________________ સગુણ સાક્ષાત્કાર 71 મંડળીને આનંદની અવધિમાં ભાન ભૂલીને વિઠ્ઠલના નામનો જયઘેપ કરતી પિતાની પાસે આવતી જોઈ. બધે આનંદ-આનંદ થઈ રહ્યો. ભાવિકોના આનંદનો પાર રહ્યો નહિ, નિંદકોનાં મોં કાળાંમેશ થઈ ગયાં. પવનના હિલોળા સાથે એક વાર વખાણ તરફ અને એક વાર નિંદા તરફ વળી જનારા અર્ધદગ્ધોની ચિત્તવૃત્તિ સ્થિર થઈ અને તે પ્રસન્ન થયા. પાંડુરંગનું આ કૌતુક સંભારતાં તુકારામના હૃદયમાં પ્રેમાવેગ કેમે કર્યો સમાતો નહોતો. તેમની આંખોમાંથી તે માને ધોધ વહેતો હતો. આ પ્રસંગ ઉપર તેમના મુખમાંથી અત્યંત સુંદર સાત અભંગોની સરવાણી ફૂટી છે. એમાં ભગવાનના સગુણ દર્શનની નિશાની ચાખી વર્ણવી હોવાથી તેમણે ભગવાનને થોડી વાર માટે પણ ઠપકો આપવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. આ સાત અભંગે અમૃતથી ભરેલાં સાત સરોવર ગણાય છે. મહાત્માના ચરિત્રમાં એ મહત્વનો પ્રસંગ આવે છે. એ પ્રસંગને લીધે જ એ મહાત્માના બધા સદગુણોની કટી થાય છે. જે સગુણ ભક્તિથી સંત તુકારામે સેંકડો કીર્તનૅ અને અભંગો રચી લોકોને ભક્તિમાર્ગે વાળ્યા હતા. તે સગુણ ભક્તિના ઉત્કર્ષ માટે ભગવાને સગુણ સ્વરૂપે પ્રગટ થઈને તેમની વહીઓ પાણીમાંથી રક્ષીને તેમને દર્શન દીધાં અને પોતાની ગોદમાં લીધા, તેથી તેમનો અને ભાગવતધર્મને વિજય ગણાય અને સંત તુકારામનું નામ ભક્તોની માળામાં અમર થઈ ગયું. આ તરફ રામેશ્વર ભટ્ટ જ્ઞાનદેવની ચરણુસેવા કરતા Scanned by CamScanner