________________ સંત તુકારામ સૂર્યોદય થતામાં તે ઇદ્રાયણી પાર કરીને ડુંગરોમાં જતા રહેતા. તે વહેલી પડે રાત. અને ગામમાં પાછા ફરીને તો સીધા કીર્તનમાં જઈ ઊભા રહે. આખો દિવસ ભંડાર ઉપર રહી ગ્રંથોનું અધ્યયન અને નામસ્મરણ કર્યા કરે. આમ દિવસે પણ પોતાની પત્નીને મળવાનું થાય નહીં તો પછી બીજી સ્ત્રીઓ સાથે ટોળટપાં કરવાની ફુરસદ એમને મળે જ શાની ? ચાર-ચાર મહિનાથી તુકારામ મળ્યા નથી એવું નદીએ અને ઘેરઘેર જઈને કહેનારી જિજાઈ દેખાય! આ પ્રખર વૈરાગ્ય જે પુરુષનો હોય એને સ્ત્રીએનો મોહ કેમ હોય? એક દિવસ તુકારામ ભંડારા ઉપર હરિચિંતનમાં નિમગ્ન થઈ ગયા હતા હતા ત્યાં એક સ્ત્રી તેમની પાસે ગઈ. કોઈએ તેને તુકારામની કસોટી માટે મેકલી હશે કે કોઈ કામુક સ્ત્રી એકાંત સમજીને તુકારામને ભોળવવા ગઈ હશે, ગમે તે હોય, તુકારામે તેને મા કહીને સંબોધી અને પરસ્ત્રી તો વિપદાને માટે રુકિમણી માતા જેવી ગણાય એ પિતાને ઘણુ સમય પહેલેથી કરેલા નિર્ણય તેને જણાવ્યું. તે સ્ત્રી નિર્વિકાર થઈને ત્યાંથી પાછી ફરી. કહેવાનું એ કે પરમાર્થને વિસરાવનાર કનક અને કાન્તા તુકારામના મનમાં કદી પેસી જ ન શક્યાં. એટલે એ બાબત મનને મારવાનું કારણ તેમને કદી મળ્યું નથી. એ સગુણી અને વિરક્ત થઈ ગયા. પરધન અને પરસ્ત્રીની ઈચ્છા પામર માણસના મનમાં હોય છે. આ વૃત્તિને જેઓ વિવેક અને વૈરાગ્યપૂર્વક મનને રોકી રાખે છે એમની બહાદુરી ઓછી નથી, પણ જેના હૃદયમાં આવી હીનવૃત્તિ Scanned by CamScanner