________________ ગુરુકૃપા અને કાવ્યકુરણ ગુરુદર્શન અને ઉપદેશ થયા. ગુરુએ રાઘવચૈતન્ય, કેશવ ચિતન્ય એ નિશાની કહી અને પિતાનું નામ બાબાજી કહ્યું, તુકારામને ગમતો રામકૃષ્ણ હરિ મંત્ર તેમને આપ્યા અને અંતર્ધાન થઈ ગયા. આટલી જ વાત પ્રચલિત છે. “સ્વપ્રમાં ગુરુને ઉપદેશ મળ્યા પછી મને કાવ્યકુરણ થયું” એમ તુકારામે આત્મકથાના અભંગમાં કહ્યું છે. આ ઉપરથી તે પહેલાં તેમણે કવિતા લખી નહોતી એ ચિખું સમજાય છે. આ કાવ્યરણ તેમનામાં નામદેવની પ્રેરણાથી થયું. તુકારામ આ વિષેના એક અભંગમાં કહે છે? પાંડુરંગ સાથે નામદેવ સ્વમમાં આવ્યા. સ્વપ્રમાંથી તેમણે મને જગાડ્યો અને કહ્યું : “કવિતા લખ, વાણી નકામી વેડફી ન નાખ. હવેથી લોકો સામે નકામું ભાષણ કરવામાં વાણીને વ્યય કરવાને બદલે તેને કવિતા રચવામાં વાપરજે. અભંગો રચતો જા. પાંડુરંગે તારું અભિમાન લઈ લીધું છે. એ તારી પાછળ ઊભા છે. તારી વાણીમાં પ્રેમ, પ્રસાદ અને સ્કૂતિ ભગવાનને દેખાયાં છે.” તુકારામને આમ સ્વમમાં પણ ભગવાન ભેટ્યા એ માટે તેઓ નામદેવનો ઉપકાર માનતાં કૃતજ્ઞતાપૂર્વક કહે છે કે, “સ્વમમાંથી જાગ્યા પછી મેં મારી જાતને જોઈતો આ સ્વમ અનેક મિશ્રા સ્વપ્રો જેવું નહિ, પણ ભગવાન અને ભક્તના મિલનનું હતું અને ભગવાનની કૃપાનો આનંદ મારા હદયમાં વિચરી રહ્યો છે. એની કૃપા મારા ઉપર ખાસ થઈ છે એની મને જાણ થાય છે.” એટલે કે પાંડુરંગની કૃપાથી કવિત્વસ્કૃર્તિ થવાથી જ તુકારામ પોતાના અભંગ કીર્તનોમાં ગાવા લાગેલા. આવા ભગવત્પ્રસાદની વાણું એ જ પ્રાસાદિક વાણું ગણાય. Scanned by CamScanner