________________ સંત તુકારામ પુત્ર સંતબા પણ મરી ગયે. માતા પણ મરી પરવાર્યા, આમ દુઃખની અવધિ ન રહી. પિતાના અવસાન પછીનાં ચાર-પાંચ વરસમાં તે તુકારામન સંસાર છિન્નભિન્ન થઈ ગયે. ઠેર-ઢાંખર, પત્ની, પુત્ર, આબરૂ–એ બધાંને સાથે ગુમાવવાથી તુકારામ પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો. એમનું અંતઃકરણ કકળી ઊઠયું. દેહ ગામમાં રહેવા પગ ના પાડતો હતે. આમ તેમને સંસાર છિન્નભિન્ન થઈ ગયો. સંસારમાં સુખ-દુઃખ સૌ કોઈને આવે છે. તુકાબાએ આ દુનિયામાં માંડ ચાર સારાં વર્ષો ગાળ્યાં ત્યાં જ મિલકતને નાશ, અપમાન, દુકાળ અને આપ્તજનેનાં મૃત્યુ વગેરે એક પછી એક દુઃખોનો ખડકલો થઈ ગયે. સંસારનું ભયંકર સ્વરૂપ આથી તેમને દેખાયું. મા, બાપ, ભાભી, પત્ની અને પુત્ર બધાં ખપી ગયાં અને કપરા કાળમાં બધાં દુઃખ એકી સાથે પોતાના પર આવી પડ્યાં, તેથી તેમના મનને પહેલે અને માટે ધક્કો લાગ્યો. ચોમેર ઉદાસીનતા વ્યાપી ગઈ. આવે વખતે જે જિજાઈ શાંત સ્વભાવનાં હેત તે તેમણે પતિનું દિલ પ્રેમથી બહેલાવ્યું હોત, પોતાના આંતરનાદ પ્રમાણે વતીને સંસારવૃક્ષ ઉપરથી ઊડી જનારા પંખીની જેમ ઊડી જતા તેમના મનને જિજાઈને મીઠા બોલે કદાચ સંસારમાં જકડી લીધું હોત, પણ આ આપણે તરંગ શા કામનો ? ભગવાને નક્કી કર્યા પ્રમાણે દુનિયાનો કેમ ચાલે છે. સામાન્ય માણસે દુઃખના બેજથી ચગદાઈ મરે છે, પણ એ જ દુઃખ સદ્દભાગી મનુષ્યના ઉદ્ધારનું કારણ બને છે. તુકેબાને પણ આ સદભાગીની કેટીમાં મૂકી શકાય. આવા કપરા કાળમાં પણ તેમણે અપાર ધીરજ દાખવી. Scanned by CamScanner