________________ મેવવૃષ્ટિ હોય છે, એ શરીરને તરણ જેવું અને સોનાને પથ્થર સમાન ગણે છે. વિર વિના પ્રજાનાં દુઃખ અને ક્લેશ દૂર થતાં નથી, શરીર એ હું નથી એ તાત્કાલિક નિશ્ચય કરીને વીર અવિનાશી સુખ મેળવે છે. વીર તેના માલિક પાસે સાચું કહેતાં અચકાતા નથી. અંદર-બહાર રે હોવાથી એ મન અને લોકો સાથે તે હિંમતથી લડે છે, કામ-ક્રોધને દૂર હડાવીને ધર્મનું રક્ષણ કરે છે. તુકારામે ખૂબ સ્પષ્ટ અને નિર્ભીક શબ્દોમાં રાજકારણના જે સિદ્ધાંત કહ્યા છે, તે કરતાં વધુ જોશીલી વાણીમાં સમર્થ રામદાસ સિવાય કેઈએ ક્યાંય ઉપદેશ આપે છે? તેમની વાણી મેઘગર્જના જેવી ગંભીર, આકાશ જેવી નિર્મળ અને સૂર્ય જેવી ઓજસ્વી છે. તેમણે આ ઉપદેશ સ્વરાજ્યસાધનાના મહાન કાર્યનો આરંભ કરનાર શિવાજીને અને તેમના સાથીદારોને તુકારામે કીર્તન વેળા જમા થયેલી મેદની વચ્ચે આપ્યો છે. આ ભક્તશિરોમણિની વાણી જોશીલી છે એમાં તે શંકા નથી જ. નવાઈ તો એ વાતની છે કે આવા વિજયને વરેલા મહાપુરુષને અને તેમના વારકરી સંપ્રદાયને કેટલાક પાંગળે, નબળો, રાષ્ટ્રવિઘાતક અને નિરુપયોગી કહીને નિદે છે, પણ મનોજયની સાક્ષાત્ મૂર્તિ, પર્વત જેવા દૃઢનિશ્ચયી, જ્ઞાનવૈરાગ્યનો સાગર, પ્રાણીમાત્રના કલ્યાણેચ્છ ભગવાનનાં ચરણ પાસે બેસીને લોકોના કલ્યાણ માટે જે આશીર્વાદ માગે એવા પીઢ અને ગ્યતાવાળા ઈશ્વરતુલ્ય મહાત્માની જે લોકો નિંદા કરે છે, તેમણે આ સંતનું ચરિત્ર તટસ્થ રીતે વાંચવું જોઈએ, Scanned by CamScanner