________________ સંત તુકારામ રીતે ચાર વરસ નીકળી ગયાં. પણ આવી નીતિને કારણે દુકાનમાંથી ચાર પૈસા મળવાને બદલે એ ખોટને બંધ થઈ પડ્યો. ટાઢ, તડકે, ઊંઘ કે આળસને ગણકાર્યા વિના રાત-દિવસ દુકાનમાં વિતાવે છતાંય પૈસે ન મળે. ઊલટાનું દેવું વધવા લાગ્યું. લેણદારે ઘરમાં પેસીને ચીજ-વસ્તુઓ પણ લઈ ગયા. દેવાળું કાઢવાનો વખત આવ્યું. સગાંસંબંધીઓ એકાદ વાર બચાવી શકે કે એકાદ વાર સસરા પણ મદદ કરે, પણ ક્યાંય મેળ ન બેઠે. પહેલી પત્ની ગરીબ હતી, પણ બીજી પત્ની જિજાઈ ખૂબ તેજ સ્વભાવની હતી. ઘરમાં તેણે ધોલ-ધપાટ અને કર્મશતા શરૂ કરી દીધી. સંસારને આ તડકે સુકાબા ઉપર સવાર થઈ બેઠે. ઘરમાં પત્નીનો કકળાટ અને બહાર લેણદારોના તકાદાને લીધે તેમની સ્વસ્થતા હરાઈ ગઈ. મન કકળી ઊઠ્યું. જે કરે એ બધું જ ઊંધું થવા લાગ્યું. એક વખત રાતે બળદ ઉપર અનાજ લાદીને આવતી વખતે એક આખી ગુણ રસ્તામાં પડી ગઈ. ઘરમાંનાં ચાર ઢોરમાંથી ત્રણ કેઈ રોગથી અકસ્માત મરી ગયાં. જે પ્રસંગ ટાળવા માટે એ મથતા એ જ આવી પડ્યો. તેમનું દેવાળું નીકળ્યું. પછી તે ગામ આખું તેમની પાછળ પડયું. “તું વિઠોબાનું નામ ઉચ્ચારે છે તેનું જ આ ફળ” એમ કહીને બધાં તેમને ચીડવવા લાગ્યાં. કોઈ તેમના સામું જોતું પણ નહિ. ઉછીનું કે ઉધાર કેાઈ તેમને આપતું જ નહિ. ત્યાર પછી એકવાર તુકારામે ખૂબ હિંમત ભેગી કરીને મરચાં વેચાતાં લીધાં અને કેળાઓ ભરીને એક દિવસ કંકણ તરફ ગયા. ત્યાં પણ તેમના ભેળપણને લીધે લુચ્ચાઓએ લૂંટી લીધા અને પૈસા ખ્યા. ભગવાનની Scanned by CamScanner