________________ પૂર્વજીવન દયાથી થોડા પૈસા વસૂલ થયા. એ લઈને પાછા ફરતાં રસ્તામાં એક ધુતારાએ પિત્તળનું ઢોળ ચડાવેલું કડું સેનાનું કહીને તુકારામને વેચ્યું અને રૂપિયા લઈ ગયે. તુકારામ ગામમાં આવ્યા તે પછી એ કર્યું સેનાનું નહિ પણ પિત્તળનું છે એવી ખબર પડી, એટલે લોકોએ તેમને ફજેત કર્યા; અને પત્નીએ તે તેમને બરાબર ઉઘડે લીધા. આ રીતે પૈસાને બદલે લેકનિંદા મળી. આમ બનવા છતાં વધુ એક વાર જિજાઈએ પિતાને નામે બસો રૂપિયા લાવીને તુકેબાને આપ્યા. તકેબા એનું મીઠું ખરીદીને દૂર દેશાવર લઈ ગયા અને બસના અઢીસે કર્યો. પણ પાછા વળતી વખતે રસ્તામાં ગરીબીને લીધે નંખાઈ ગયેલો એક બ્રાહ્મણ મળે અને તે મદદ માટે ખૂબ કાકલૂદીઓ કરવા લાગ્યો. એટલે તુકારામને મનમાં દયા આવવાથી તેમણે બધા રૂપિયા તેને આપી દીધા. ઘેર આવતાંની સાથે જ જિજાઈએ તેમની બરાબર ખબર લઈ નાખી. એવામાં આખા પૂના જિલ્લામાં ભયંકર દુકાળ પડ્યો. માણસે અને બાળકો ધાન વિના હેરાન થવા લાગ્યાં. વરસાદ પડ્યો નહિ, પીવાનું પાણી પણ દુર્લભ બની ગયું, ઘાસ વિના ઢોર ટપોટપ મરવા લાગ્યાં. તુકારામની પહેલી પત્ની બીજા લોકોની જેમ ભૂખે મરી ગઈ. તેઓ ફજેત તે થયા હતા અને ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. તેમને કેઈ બારણે ઊભા રહેવા નહોતા દેતા. બજારમાં રૂપિયે શેર અનાજ વેચાયું. અનાજ વિના મોટી અને લાડકી પત્ની મરી ગઈ એ વાતથી તેમને ભારે દુખ થયું. પત્નીની પાછળ પાછળ તેમને પહેલો અને લાડકો Scanned by CamScanner