________________ સંત તુકારામ તુકારામ મહારાજ અને તેમના સ્વરૂપ સાથે અભેદ સાધનાર રામેશ્વર ભટ્ટ એ ગુરુશિષ્યને વંદન હે. એક વાર શ્રીકૃષ્ણ બાળવેશે તુકારામને દર્શન દીધાં એટલે પછી તુકારામ ઈચ્છે ત્યારે અને ત્યાં ભગવાનને જેવા લાગ્યા એ કહેવાની જરૂર નથી. તમે પણ મારી જેમ જ ભગવાનને ચરણે બેસીને ધૂન લગાવે એટલે તમને પણ ભગવાન ભેટશે” એવું સ્વાનુભવ ઉપરથી તેમના કીર્તનમાં લોકોને તે કહેવા લાગ્યા. પિતાનો આશ્રમ અને કુળધર્મ છોડ્યા વિના ફક્ત હરિનું નામ લેવાથી જ ઉદ્ધાર થાય છે. અને આપણી ભાવશુદ્ધિ જાણીને, જેનું આપણે મનમાં અખંડ ધ્યાન ધરીએ તે સ્વરૂપ પ્રત્યક્ષપ્રગટ થાય છે. શ્રીહરિના આ સગુણ સ્વરૂપની ભક્તિ એ જ સાચી ઉપાસના છે. રામેશ્વર ભટ્ટ જેવા મહાપંડિત ભક્તિમાર્ગ સ્વીકાર્યો અને તે તુકારામના શિષ્ય થયા, છતાં તુકારામને કદી એનો ગર્વ થયું નથી કે તેમની નમ્રતા ઓછી થઈ નથી. Scanned by CamScanner