________________ સંત તુકારામ બેઠા હતા. તેમને એક રાતે થયું કે, મહાવૈષ્ણવ તુકારામને દ્વેષ કરવાથી મારાં બધાં સુકૃત્યેનો નાશ થયો છે. વળી મેં એવા સંત સાથે કપટ કર્યું એને લીધે જ મારે આ પીડા ભેગવવી પડી છે. એટલે અંતરમાં સદ્ભાવ ભરીને તેમને શરણે જઈને આ ક્ષુલ્લક રોગમાંથી તો શું પણ ભવસેગમાંથી પણ હું મુક્ત થઈશ. પાણીમાંથી ભગવાને તારેલી વહીઓ અને સાક્ષાત દર્શનનો અર્થ તરત જ રામેશ્વર ભટ્ટને સમજા. તેમની આંખો ખૂલી ગઈ. વેદાભ્યાસ અને પાંડિત્યની મહત્તા ભક્તિ પાસે કંઈ નથી અને માનવદેહનું મુખ્ય સાર્થક્ય સં તેની સંગતમાં રહીને હરિકૃપા મેળવવામાં જ છે એ તેમને સમજાઈ ગયું. તુકારામ પણ ભગવાનને પ્રિય એવી વિભૂતિ છે એમ લાગવાથી તેમનું અભિમાન ઓગળી ગયું. ભક્ત માટે ભગવાન સાકાર સ્વરૂપે આવીને તેનું રક્ષણ કરે છે, જ્યારે પંડિતોના શરીરને સાધુના શાપથી દાહ થયે હોય તે ભગવાન શમાવતા નથી એમ સમજી તેમનું મિથ્યાભિમાન ઓગળી ગયું. એથી તેઓ વધુ શુદ્ધ થયા અને તુકારામ વિષે તેમના મનમાં ભારે આદર પેદા થયે. તુકારામ મહારાજને શરણે એ ગયા. તુકારામને એક પત્ર લખીને પિતાની આપવીતી જણાવી અને હૃદયપૂર્વક તેમની પ્રશંસા કરી. તેના ઉત્તરમાં તુકારામે એક અલંગ લખી જણાવ્યું કે આપણું મનને શુદ્ધ રાખીએ તો મને પણ દસ્ત બને છે, વાઘ અને સાપ જેવાં કર પ્રાણીઓ પણ દુષ્ટ ભાવ છેડી દે છે. ઝેરનું અમૃત થાય છે, દુઃખ પણ સુખમાં Scanned by CamScanner