________________ સંત તુકારામ ગાઈને ભજન–સુખને સંતોષ માન્યો. દેવાળું નીકળ્યું, દુકાળે કાળો કેર વર્તાવ્યો, પત્ની કર્કશા મળી, અપમાન થયું, પૈસે અને ઢોર-ઢાંખર ગયાં એટલે લેકલાજ છેડીને તેઓ ભગવાનને શરણે ગયા અને કહ્યું કે આ બધું “સારું થયું, કારણ કે “સંસાર વમન (ઊલટી) થઈને નીકળી ગયે અને તારું જ ચિતન રહી ગયું.” શરીર નાશવંત છે, મોતને ભેટવાનું જ છે, સંસાર હમેશાં દુઃખરૂપ છે. સુખમાં બધાં સાથે કરે છે એ અનુભવ થતાં તુકેબા પ્રપંચો છોડીને અવિનાશી સુખ માટે મથ્યા. વિરાગ્ય સહેલું નથી, ભગવાનની કૃપા વિના એ કેઈને મળતો નથી. જેના પર કૃપા કરવાની હોય છે તેને વિરાગ્યનું દાન ભગવાન પહેલું આપે છે. આ પરમ અને શુદ્ધ વિરાગ્ય તુકબાને મળ્યા અને પરમાર્થ માટે તે વાપરવાની તેમણે શરૂઆત કરી. વિરાગ્ય સાથે તદાકાર થવા માટે તેમણે એકાંત સેવ્યું. ભામનાથના ડુંગર ઉપર તે પહેલી વાર ગયા અને ત્યાં પંદર દિવસ રહ્યા. ભગવાનના ધ્યાન અને નામના જાપમાં એ બધો સમય તેમણે વિતાવ્યું. પંદરમે દિને મને થયે સાક્ષાત્કાર, વિઠેબા ભેટી પડ્યા અને નિરાકાર.” -આ અભંગમાં તુકેબા કહે છેઃ “આ ભામગિરિ ઉપર બેસીને મેં ભગવાનનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. સાપ, વીંછી જેવાએ શરીરને ચટકા ભર્યા તેની વેદના થવા લાગી, પણ શરીર વિહીનતાને થોડો અનુભવ થયો એટલે પંદરમે દિવસે વિઠોબાને સાક્ષાત્કાર મને થયો.” Scanned by CamScanner