________________ 4: ગુરુકૃપા અને કાવ્યફુરણું ખૂબ ઉત્સાહપૂર્વક તુકારામની સાધના ચાલુ હતી. “ભગવાનની મહેર મારા પર ઊતરશે? શું તેઓ મારી લાજ રાખશે?” જેને તેને આ જ પૂછળ્યા કરવાનું તેમને મન થતું. “મારો ઉદ્ધાર થશે કે નહિ?” એવું કઈ સંતમહાત્માને પૂછવા અને તેમની પાસેથી આશ્વાસન મેળવવા એ ખૂબ અધીર બની ગયા હતા. મારી બુદ્ધિ ક્યારે સ્થિર થશે, હરિનો મર્મ હું ક્યારે સમજીશ, આ દેહ પડ્યા પહેલાં મને ભગવાન શી રીતે ભેટશે, એના પગ હું ક્યારે પકડી શકીશ, એને માટે ગદ્ગદિત થઈને હું મારા દેહનું ભાન ક્યારે વીસરીશ, એ તેના ચારેય હાથથી મને ક્યારે પંપાળશે, મારી આંખો તેમનું સ્વરૂપ જોઈને ક્યારે કરશે એવી તીવ્ર ઝંખના તુકારામને ક્યારનીય થઈ હતી. ભગવાનનાં જેમણે પ્રત્યક્ષ દર્શન કર્યા છે એવા સપુરુષ મને ભેટશે કે નહિ એવું પોતાની જાતને જ તે પૂછતા. જેને માટે બધા પ્રપંચે ફગાવી દીધા, દસ્તાવેજો ઇંદ્રાયણના વહેણમાં સમપીને પૈસો ગોમાંસ સમાન માનવાના સેગંદ લીધા, ઘરસંસારનો લોભ તજી દીધો, સગાંવહાલાં આગળ ખરાબ બની બેઠે, એકાંતમાં રહીને ગ્રંથનું અધ્યયન અને રામકૃષ્ણહરિનું ભજન ચલાવ્યું એ વિશ્વવ્યાપક પાંડુરંગ કયાંક ક્યારેય પણ મળશે એ કહેનાર, એમને પ્રત્યક્ષ જોયેલા મહાત્માને હું ક્યારે મારી સગી આંખે જોઈશ, એની જબરી ચિંતા તુકારામને રાતદિવસ કરી રહી. અને સાથે સાથે પરમાત્મા કલ્પવૃક્ષ છે, ચિંતામણિ છે, ઈચ્છેલું આપનારા છે, એવું બધા ભકતોએ અનુભવેલું આ વખતે તુકારામે પણ અનુભવ્યું. Scanned by CamScanner