________________ 9 : ‘મેઘવૃષ્ટિ” દેહમાં પરમાર્થની નવી વિદ્યાપીઠ શરુ થઈ અને તેના સંચાલક તેમ જ સૂત્રધાર સંત તુકારામના ઉપદેશ સાંભળવા ગામેગામથી લાકે આવવા લાગ્યા. આવા જિતેન્દ્રિય. વિરત, નિરપેક્ષ અને અનુભવી લોકગુરુ આ સ્વાર્થભરી દુનિયામાં ક્યારેક જ મળે છે. પુરેપૂરી સાધના કર્યા પછી જ એ સાધના લોકકલ્યાણ માટે ઉપયોગમાં લેવાને સંતાનો સ્વભાવ હોય છે. સાધકની આટલી મોટી રેગ્યતાવાળા તુકારામમાં જરાય મોટાઈ આવી ન જાય તે માટે કોઈને પોતાને શિવ કહે નહિ એવી તેમણે દઢ ભાવના રાખી. તેમના ઉપદેશોને પણ ‘મેઘવૃષ્ટિ” એવું નામ આપ્યું. તેથી તે એકાંતમાં કઈને ઉપદેશ આપતા નહિ. જે ચિતનસુખ પિોતે ભોગવ્યું, એ બધાંને વહેંચી દીધું. કહેવાતા ગુનો તેમણે વિરોધ કર્યો છે. સંત તુકારામ કહે છે કે “હું જડીબુટ્ટી બતાવતો નથી, એક પછી એક ચમત્કારો કરતો નથી, ભગવાનની પૂજાની દુકાન મેં માંડી નથી. હું પંડિત નથી. ભગવાનનાં નામો અને ગુણોનું હું કીર્તન કરું છું, મને એટલી જ ખબર છે. મારો ભગવાન અને “રામકૃષ્ણહરિ” મંત્ર બધાંને માટે ખુલ્લા છે; કારણ કે બધાં પ્રાણીઓમાં નારાયણના વાસ છે. એ મારા અને બીજાનાં હૃદયમાં પણ હોવાથી હું ગુરુ અને બીજા શિખ્યો એવા ભેદ ન હોઈ શકે. હું ગુરુ બનીને કોઈને ઉપદેશ કરતો નથી. નારાયણની પ્રેરણાથી તેમ જ તુક , પડી અને એ Scanned by CamScanner