________________ માવાની છે. અને ધનને મેઘવૃષ્ટિ” સામાન્ય માણસે સહજમાં ભળવાઈ જાય તેવી લાલચ મને શા માટે? રિદ્ધિસિદ્ધિનો મેં સામે ઢગલો કરીને તે આજસુધી કેટલાયને સુખી કર્યા છે, પણ હું તો તારાં ચરણ સિવાય બ્રહ્માંડમાં બીજા કશાને ઓળખતા નથી. આશા કે મેહ મારામાં હવે રહ્યાં ન હોવાથી કીડી અને રાજા કે માટી અને તેનું મારે મન સરખાં જ થયાં છે. મારા દિલમાં નારાયણે વાસ કર્યો હોવાથી બીજી કઈ કમી હવે રહી નથી. હું દરિદ્ર છું એમ સમજીને મને મદદ કરવા નું પ્રેરાય હઈશ પણ હું હવે રંક નથી, મારે વૈભવ ખૂબ વિશાળ છે. ત્રિભુવન સ્વામી મારે આધીન હોવાથી તેમનું તેજ મારા શરીરમાં આવી ગયું છે. હવે મારી જ સત્તા દુનિયા પર ચાલવાની છે. અને તું મને આપી આપીને મેટાઈ પણ કઈ આપવાનો હતો? ધનને તે હું ગોમાંસ સમાન ગણું છું. કદાચ મીઠાનો પહાડ સેનાનો બને, જંગલનાં બધાં વૃક્ષે કલ્પવૃક્ષ બને, નદીએ અને સાગરમાં અમૃત ભરાય, મનેય રોકી શકાય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય, રિદ્ધિસિદ્ધિ મેળવાય, ગસાધના થાય, તેથી બહુ તો મેક્ષ મળે, પણ વિઠોબાનાં ચરણ મળવાં તે દુર્લભ છે. ઉપરની કઈ સાધનાથી એ મળી શકતાં નથી. કીર્તનમાં આવનાર રાજા કે રંક બધા સરખા છે. એ પછી શિવાજી તુકારામનાં દર્શન માટે લેહગામ ગયા. કીર્તન સાંભળીને ખૂબ રાજી થયા, તુકારામનાં કીર્તનની તેમને લગની લાગી ગઈ. રાતે જમીને ઘેડાને એડી મારીને તુકારામ દેહુ હેય તે દેહ કે લોહગામ હોય તે ત્યાં જઈને શિવાજી કીર્તન સાંભળે અને સવારે આરતી થયા, Scanned by CamScanner