________________ 34. સંત તુકારામ જવું પડતું નથી. જેમ ઉત્તમ શિષ્ય સાચા ગુરુને એ. છે, તેમ સાચા ગુરુ પણ પોતે શિષ્યને શોધતા-ઝંખતા હોય છે. કયું પાત્ર છે એ ગુરુ તરત જાણી લે છે. ફળ પાકવા આવે કે તરત જ પંખી આવીને તેને ચાંચ મારે છે, એવી જ રીતે અધિકારી મુમુક્ષુ જીવને જોઈને કૃપાળ સદગુરુ દેડતા આવીને તેને કૃતાર્થ કરે છે. બધા સંતે સદગુરુરૂપ જ છે તો પણ બધી સ્ત્રીઓ માતા સમાન હોવા છતાં સ્તનપાન કરાવનારી તો એક જ હોય એવી ભગવાનની યોજના હોય છે, તેમ બધા સંતો ગુરુ હોવા છતાં સ્વાનુભવનું અમૃત પાનાર તે પોતાના સદગુરુ જ હોય અને તે મુમુક્ષુ પાસે તરત પહોંચી જાય છે, જ્યાં હોય ત્યાંથી દોડી આવે છે. ગુરુ અગાઉથી નક્કી થયેલા જ હોય છે. ગુરુશિષ્યનો સંબંધ ખૂબ પહેલાંનો હોય છે અને નિયત સમયે નિયત શિષ્યને તેઓ કૃતાર્થ કરે છે. તુકારામના સદગુરુ બાબાજી ચિતન્ય આવી જ ભગદીચ્છા અનુસાર યથાકાળે અને યાચિત રીતે સ્વમમાં આવીને તુકારામને સંખ્યા. ભગવાન પાંડુરંગે જ બાબાજી ચૈતન્યરૂપે તુકારામ ઉપર દયા કરી. તુકારામના ગુરુ કેટલાંય વરસ પહેલાં સમાધિસ્થ થયા હતા; છતાં ધ્યાનમાં, ચિંતનમાં, જાગતાં ને સ્વપ્રમાં પણ પાંડુરંગ રટનાર તુકારામને પાંડુરંગદર્શનની ઝંખના હોવાથી તેમને તે દર્શન સાંપડયું. - મહાત્માઓ બીજાને સ્વમમાં શી રીતે બોધ આપે છે, એ સામાન્ય માણસને ન સમજાય તેવી વાત છે; છતાં આ વાત તુકારામ પિતે જ કહે છે એટલે એમાં અવિશ્વાસ લાવવાનું કોઈ કારણ નથી. આવી બાબતમાં વિશ્વાસ રાખ્યા સિવાય પ્રતીતિ થતી નથી, અને પ્રતીતિ થયા વિના વિશ્વાસ આવતું નથી એટલે ભાવિક માસ પહેલા Scanned by CamScanner