________________ શિષ્ય સમુદાય 103 બની બેઠે કે એની પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો. એક દિવસ શિવબાની ઇચ્છાથી તુકારામની તેને ઘેર પધરામણી થઈ ત્યારે શિવબાની પત્નીએ તુકારામને નવડાવતાં તેમના ઉપર ઊકળતું પાણી રેડ્યું. તેમના શરીર ઉપર ફોલ્લા પડી ગયા તો પણ તેઓએ સ્ત્રી પર જરાય ગુસ્સે ન થયા. પણ ભગવાન એના ભક્તને આવાં વીતક વિતાડનાર ઉપર ગુસ્સે થયા અને તે સ્ત્રીને આખા શરીર પર કેઢ નીકળ્યો. છેવટે રામેશ્વર ભટ્ટની સૂચના પ્રમાણે એક દિવસ જ્યાં તુકારામ ઉપર ધગધગતું પાણી રેડવામાં આવેલું, એ જગ્યાને કાદવ લઈને શિવબાએ એની પત્નીના આખા શરીર પર લગાવ્યા ત્યારે એની કાયા સારી થઈ ગઈ ત્યારથી એ ખૂબ પસ્તાઈ અને શિવબાની જેમ જ તુકારામની સાચી ભક્ત બની ગઈ. 11. નાવજી માળી: લેહગામનો આ માળી તુકારામનો ભક્ત બન્યા પછી ઉત્તમ ફૂલોનો હાર બનાવીને તે તુકારામના ગળામાં પહેરાવતો. એ ભજનકીર્તનમાં ખૂબ પાવરધો હતે એટલે કીર્તનમાં આવે કે તુકારામની ખુશીને પાર નહેતે રહેતો. ૧ર, આવાજી પંત લેહગાંવકર : લોહગામના બધા શ્રોતાઓમાં વધુમાં વધુ એકાગ્ર એવા આ જોશી કુલકર્ણ હતા. એક દિવસ કીર્તનમાં આવાજી પંત મગ્ન હતા અને અધી રાતે એમનો દીકરો મરી ગયે. એમની પત્ની એ પુત્રનું શબ તુકારામ સામે મૂકીને તુકારામને ગાળે દેવા લાગી, પણ સંતે તે ભગવાનને આવાહન કર્યું અને ભક્તનાય ભક્તના પુત્રને ભગવાનને બેઠે કરવો પડ્યો. Scanned by CamScanner