________________ ગુરુકૃપા અને કાવ્યસ્કુરણ 35 વિશ્વાસ મૂકે છે અને તેના સભાગે અથવા ભગવાનની કપાના જોરે પ્રતીતિનો દિવસ ક્યારેક તો ઊગવાને સંભવ હોય છે. સ્વપ્રમાં તો શું પણ ગર્ભમાંય ઉપદેશ આપ્યાની કથા પુરાણમાં છે. એ ખોટી માનવાને કોઈ કારણ નથી. બાબાજી ચેતન્ય સ્થૂળ શરીર છોડયું હોવા છતાં સૂક્ષ્મદહે આવીને ભંડારા પર પિતાના ઉદ્ધાર માટે અહોનિશ ઝઝનારા તુકારામની શુદ્ધ દાનત અને અધિકાર જાણીને તેમના પર કૃપા કરી અને તુકારામે ચાલુ રાખેલી ઉપાસનાને જ ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપ્યું. આવું પ્રોત્સાહન ઉચ્ચ કોટિના જીવો પાસેથી નીચલી કોટિના મુમુક્ષુ જીવોને મળે છે. ખરેખર તે ગુરુ અને શિષ્યમાં તે ઉપલી અને નીચલી કોટિના ભેદ હોતા જ નથી, કોઈ પથિક જે રસ્તે ચાલી રહ્યા હોય તે જ રસ્તે ચાલતા રહીને મુકામે પહોંચે અને પાછળ રહી ગયેલાને ઉત્સાહ આપવા પાછા આવે ત્યાં જ કોઈ માર્ગદર્શક રસ્તામાં મળી જાય છે. આ જ ગુરુ.એ મળે પછી મોક્ષમાર્ગના પથિકને હિંમત આવે છે અને પોતે ઘોર જંગલમાં નહિ પણ સીધે રસ્તે ચાલે છે એ વિશ્વાસ બેસે છે. આવા મેક્ષમાગે અનેક ગુરુએ ભેટે છે. સંત મહાત્મા આવા માર્ગદર્શકનું જ કામ કરે છે. છેવટે જે ગુરુ ભેટે છે તે શિષ્યની બધી ઇચ્છા પૂરી કરે છે અને પિતાનું અનુભવસુખ એના ખોળામાં મૂકીને એને કૃતાર્થ કરે છે. આ જ સદ્દગુરુ ગણાય છે. સદ્ગુરુનું કામ ઘણું નાનું લાગે છે, પણ તે ખૂબ ઉપકારક હોય છે. જીવાત્માને તે પરમાત્મા સાથે મેળવી દે છે. , તુકારામના ગુરુ બાબાજી ચેતન્ય હતા એ બાબત કેઈ શક નથી. બીજાની જેમ તુકારામના અભંગમાં અવારનવાર Scanned by CamScanner