________________ સંત તુકારામ લેણદેણની કડાકૂડમાંથી કાયમનું છૂટીને નિશ્ચિતપણે હરિ ભજનમાં મગ્ન રહેવા માટે દસ્તાવેજો પણ નદીમાં નાખી દીધા. આ પછી તેમણે કદી ધનને સ્પર્શ સુદ્ધાં કર્યો નથી. ગરીબીએ બેહાલ બનાવ્યા, જરૂર પડયે ભિક્ષા ઉપર નિભાવ કર્યો, પણ જીવનભર ધનનો સ્પર્શ કરવાને નિશ્ચય કરેલો એટલે સુવર્ણ પાશમાંથી એ હમેશ માટે મુક્ત થયા. ઘણા લાંબા સમય સુધી તુફબાનો નિત્યક્રમ આવે હત : સવારમાં પ્રાતઃક્રિયાથી પરવારીને વિઠેબાના મંદિરમાં જઈ પૂજા કરવી અને ઇંદ્રાયણમાં થઈને સામે કિનારે ભામનાથ, ભંડારા કે ગોરાડા એ ત્રણમાંથી કોઈ પણ ડુંગર ઉપર જઈને જ્ઞાનેશ્વરી ગીતા કે એકનાથી ભાગવતના વાચનમાં કે ભગવાનના નામના જાપમાં આખો દિવસ એકાંતમાં ગાળવો. રાત પડે એટલે ગામમાં આવીને મંદિરમાં કીર્તન-શ્રવણમાં અને પછીના કીર્તન કરવામાં અડધી રાત ગાળીને પાછલી રાતે થેડી ઊંઘ લેવી. આવી વિરક્તાવસ્થામાં રહેતાં રહેતાં તેમણે ભૂખતરસને જીતી લીધાં. ઊંઘ અને આળસ બન્ને ચાલ્યા ગયાં. આહારવિહાર જરૂર મુજબ થતા એટલે ઇંદ્રિયજિત થયા. આ બધું ધીમે ધીમે સાધ્ય બન્યું. સારા ગ્રંથોનું સેવન, નામ મરણ, કીર્તન, ધ્યાન અને અભ્યાસ આ જ અરસામાં થયો. | આમ સંસારનો અનુભવ લઈ અને તેની અસારતા જાણી લઈ તકોબાએ પરમાર્થને આ માર્ગ પકડ્યો. Scanned by CamScanner