્યારેક ક્યારેક ડગી જતી અને ક્રોધને આવેગ આવી જતો. એકવાર આવા જ પ્રસંગે એ ભગવાન ઉપર પણ ચિડાઈ ગયા હતા. એવા લોકો ઉપર કોઈ પ્રસંગે એક દિવસ તુકારામ ખૂબ ચિડાઈ ગયા. પણ પાછળથી એ માટે પશ્ચાત્તાપ થયો અને ક્રોધ ટાળવા માટે એ નામ જપવા લાગી ગયા. ભક્તોથી જ્યારે કોઈ દોષ થઈ જાય છે ત્યારે તેના પ્રાયશ્ચિતરૂપે તેઓ વધુ ને વધુ નામસ્મરણ કરે છે. તુકારામ માટે આ દુર્જનોની સોબત ત્રાસદાયક થઈ પડી. ભક્તો અને ભાવિકોની જ સોબત તેમને માટે ભાગે હતી. આપણને ગમતા અને ન ગમતા એમ બન્ને પ્રકારના લોક તો હોય છે, પણ આપણને તેમના ગુણદોષ વિષે મનમાં વિચાર આવે છે, દ્વિતભાવ પણ જાગ્રત રહેતો હોય છે, પોતાના–પારકાનો ભેદ પણ આપણાથી છેડી શકાતો નથી. ઘરની અને બહારની આ બધી કડાકૂટ ટાળવા માટે તુકારામે એકાંતવાસ સ્વીકાર્યો. એકાંતવાસનો લાભ અને આનંદ પણ અપાર છે. એકલું એકાંત એ તો અડધી સમાધિ છે. જનસમુદાયથી કંટાળવાથી કે તંગ આવી જવાથી તુકારામને એકાંત વધુ ગમવા લાગ્યું. ભગવાનની સાચી લગની લાગે તે માટે બીજા લોકોની લગની છોડી દેવી જોઈએ. એકનિષ્ઠ ભાવ એકાંતમાં જ રાખી શકાય છે, ભગવાનને પ્રેમ વધવા માંડે Scanned by CamScanner