________________ મોટા ભાઈ સાવજની પત્ની પણ મોતના મોંમાં ઝડપાઈ ગઈ. આથી તેમને ખૂબ દુખ થયું અને શોકમાં ગરકાવ થઈ ગયા. બીજે વરસે સાવજ પણ જાત્રા કરવા ચાલ્યા ગયો. શરૂથી જ સાવજ સંસાર પ્રત્યે ઉદાસ હતો. તેમાં પત્નીને પાશ છૂટતાં એ વધારે વિરક્ત બની બેઠે. એ વખતે સાવજીની ઉંમર પણ બહું મોટી નહોતી. પૂરાં વીસ વર્ષ પણ નહિ થયાં હોય; તોપણ બીજું લગ્ન કરીને ફરીથી એ જ જાળમાં ફસાવાની એની તૈયારી નહિ હોવાથી હવે શેષ જીવન હરિભજનમાં ગાળવું છે એમ વિચારીને તેણે દેહુ ગામ છોડ્યું. સાત પુરી (નગરી), બાર જ્યોતિલિંગ, પુષ્કર વગેરે તીર્થોની જાત્રા કરતાં કરતાં એ કાશીએ પહોંચ અને ત્યાં સત્સંગમાં અને આત્મચિંતનમાં તેણે બાકીનું જીવન વિતાવ્યું. આ તરફ કેબાને મોટા ભાઈને વિયોગનું ભારે દુઃખ સાલ્યું. પિતાનું અવસાન અને મોટા ભાઈનું ચાલ્યા જવું તેમને અસહ્ય થઈ પડ્યાં. સંસારમાં એમનું ધ્યાન ખૂબ ઓછું થઈ ગયું. તેમની આ ઉદાસીનતાનો ફાયદો લેણદારેએ લીધો અને પૈસા માટે તકાદે કર્યો. જેમને પૈસા ધીરેલા એ બધાંએ દેવાળાં કાચાં એટલે એ પૈસા તે જતા રહ્યા. આમ બાપીકી મિલકત હતી-નહતી થઈ ગઈ. બે પત્ની, એક બાળક, નાનો ભાઈ બહેન વગેરે કુટુંબને પિષવા પિસા તે મેળવવા જ પડે. એટલે ચૌટામાં તુબાએ પરચૂરણ ચીની એક દુકાન ખોલી. મેં વિઠ્ઠલ–વિઠ્ઠલ” બોલ્યા કરવું, જૂઠું બોલવું નહિ, દગાબાજીને વેપાર કરે નહિ, બધા પર દયા રાખીને છૂટે હાથે માલ આપો અને ધંધાની ચિંતા ન કરવી. એ Scanned by CamScanner