________________ સંત તુકારામ હું બોલું છું.” બીજા એક અભંગમાં “મેઘવૃષ્ટિ”ને વધુ સ્પષ્ટ કરતાં તુકારામ કહે છેઃ મેઘવૃષ્ટિની રીતે ઉપદેશ થાય તો એમાં સહજતાને રંગ આવે છે, વરસાદ ખડક અને જમીન ઉપર એકસરખો વરસે છે. એ રીતના ઉપદેશથી બધાંને એક સરખી રીતે માર્ગ બતાવવાનું કામ હું કરું છું. પિતાના હિત માટે એનું આચરણ કરી શકાય. નિંદા-સ્તુતિના ભાવથી પર થઈ શકાય એ માટે માત્ર કોઈના દિલને દૂભવવા હું કંઈ પણ બેલ નથી. પાણી ખેતરમાં પડીને સાર્થક થાય છે કે ગટરમાં નિરર્થક વહી જાય છે અને વરસાદ વિચાર કરતો નથી, એ તે બધે ઠેકાણે એકસરખો જ વરસે છે. ગંગા પુણ્યશાળી અને પાપી બંનેને પોતાના નીરમાં નાહવા દે છે. આમ બધાને એક જ સરખે બોધ આપે એટલે એક જ પ્રકારનો ઉપદેશ કરે એવું નથી. હરિભજનને ઉપદેશ બધાં માટે એક છે. બાકી “અધિકાર એવો ઉપદેશ હું કરું છું” એ ન્યાયે જેનાથી એટલે બે ઊપડે એટલે જ એના માથા પર મૂકો. ધર્મ, નીતિ અને વ્યવહારના કેટલાક ઉપદેશ સાર્વજનિક હોય છે. જે બધાને બધી વખત લેવાના હોય છે. તુકારામે કર્યો અભંગ કોને ઉદેશીને કર્યો પ્રસંગે કહ્યું તે આજે સમજી શકાય તેમ નથી તે પણ તુકારામના શ્રોતાઓમાં સામાન્ય રીતે જે પ્રકારના લોકો હતા એ જ પ્રકારના વિવિધ લેકે આજે પણ છે અને દરેક જમાનામાં હેવાના જ. બધાએ પિતાના અધિકાર પ્રમાણે ધ Scanned by CamScanner