________________ મનની શુદ્ધિને ઉપાય ઊગતી જ નથી એને જ સાચા સદાચારી કહેવાય. પાપ કરવાની કલ્પનાને સ્પર્શ પણ જે પુણ્યપુરુષના મનને થતા નથી, એ જ સાચો પવિત્ર ગણાય. તુકારામ આવા પવિત્ર હતા. જેમની અપાર પવિત્રતાને લીધે દેહુ ગામને તીર્થ પદ મળ્યું અને ઇંદ્રાયણીને પણ પવિત્ર નદીનું માન મળ્યું, જેનાં દર્શનથી હજારો લોકોને ઉદ્ધાર થઈ ગયો, જેના નામસ્મરણથી પાપીઓ પણ પસ્તાઈને પુણ્યશાળી થયા એ તુકારામ ખરેખર પુણ્યરાશિનો એક પુંજ હતા. માણસ માત્રને માન મેળવવાની ઇચ્છા હોય છે. તુકારામે સત્યાસત્ય માટે મનને સાક્ષી બનાવ્યું અને પરમાર્થ માર્ગ આડે આવતા લોકોને છોડી, એકાંતવાસ સ્વીકાર્યો અને નિંદા કે વખાણ તરફ બેધ્યાન બન્યા. પારમાર્થિક જીવનવાળા મનુષ્યો સંસારીઓની જાળમાં કદી ફસાતા નથી. લોકોને બે મોઢાં હોય છે એવું તુકારામે અભંગમાં કહ્યું છે, એટલે જે પોતાનું હિત ચાહતું હોય તેણે લેકસમુદાયથી દૂર રહેવું. હરિભક્તિનો સ્વચ્છ માર્ગ સ્વીકારે. બહારના લોકો જ શા માટે, ઘરનાં પણ ધન હોય તો જ માન રાખે છે એ અનુભવ કેને નથી? આમ અશાશ્વત તરફની નફરત અને શાશ્વત પરમાત્માનું સુખ મેળવવા માટેની તુકારામે તૈયારી કરી અને લોકોને એ વહેંચી દેવા માટે ભગવાનને શરણે ગયા. એકાંતમાં ભગવાનનું નામ સારી રીતે લેવાય છે અને લોકોની ડખલ પણ ત્યાં નથી હોતી એટલે એકાંતમાં જ એ ખૂપી ગયા. કીર્તન પૂરત જ તુકારામે ગામ સાથે સંબંધ રાખે Scanned by CamScanner