________________ સંત તુકારામ ધર્મને જયજયકાર થયે. તેને ખૂબ પ્રચાર થયા. આમ ભાગવત ધર્મને એક ડગલું આગળ વધારવાનું શ્રેય તુકારામને પણ મળ્યું. તુકારામના ભાગવત ધર્મનાં તા રામેશ્વર ભટ્ટ માન્ય ન રાખવાથી તેમણે ગાઢ જંગલમાં પગ મૂક્યો. દેહુમાં તુકારામનાં ભજન-કીર્તનનો રંગ જામે છે અને ત્યાં જ એમના પ્રિય વિઠ્ઠલનું સ્થાન છે એટલે દેહુમાંથી જ તુકારામને કાઢી મૂકવાને કુવિચાર તેમના મનમાં આવ્યા અને તેમણે ગામના મુખિયાઓને ભંભેર્યા. દેહમાંથી તુકારામને હાંકી કાઢવાનું એ મુખિયાઓને લખી નાખ્યું. આ હુકમનામું મુખિયાઓએ તુકારામને વાંચી સંભળાવ્યું. તુકારામ તરત જ રામેશ્વર ભટ્ટને ગામ વાઘેલી ગયા અને રામેશ્વર ભટ્ટ સંધ્યામાં બેઠા હોવા છતાં તેમની પાસે જઈને દંડવત્ પ્રણામ કરીને તેમની સામે જ કીર્તનને પ્રારંભ કરી દીધો ! કીર્તનમાં પ્રાસાદિક અભંગ એક પછી એક સ્કુર્યા તેમ તુકારામ બેલવા લાગ્યા, એટલે રામેશ્વર ભટ્ટે કહ્યું: “તારા અભંગોમાંથી કૃતિઓને અર્થ નીકળે છે અને તું શું ક હોવાથી શ્રતિઓના અર્થ કહેવાને તને અધિકાર નથી. તારી વાણી શાસ્ત્રવિરુદ્ધ હેવાથી શ્રોતાઓ અને વક્તાને નરકમાં પહોંચાડનારી છે, એટલે તું આજથી કવિતા રચીશ નહિ.” એના જવાબમાં તુકારામે કહ્યું: “પાંડુરંગે આજ્ઞા કરી છે, તેથી હું આ અભંગે રચું છું. એ બધી વાણ નકામી ખરચાઈ ગઈ. આપ બ્રાવણ હેવાથી ઈશ્વરમાં છે. આપની આજ્ઞા મુજબ હું હવેથી કવિતા રચીશ નહિ. પણ આજ સુધી રચાયેલા અભંગોનું શું કરું ?" Scanned by CamScanner