________________ 10 : સંતપત્ની જિજાઈ તુકારામનાં પહેલાં પત્ની રુકિમણીબાઈ સંવત 1887 ના ભયંકર દુકાળમાં અવસાન પામ્યાં ત્યારથી તુકારામનો સંસાર એટલે જિજાઈનો સંસાર એમ જ કહી શકાય. તુકારામના જીવનના પંદરમાં વર્ષ પહેલાં જ જિઈનું તુકારામ સાથે લગ્ન થયું અને સંતના પ્રયાણ વખતે પાંચ માસનો ગર્ભ તેને હતો, એટલે લગભગ અડ્ડયાવીસ વરસનો એમને સંસાર ગણાય. આ ગાળામાં જિજાઈને બાળકે થયાં અને બીજાની જેમ જ એને સંસાર જેમ તેમ ચાલે. બાવીસમે વરસે તુકારામે સંસાર તરફથી મેં ફેરવી લીધું. ત્યારથી તેમની સાથે સંસારને ક્યારેય મેળ ન મળે. લૌકિક રીત પ્રમાણે હું સંસાર ભેગવું છું, પણ એમાં મારું દિલ લાગતું નથી; મારા શરીરનું જ મને ભાન નથી ત્યાં રિવાજ ખાતર “આવો-બેસે” કહીને લોકોનાં માનસન્માન હું શી રીતે સાચવું?” વગેરે વૈરાગ્યના અનેક ઉદગારે તુકારામના અભંગોમાંથી મળી આવે છે. જિજાઈનાં મા-બાપ અને ભાઈ પૂનામાં રહેતાં હતાં અને ઘરનાં સ્થિતિસંપન્ન હતાં એટલે તેમની મદદથી જિજાઈએ તુકારામને ટેકો આપવા ખૂબ પ્રયત્ન કર્યા. પિતાના ભાઈને લવાદ રાખીને તુકારામના વેપારનાં કેટલાંય દેવાની માંડવાળ કરાવી દીધી હતી, કેટલીય વાર શરાફ પાસેથી જિજાઈએ પોતાના નામનું ખાતું પડાવી પૈસા લાવીને તુકારામને વેપાર માટે આપેલા, પણ તુકારામ સાધુતાથી રંગાઈ ગયા હોવાથી બધા ધંધામાં નિષ્ફળ Scanned by CamScanner